અંજલિ

Please log in or register to like posts.
News

દરવખતની જેમ આજે પણ અંજલિ એના પતિની રાહ જોઈ રહી હતી.
‘ટ્રીન… ટ્રીન’,રિંગ વાગી રહી હતી. જરૂર આરવ આવ્યા હશે. અંજલિ દરવાજો ખોલવા માટે નીચે ગઈ.
‘ક્યારની રાહ જોઉં છું તમારી…આટલી વાર હોય કંઈ?’
આરવે અંજલીને તમાચો મારી દીધો અને કહ્યું, ‘મેં તને કેટલી વાર કહ્યું છે કે મારી નજીક ન આવીશ…અને કોઈ જરૂર નથી મારી માટે આવું બધું કરવાની. સમજી લે કે આપણું લગ્ન એ ફક્ત એક સોદો માત્ર હતો !
આરવ એની રૂમમાં ચાલ્યો ગયો. અને અહીં અંજલિ રડી રહી હતી. ઘરમાં એવું કોઈ નહોતું જે એની ચિંતા કરે.
‘અંજલિ રડવાથી કંઈ નહીં થાય. આ નર્કમાંથી ચાલી કેમ નથી જતી !’
‘કઈ રીતે જતી રહું મમતા…અહીં આવી તો હતી સપના લઈને, મને શું ખબર હતી કે જેના માટે હું મારા પ્રેમને પણ ભૂલાવી ગઈ, પોતાના માબાપ ને પણ છોડી આવી ગઈ, ખબર નહીં શુ ભૂલ થઈ મારી જે મને આવી સજા મળી રહી છે.
લગ્નના 5 વર્ષ થઈ ગયા,પણ છતાં કોણ જાણે કેમ આજે પણ હું એની નજીક હોવાનો અનુભવ કરું છું !
મમતા:કોણ છે એ?
વાત એ દિવસોની છે જ્યારે હું કોલેજના પહેલા વર્ષમાં હતી.અને ત્યારે તો ફક્ત હું કોલેજમાં એડમિશન લેવા ગઈ હતી. એક છોકરો હતો.જેણે મને પહેલી વખત દેખી. અને દેખાતાની સાથે જ એના હૃદયમાં મારુ સ્થાન બનાવી લીધું. મને એ નહોતી ખબર કે એ મારા ઘરની નજીક જ રહેતો હતો,અને એને પણ એ વાત ની નહોતી ખબર. એ જ્યારે પણ કોલેજમાં આવતો મારી સામે જોઈ એની ક્યૂટ સ્માઈલ આપતો કે મારા હોઠો પર પણ આપમેળે સ્મિત રેલાઈ જતું. એ ઘણો ડરતો પણ હતો,ક્યારેય મારી સાથે વાત કરવાની હિંમત નહોતો કરતો. દરવખતે મારી પાછળ આવતો,મારી સામે દેખાતો, પણ ક્યારેક મને પૂછ્યું નહિ.
એક દિવસ એણે મારી પાસે પેન માંગી અને પછી મારી સાથે વાત કરવા લાગ્યો.એક દિવસે એના ફોન પર લેટર લખી લાવ્યો. હું વિચારી જ ન શકી કે શું જવાબ આપવો.મેં એને કંઈ ન કીધું. પ્રેમતો હું પણ કરતી હતી,પણ અમારા વચ્ચે એક દીવાલ હતી જે હું ક્યારેય તોડી શકતી ન હતી.પણ આખરે મારાથી રહેવાયું નહિ અને મેં પણ એને i love you કહી દીધું.

આહિલ મુસ્લિમ હતો અને હું હિન્દૂ..એટલે મને ડર લાગતો હતો કે ક્યાંક મારા પ્રેમને કંઈ થઈ ના જાય.અહિલની એક વાત મને નહોતી પસંદ. એ મારા પર ઘણી શંકા કરતો હતો. એમને એટલો પ્રેમ કરતો હતો કે મારા વગર એક ક્ષણ પણ નહોતો રહી શકતો.મને આજે પણ એ દિવસ યાદ છે જયારે એને મને પહેલી વખત ભેટી હતી.એ પળ મારા માટે ઘણી જ ખાસ હતી.એ જ્યારે મારી સાથે વાત કરતો ત્યારે મને બોલવાનો સમય જ ન આપતો.મને પણ સારું લાગતું હતું જયારે એ મારી સાથે વાત કરતો હતો.હું એને દેખાતી રહેતી અને એના વિચારોમાં ખોવાઈ જતી.એ પહેલો વરસાદ જ્યારે અમે બંને કોલેજના ધાબા પર જોડે બેઠા હતા. એ દિવસ હું કઈ રીતે ભૂલી શકું.હું એના ખભે માથું મૂકીને સુઈ ગઈ હતી. અને અમે બંને આખા ભીંજાઈ ચુક્યા હતા.અમારું પહેલું ચુંબન આજે પણ મને યાદ છે.આખી કોલેજમાં એના જેટલો સારો છોકરો કોઈ નહોતો.અમે બંને એકબીજા વગર નહોતા રહી શકતા.

