આ મંદિરની રખેવાળી કરે છે શાકાહારી મગર, પૂજારીના હાથથી પ્રસાદ ખાય છે મગર

Please log in or register to like posts.
News

કેરળના અનંતપુર મંદિર, જે કાસરગોડમા આવેલુ છે. આ કેરળનુ એકમાત્ર સરોવર મંદિર છે. આ મંદિરની માન્યતા છે કે, અહીં મંદિરની રખેવાળી એક મગરમચ્છ કરે છે. બબીઆ નામના મગરથી ફેમસ આ મંદિરની એક માન્યતા એવી પણ છે કે, જ્યારે પણ આ સરોવરમાં એક મગરનું મોત થાય છે, તો રહસ્યમયી રીતે બીજો મગર પ્રકટ જ થઈ જાય છે. બે એકરમાઁ ફેલાયેલા સરોવરની વચ્ચોવચ બનેલુ આ મંદિર ભગવા વિષ્ણુનું છે. કહેવાય છે કે, આ સરોવરમાં રહેતો મગર સંપૂ્ર્ણ રીતે શાકાહારી છે અને પૂજારી તેના મોંઢામા પ્રસાદ આપીને તેનું પેટ ભરે છે.

પૂજારીના હાથથી ખાય છે મગર

સ્થાનિક લોકોનું કહેવું છે કે, ભલે કેટલો પણ વરસાદ પડે, પરંતુ સરોવરનું પાણીનુ સ્તર તો એક જેવુ જ રહે છે. આ મગર અંનતપુર મંદિરના સરોવરમાં અંદાજે 60 વર્ષોથી રહે છે. ભગવાનની પૂજા બાદ ભક્તો દ્વારા ચઢાવવામા આવેલ પ્રસાદ બબીઆને ખવડાવવામાં આવે છે. પ્રસાદ ખવડાવવાની પરમિશન માત્ર મંદિર મેનેજમેન્ટના લોકોને જ છે. માન્યતા છે કે, આ મગર માત્ર પ્રસાદ જ ખાય છે, તે પણ પૂજારી દ્વારા તેના મોઢામાં ખવડાવવામા આવે છે. આ મગર સરોવરના અન્ય જીવોને પણ નુકશાન નથી કરતો.

અંગ્રેજોએ મગરને ગોળી મારી હતી

Chania

કહેવાય છે કે, 1945માં એક અંગ્રેજ સિપાહીએ મગરને ગોળી મારીને મારી નાખ્યો હતો. પરંતુ અવિશ્વસનીય રીતે, બીજા જ દિવસે મગર સરોવરમાં તરતો જોવા મળ્યો હતો. થોડા દિવસો બાદ અંગ્રેજ સિપાહીનું સાપે ડંખ માર્યા બાદ મોત થયું હતું. લોકો તેને સાપના દેવતા અનંતનો બદલો માને છે. લોકો કહે છે કે, એ લોકો ભાગ્યશાળી હોય છે, જેમને મગરના દર્શન થાય છે. મંદિરના ટ્રસ્ટી કહે છે કે, અમારો દૃઢ વિશ્વાસ છે કે, આ મગર ઈશ્વરનો દૂત છે અને જ્યારે પણ મંદિર કેમ્પસમાં કે તેની આસપાસ કંઈ પણ ખરાબ થવાનું હોય તો મગર અમને સંકેત આપે છે.

Chania

Source: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.