in ,

શું કંગના રાણાવતની ફિલ્મ “મણિકર્ણિકા ” માં બતાવેલી આ 5 વાતો છે સાચી ?

હાલમાં જ રિલીઝ થયેલી કંગના રાણાવતની ફિલ્મ ‘મણિકર્ણિકા’ એ માત્ર 16 જ દિવસમાં ₹ 81.31 કરોડ ની કમાણી મેળવી લીધી છે.

મુંબઈઃ હજી હમણાં જ રિલીઝ થયેલી કંગના રાણાવતની ફિલ્મ ‘મણિકર્ણિકા’ એ ફક્ત 16 જ દિવસમાં ₹ 81.31 કરોડની કમાણી મેળવી લીધી છે. આ ફિલ્મમાં કંગનાને રાણી લક્ષ્મીબાઈનો રોલ મળેલો છે. પણ આ ફિલ્મ રીલિઝ થઇ પછી તેમા ઐતિહાસિક તથ્યો માટેનો ઘણો વિવાદ ચાલુ થયું છે. આ ફિલ્મમાં સિનેમેટિક લિબર્ટીના નામે લક્ષ્મીબાઈને હકીકત કરતા ઘણી અલગ રીતે રજૂ કરાયા છે. અને ફિલ્મમાં ઘણી એવી બાબતો બતાવવામાં આવી છે, કે જે ઘટના ક્યારેય બની જ ના હોય.

Advertisements

1. બાળલગ્ન :

આ ફિલ્મમાં એવું બતાવાયું છે કે લક્ષ્મીબાઈના લગ્ન ગંગાધર રાવ જોડે તેમની યુવાવસ્થામાં થયા છે પણ તેના કરતા તો ઈતિહાસ ઘણો જ અલગ પડે છે. અને એની સાચી વાત એ છે કે લક્ષ્મીબાઈના બાળલગ્ન થયા હતાં. અને ત્યારે તે 14 વર્ષના જ હતા.

2. લક્ષ્મીબાઈની લડાઈ ભારત માટેની નહીં પણ ઝાંસી માટે હતી :

ઈતિહાસ એ વાતની સાબિતી છે કે દત્તક દીકરાને અંગ્રેજોએ તેમનો વારસદાર માન્યો નહોતો. પછી ઝાંસી મેળવવા માટે લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે યુદ્ધ કર્યું હતું. અને લિબર્ટીના નામે અપ્રત્યક્ષ રીતે એવું દર્શાવાયું કે માત્ર ઝાંસી જેવા નાના રાજ્યને પ્રતિકાત્મક તરીકે ભારતના રૂપે બતાવાયુ છે. અને તેમાં ઝાંસીની રાણીએ સમગ્ર દેશ માટે અંગ્રેજો સામે જંગ કર્યું છે. આ ફિલ્મમાં એવું બતાવાયું છે કે લક્ષ્મીબાઈએ અંગ્રેજોની સામે ભારતની આઝાદી અને તેના અધિકારો માટે લડાઈ કરી હતી.

Advertisements

3. ઇતિહાસનું મહત્વનું પાત્ર એટલે તાત્યા ટોપે :

આઝાદીની જંગમાં તાત્યા ટોપેનું ખુબ જ મહત્વનું સ્થાન રહ્યું છે. વર્ષ 1857ની ક્રાંતિમાં તાત્યા ટોપે ફક્ત લક્ષ્મીબાઈના મેન્ટર જ નહોતા. પરંતુ આ ફિલ્મમાં તાત્યા ટોપેને સાઈડલાઈન કરી દેવાયા છે. અને આ ફિલ્મમાં જો કોઈના પાત્રને વધુ મહત્વ અપાયું હોય તો તે છે માત્ર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને અને બીજા બધા પાત્રોને વધારે મહત્વ અપાયું નથી.

4. શું લક્ષ્મીબાઈએ જાતે જ કહ્યું હતું પોતાના શરીરને સળગાવાવનું ?

ઐતિહાસિક જે તથ્યો છે તે મુજબ, લક્ષ્મીબાઈ અંગ્રેજો જોડે યુદ્ધ કરતાં સમયે શહીદ થયા હતાં. પરંતુ તાર્કિક રૂપે એવું ક્યાંય જોવા મળ્યું નથી કે તેમના અંતિમ સમયે તેમની સાથે કોઈ હતું. પણ ફિલ્મમાં એવું બતાવાયું છે કે રાણી લક્ષ્મીબાઈની અંતિમ ઈચ્છા હતી તે પ્રમાણે તેમને સળગાવી દેવામાં આવ્યા હતા, કે જેથી કરીને અંગ્રેજો તેમને પકડી શકે નહિ.

5. લક્ષ્મીબાઈના અભ્યાસ વિષે :

આ ફિલ્મમાં ઈમેજીનેશનનો ઉપયોગ ખુબ જ કરાયો છે. આ ફિલ્મમાં એવું બતાવાયું છે કે રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજીમાં બોલતા હોય છે. મહેલમાં એક મોટી લાઈબ્રેરી, અને તેમાં અઢળક પુસ્તકો પણ બતાવાયા છે. અને આ દ્રશ્યમાં તથ્યની જગ્યાએ ફિક્શન વધારે છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

અનિલ કપૂરને છે આ બીમારી જેની સારવાર માટે તે જઈ રહ્યાં છે જર્મની ,જોઈએ તેના વિષે વધુ માહિતી

12 ફેબ્રુઆરી, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