આહિલની એ આદતે અમને અલગ કર્યા.એને લાગતું હતું કે હું એને પ્રેમ નથી કરતી અને મારું કોઈ બીજા સાથે ચક્કર ચાલુ છે.પણ એવું નહોતું…હું એને ખૂબ પ્રેમ કરતી હતી પણ હું જાણતી હતી કે અમે ક્યારેય એક નહીં થઈ શકીએ…કે નહીં ક્યારેય લગ્ન કરી શકીએ. કારણકે હું મારા પિતાને ઘણો પ્રેમ કરતી હતી અને એમની મરજી વિરુદ્ધ કોઈ સાથે લગ્ન કરવા માંગતી ન હતી.આહિલ હદ તો ત્યારે વટાવી જ્યારે એણે મારી પર શંકા કરવા માંડી.
મેં અહિલને છોડી દીધો. અને ત્યાર બાદ મારા જીવનમાં આરવ આવ્યો.ત્યારે મારો આહિલ સાથે ઝઘડો થયેલો હતો,હું એની સાથે વાત કરતી ન હતી.આરવ મારા ઘરની સામે રહેવા આવ્યો હતો. સવારે હું ક્લાસમાટે જતી અને એ મોર્નિંગવોક પર જતો.અને ત્યારે અમારી મુલાકાત થતી, જે પછી દોસ્તી થઈ. અને દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એ ખબર જ ન પડી.અહિલને લાગતું હતું કે એની શંકા સાચી હતી,પણ મેં પણ એને કહી દીધું કે મેં તને ક્યારેય પ્રેમ કર્યો જ નથી…એ બધું જ દેખાવો હતો.પ્રેમ તો હું એને કરતી જ હતી પણ એની શંકા કરવાની આદત અને રોજના ઝગડાથી હું કંટાળી ચુકી હતી અને એટલે મેં આરવ સાથે લગ્ન કરી લીધા.
મમતા આજે મને મારી ભૂલનો અહેસાસ થાય છે.આહિલ મને જેટલો પ્રેમ કરતો હતો એટલો પ્રેમ મને કોઈ નથી કરતું. મનુ ચુ કે એ મારી પર શંકા ઓ કરતો હતો પણ એ મારી ભલાઈ માટે કરતો હતો જે વાત હું ક્યારેય સમજી ન શકી.
આરવ:શુ વાત કરી રહી છો તમે બને.અંજલિ તને કેટલીવાર કહ્યું છે કે નોકરોને એમની ઔકાત યાદ કરાવતા રહેવું.
આ તમે શું બોલો છો…મમતા તમારી બહેન છે.
સંબંધમાં ભલે મારી બહેન હોય પણ અહીં નોકરાણીનું કામ એ મફત માં નથી કરતી અને એક વાત સમજાવી દે એને પોતાના એ પોતાના કહેવાય. સોતેલી બહેન છે તો સોતેલી બનીને જ રહે.
મમતા ના આંખમાં આંસુ આવી ગયા અને એ જતા જતા એટલું જ બોલી.
ભાઈ જે બહેનને તું પારકી કહું છું એના કારણે જ તું અહીંયા ચુ.મેં મારા સપના ભૂલવી તને ડોકટર બનાવ્યો.જે દૌલત પર તું આટલું ઘમન્ડ કરે છે ને…એક દિવસ એવો આવશે જ્યારે તારી જોડે કોઈ નહિ હોય.તું એકલો હોઈશ ત્યારે અંદાજ આવશે કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી.
