in

ઘણા સમયથી એક્સ બોયફ્રેન્ડના જવાબનો રાહ જોઈ રહી હતી આ સ્ટારકિડ, હાલમાં જ કર્યું ડેબ્યુ

અનન્યા પાંડે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ ના કારણે ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ પછી એ સતત આ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. આ કારણથી જ એ અવારનવાર કોઈ ને કોઈ એવું નિવેદન આપે છે જે ચર્ચામાં આવે છે. હાલમાં જ અનન્યાએ પોતાના અંગત જીવનને લઈને મોટું નિવેદન આપ્યું હતું. અનન્યાનું આ નિવેદન એના એક્સ બોયફ્રેન્ડ સાથે જોડાયેલું છે.

Advertisements

અનન્યા ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં પહોંચી હતી. એ જ દરમિયાન અનન્યાએ આ વાત જણાવી. અનન્યાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું – ફક્ત એક સિવાય મારે કોઈ પણ એક્સ બોયફ્રેન્ડ સાથે મિત્રતા નથી. એ પણ એટલા માટે છે કારણકે મારે કેટલાક પ્રશ્નોના જવાબો જોઈએ છે. તેણે મને બ્લોક કરી દીધી છે. હું હજી પણ એના જવાબની રાહ જોઈ રહી છું. ‘

આ પહેલા અનન્યાએ સલમાન ખાન વિષે એવી વાત કહી દીધી હતી જે સોશ્યિલ મીડિયા પર છવાયેલી રહી. અનન્યાએ એ વાત કોઈમોઇ વેબસાઈટને ઇન્ટરવ્યૂમાં કહી હતી. એ ઇન્ટરવ્યૂમાં અનન્યાને પૂછવામાં આવ્યું હતું કે એ કોને ‘પતિ’ અને અને કોને ‘વો’ બનાવવા ઇચ્છશે ? જવાબમાં અભિનેત્રીએ કહ્યું ‘સલમાનને પોતાનો ‘પતિ’ બનાવવા ઈચ્છે છે. સલમાન ઝુડવામાં હતા એટલા માટે એ એને ‘વો’ પણ બનાવવા ઈચ્છે છે.’

Advertisements

રસપ્રદ વાત એ છે કે સલમાન અને અનન્યાની ઉંમરમાં ઘણો તફાવત છે. સલમાન 53 ના છે છે જયારે અનન્ય 21 વર્ષની છે. એટલે કે અનન્યા સાલમાંથી ઉંમરમાં 32 વર્ષ નાની છે. તમને જણાવી દઈએ કે, અનન્યા પાંડે ચંકી પાંડેની દીકરી છે અને ‘પતિ પત્ની ઔર વો’ એની બીજી ફિલ્મ છે. અનન્યાએ બોલીવુડમાં ‘સ્ટુડન્ટ ઓફ દ યર 2’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.

Advertisements

‘પતિ પત્ની ઔર વો’ ફિલ્મ વિષે વાત કરીયે તો કાર્તિક અને અનન્યા સિવાય એમાં ભૂમિ પેડનેકર પણ છે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.જે 6 ડિસેમ્બરે જ રિલીઝ થઇ છે. આ ફિલ્મનું નિર્દેશન મુદાસીર અઝીઝે કર્યું છે. આ ફિલ્મમાં પહેલી વાર આ ત્રણેય કલાકારો એક સાથે કામ કરી રહ્યા છે.

ટિપ્પણી
Advertisements

કોઈને ભૂલમાં પણ ના જણાવવી જોઈએ પોતાની આ 5 વાતો

નાઈટ ક્રીમ માટે કરો એલોવેરા જેલનો ઉપયોગ, જાણો બનાવવાની રીત