એક અંધશ્રદ્ધાને કારણે આ ગામમાં 7 દિવસ પહેલા જ દિવાળી ઉજવાય છે

Please log in or register to like posts.
News

છત્તીસગઢના ધમતરીના સેમરા ગામમાં દરેક તહેવાર સાત દિવસ પહેલા જ ઉજવવામાં આવે છે. દિવાળીમાં પણ અહી 7 દિવસ પહેલા, એટલે કે 12 ઓક્ટોબરના રોજ ઉજવાઈ ગઈ. આ પાછળ ગ્રામ દેવતાની નારાજગીનો ભય હોવાનું કારણ જણાવવામાં આવે છે. ગ્રામ દેવતાની નારાજગીનો ડર, અનિષ્ટની આશંકાને કારણે જ સેમરા ગામની પરંપરાઓ તેમને ભારતમાં અનોખા બનાવે છે.

જ્યાં દિવાળી સાત દિવસ પહેલા ઉજવાય છે, તેથી લોકો ખરીદી અને સફાઈ પણ તેના પહેલા જ કરી લે છે. સમેરા ગામમાં સાત દિવસ પહેલા જ લક્ષ્મી પૂજા અને આતશબાજી કરી દેવાય છે.

હાલના સમયમાં આ બાબતને આપણે અંધશ્રદ્ધા જ કહી શકીએ. પરંતુ આસ્થાને કારણે આ ગામના લોકોને આખા પરિવારની જેમ બાંધીને રાખી દીધું છે. અહીંની દિવાળી આખું ગામ એક પરિવારની જેમ મળીને ઉજવે છે. ધનતેરસથી લઈને ગોવર્ધનમ પૂજા સુધી બધુ જ સાત દિવસ પહેલા જ ઉજવવામાં આવે છે.[widgets_on_pages id=”1″]

ગામના વૃદ્ધો આ અંધશ્રદ્ધા પાછળનું કારણ જણાવે છે, જે તેમણે પોતાના પૂર્વજો પાસેથી સાંભળી છે. ગ્રામીણ શખ્સ ગજેન્દ્ર સિન્હા તેમજ સુખરામે જણાવ્યું કે, બહુ વર્ષો પહેલા ગામમાં અલગ અલગ જાતિના બે મિત્રો રહેતા હતા. એકવાર બંને જંગલમાં ગયા હતા, પરંતુ જંગલી પ્રાણીઓના શિકાર થઈ ગયા હતા. બંનેના મૃતદેહ ગામમાં અલગ અલગ સરહદો પર દફનાવવામાં આવ્યા હતા. મોતના થોડા દિવસ બાદ ગામના માલગુજારને તે મિત્ર સપનામાં આવ્યો હતો અને કહ્યું કે, ગામમાં અમને દેવતાના સ્વરૂપે ઉજવો. દિવાળી, અષ્ટમી હોય કે નવમી, ગામના જે પણ તહેવારો ગામના લોકો અલગ અલગ રીતે ઉજવશે તો તેને અનિષ્ટનો સામનો કરવો પડશે. બસ ત્યારથી અત્યાર સુધી દિવાળી અમાસની જગ્યાએ અષ્ટમીના રોજ ઉજવવામાં આવે છે. ગામમાં બંને મિત્રોની પૂજા સિરદાર દેવતાના રૂપમાં કરવામાં આવે છે.

સમેરાના ગ્રામીણ રામ સાહુ જણાવે છે કે, નવી પેઢી આજે ભલે ઈન્ટરનેટના માધ્યમથી જોડાયેલી હોય, આધુનિક સંશાધનોનો ઉપયોગ કરતી હોય, પરંતુ ગામની આ પ્રથાને તેઓ પણ સ્વીકારે છે. અમે તેને અમારા પૂર્વજોની ધરોહર માનીએ છીએ અને આગળ વધારવા માંગીએ છીએ.

Source: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.