આરવ મમતાને ધક્કા મારી ઘરની બહાર કાઢી મૂકે છે અને અંજલીને પણ મારે છે અને કહે છે કે બીજી વખત જો એની સાથે જોઈ તો તને પણ કાઢી મુકીશ.અને બીજી એક વાત આજે મારા મિત્રો ઘરે આવે છે તો એ જેવું કહે એવું કરજે…વધારે નાટક કર્યા તો મારી નાખીશ તને.
કેવા પતિ છો તમે…પોતાની પત્નીને કોઈ બીજા સાથે સુવા કહી રહ્યા છો.
તને જેટલું કહું એટલું કર…નહિતર મારાથી ખરાબ કોઈ નથી.
અંજલિ વિચારી રહી હતી કે કેમ એણે આવું કર્યું.આરવ સાથે મેં લગ્ન એટલા માટે કર્યા કારણકે એ દેખાવમાં પણ સારો હતો અને એના પાસે બધું જ હતું…પણ ખોટું. જિંદગીમાં ક્યારેય દેખાવ અને પૈસા જોઈ પ્રેમ કરાય જ નહીં.
આહિલ તું ક્યાં છું !?

8વર્ષ પછી.at uk
શુ હું આ નોકરી માટે સિલેક્ટ થઈ જઈશ…ઇન્ટરવ્યૂ તો સારો જ ગયો છે અને મને મારી પર ભરોસો છે.આ નોકરી મને જ મળશે.
મિસ આરુહી શાહ.સર તમને અંદર બોલાવે છે.
આરુહી…આરુહી શુ તમે મને સાંભળી રહ્યા છો.હું તમને કહી રહી છું.આરુહી એના વિચારોમાં ખોવાયેલી હતી.
તમે મને કાંઈ કહ્યું. હા,સર તમને અંદર બોલાવે છે.
આરુહીનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. એ ઓફીસ માં ગઈ પણ ત્યાં કોઈ નહોતું. એને લાગ્યું સર આવતા હશે એટલે એ રાહ જોવા લાગી.30મિનિટ વીતી ગઈ પણ કોઈ ન આવ્યું એટલે આરુહી એ પાછું જવાનું નક્કી કર્યું અને જેવો દરવાજો ખોલ્યો કે ચોંકી ઉઠી.એના ધબકાર જાણે રોકાઈ ગયા. એની આંખોમાં એક અલગ કમક હતી અને એના હોઠ પર સ્મિત આવી ગયું એને જોઈ ને.
અંજલિ તું અને અહીં?,આહિલ એને પૂછતાં ગળે લગાવી દીધી.
આરુહીએ એને પોતાથી અલગ કર્યો અને કહ્યું સર તમને ગાયક ભૂલ થાય છે,હું અંજલિ નહિ આરુહી છું.
અહિલની આંખમાં પાણી આવી ગયું. એ હરખના આંસુ હતા એણે કેટલા વર્ષો બાદ અંજલીને જોઈ હતી.
તારે જે કહેવું હોય એ કહી લે…હું જાણું છું તું મારી અંજલિ છું.હું તને ક્યારેય ભૂલી નથી શક્યો. આજે પણ મારા દિલમાં એ જ જગ્યા છે જે પહેલા હતી તે મારી સાથે આવું કેમ કર્યું એ હું નથી જાણતો .
તમે સમજતા કેમ નથી…હું અંજલિ નથી હું આરુહી શાહ છું. તેજ અહીં આવ અને સરને જણાવ કે મારું નામ શું છે અને હું તારી શુ લાગુ છું.
આ મારી મમ્મી છે
આરુહીએ તેજને કારમાં બેસવા કહ્યું અને પછી કહ્યું. હવે તો તમને વિશ્વાસ થાયોને કે હું તમારી અંજલિ નથી. મારે 7વર્ષનો દીકરો છે.
પણ અહિલનું મન માનતું ન હતું.એનું દિલ કહી રહ્યું હતું કે એ એની અંજલિ જ હતી પણ એ કરી પણ શું શકતો હતો.અને એણે હાર મણિ લીધી અને આરુહીને જોબ પર રાખી લીધી.
આખા રસ્તે આરુહી વિચારતી રહી કે એ શા માટે એને જૂઠું બોલી.એણે એનો 8 વર્ષ રાહ જોઈ હતી અને આજે એ એની નજીક હતો.
