in

શું કારણ છે કે સફરજન પાણીમાં તરવા લાગે છે ?

આપણે પાણીમાં કોઈ પણ ફળ નાખીયે તો એ તરત જ ડૂબી જાય છે, અરે! એક નાની અમથી દ્રાક્ષ પણ તમે પાણીમાં નાંખશો તો એ પણ પાણીમાં ડૂબીને નીચે બેસી જશે. તો પછી દ્રાક્ષથી ૧૫ ગણું મોટું સફરજન પાણીમાં નાખવાથી એ ડૂબીને નીચે બેસી જવાની જગ્યાએ પાણીની સપાટી ઉપર તરશે. વિચાર્યું કે કેમ એવું થતું હશે? જો આપણે સૌથી સાદી ભાષામાં વાત કરીયે તો સફરજનમાં ૨૫ ટકા હવા હોય છે. એટલે એ હવા સફરજનને પાણીમાં નથી બેસવા દેતી.

આ જાણ્યા પછી પણ તમને એવો પ્રશ્ન સહજ રીતે થશે કે ફક્ત ૨૫ % હવા આટલા મોટા સફરજનને કઈ રીતે તરતું રાખી શકે? આ વાતનો જવાબ થોડા અઘરા શબ્દોમાં છે. પાણીની ઘનતા કરતાં જે પદાર્થની ઘનતા ઓછી હોય એ પદાર્થ પાણીમાં ના ડૂબે. માટે ઘનતા પાણી કરતાં વધારે હોય એ પદાર્થ પાણીમાં ડૂબી જાય. તો તમને સવાલ થશે કે સફરજનમાં ૨૫ ટકા હવા હોય છે એ વાતે ઘનતા વચ્ચે ક્યાંથી આવી ગઈ?

Advertisements

ઘનતા એટલે કોઈપણ પદાર્થ(વસ્તુ)ના બે અણુઓ વચ્ચે રહેલી જગ્યા. જો તમારે પદાર્થ અને અણુઓમાં માથું ના મારવું હોય આપણે એક સરસ પ્રયોગ વડે આ વાત સમજીયે. જોકે આ પ્રયોગ તો તમે ઘરે જ જાતે કરી શકો છો. જો સફરજનની વાત કરી રહ્યા છે તો સફરજન વિષે જ સમજી લઇએ. સૌથી પહેલાં આપણે સફરજનનું વજન કરી લઇએ. વજન ચોક્સાઈથી નાના ત્રાજવામાં એક એક ગ્રામ માપી શકાય એ રીતે કરીએ. એ વજન નોંધી લેવું. હવે સફરજન જેટલી સાઈઝનું હોય એટલી જ સાઈઝનો પાણીનો ગોળો લેવો. એ માટે રબરનો ફુગ્ગો પણ લઇ શકાય. પહેલાં રબરના ખાલી ફુગ્ગાનું વજન કરી નોંધી લેવું અને પછી એક યુુ-પિન લઈ એનું પણ વજન કરી નોંધી લેવું. હવે ફુગ્ગામાં પાણી ભરીને એને સફરજનની સાઈઝનો ગોળો તૈયાર કરવો. યુ-પિન લગાવી એને સીલ કરી દો અને પાણી ભરેલા ફુગ્ગાનું વજન કરી નોંધી લેવું.

પાણી ભરેલા ફુગ્ગાના વજનમાંથી ખાલી ફુગ્ગાનું અને યુ-પિનનું વજન જે નોંધ્યું હતું એ બાદ કરી લેવું. જે આંકડો વધે એ પાણીનું સાચું વજન હશે. હવે જોઈ શકશો કે પાણીનું એ વજન સફરજનના વજન કરતાં વધુ હશે. જેનું વજન વધુ હોય એની ઘનતા વધુ કહેવાય. કોઈપણ વસ્તુની સાઈઝના પાણીનું વજન એ વસ્તુના વજન કરતાં વધારે હોય તો એ વસ્તુ પાણીમાં ડૂબી શકે નહિ. માટે જ સફરજનનું વજન એની સાઈઝના પાણી કરતાં ઓછું છે એટલે એ પાણીમાં ડૂબશે નહિ

ટિપ્પણી
Advertisements

આ રાશિઓ ને સૂર્યદેવ નો મળ્યો વિશેષ આશીર્વાદ, દરેક ક્ષેત્ર માં મળશે સફળતા, જીવન થશે ખુશહાલ

અભિનેત્રી એક છોકરા સાથે ડાન્સ કરતા કરતા એકદમ જ થઇ ટોપલેસ, 9 લાખથી પણ લોકોએ…