કાઈ રીતે કહું કે હું પણ તને પ્રેમ કરું છું તારા માટે હું આરવને પણ છોડી અહીં ચાલી આવી.પણ જ્યારે તું સામે આવ્યો ત્યારે કહી ન શકી કે હું જ અંજલિ છું. મારા કારણે ટેરો પરિવાર કઇ રીતે તોડી દઉં.હું જાણું છું તું મને આજે પણ પ્રેમ કરે છે પણ જ્યારે મેં ઓફિસમાં તારા દીકરા અને દીકરી ની ફોટો જોઈ એટલે લાગ્યું કે હવે હું ક્યારેય તારી નહિ થઈ શકું.તું તારા જીવનમાં ઘણો આગળ વધી ચુક્યો છે.હવે મારો કોઈ હક નથી.મને મારી ભૂલની સજા મળી રહી છે.
આરુહીને ખબર નહોતી કે એ શું કરી રહી હતી એનું મને કઇંક બીજી જગ્યા એ જ હતું એ ફૂલ સ્પીડે ગાડી ચલાવી રહી હતી અને ખોટા રસ્તે ચઢી ગઈ હતી.આગળ કોઈ રસ્તો નહોતો,અને ખાઈ હતી.આરુહી એ ફૂલ સ્પીડ માં ગાડી ચલાવતા ખાઈમાં ગાડી પાડી દીધી.
કેટલાક વર્ષો બાદ…
મી.આહિલ તમારા માટે એક ખુશખબર છે.અંજલીને ભાન આવી ચૂક્યું છે તમે એમને મળી શકો છો.
અહિલની ખુશીનું ઠેકાણું જ નહોતું એ દોડીને અંજલીના રૂમમાં પહોંચ્યો.
અંજલિ તું કેમ ખોટું બોલી કે તું મારી અંજલિ નથી.
અંજલીએ એને ગળે લગાવ્યો અને રડવા લાગી.
તારી પર મારો કોઈ હક નથી તું તારા જીવનમાં ઘણો આગળ વધી ગયો છું. તું ખુશ છું એ જ મારા માટે ખુશીની વાત છે. તને છોડવું એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.
તું જેને આપના વચ્ચેની દુરી ગણું છું એના કારણે જ તું અહીંયા છું.
શુ?
તને માથા પર વગવાના કારણે ખૂબ લોહી વહી ગયું હતું અને મારી પત્નીએ એનો જીવ આપી તમને બચવ્યા.અને એણે મને બધું જ જણાવ્યું કે તારી સાથે શુ થયું. ભૂલ તો મારી પણ હતી.મારી શંકા ના આદતને કારણે તું મને છોડી ગઈ મારો તારી પર કોઈ હક નહોતો. પણ તું દૂર ગઈ પછી મને મારી ભૂલનો અહેસાસ થયો.
તું દેખવા માંગે છે કે કોણ છે જેણે જીવ આપીને તારો જીવ બચાવ્યો.અને આહિલ એને એક ફોટો બતાવે છે.
ફોટો જોઈ અંજલિ ચોંકી જાય છે.
મમતા તારી પત્ની છે!?
અંજલીના ધબકાર વધવા મંડ્યા અને મો માંથી લોહી નીકળવા લાગ્યું.
ડોકટર જલ્દી…અંજલીને કઇંક થઈ રહ્યું છે.
આહિલ ઉભો રે…મારાથી દૂર ન જઈશ.મારી પાસે વધારે સમય નથી.અને અંજલિ અહિલનો હાથ પકડી લે છે.અંજલિ છોડ મને ડોક્ટર ને બોલવા જાવા દે.
આહિલ હવે મારા જવાનો સમય થઈ ચૂક્યો છે કિસ્મતમાં આપણું મળવું છે જ નહીં.તું મને વચન આપ કે મારા દીકરા તેજનું ધ્યાન રાખીશ અને એને તારું નામ આપીશ. હું નથી ચાહતી કે આરવ નો પડછાયો પણ એના પર પડે.
અંજલિ આવું કેમ બોલે છે તને કંઈ નહીં થાય.
નહિ આહિલ હવે વધારે ખોટું નહિ હું જાણું છું મમતા જીવે છે. અને મારા કારણે એ તારાથી દૂર જય છે. મારા ગયા બાદ તમે બને એક થઈ જજો
આપણી કહાની તો ત્યારે જ અધૂરી રહી ગઈ હતી જ્યારે હું તને છોડી ગઈ હતી.
અંજલિ
અંજલિ તું મને છોડીને ના જઈ શકે.ડોકટર આ કેમ કંઈ બોલતી નથી.
મી.આહિલ અંજલિ હવે નથી રહી.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.