in

ભારત દેશ તથા સમગ્ર આદિવાસી લોકોએ ગૌરવ લેવા જેવી બાબત, તમે જાણીને પણ ખુશ થઈ જશોa

જિલ્લાના પછાત વિસ્તારના એક આદિવાસી મૂર્તિકારની કળા ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં ભારત દેશની એક અનોખી શાન બની છે. જે છોટાઉદેપુર સાથેના સમગ્ર દેશ માટે આ એક ગૌરવની વાત ગણી શકાય. છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે સ્થિત ભાષા કેન્દ્રએ આદિવાસીઓમાં છૂપાયેલી કળા પ્રતિભાને ઉજાગર કરવા પ્લેટફોર્મ પુરૂં પાડવાનું કામ કર્યું છે. અંતરીયાળ ગામડાઓમાં રહેલા અનોખા ક્લાકારોની કલાને બહાર લાવવાનું કામ આ સંસ્થાએ કરી છે. અવારનવાર સેમિનાર અને એક્ઝિબિશન યોજીને બહારથી લોકોને બોલાવવામાં આવે છે.

an idol made by the Chotaudepur tribe arrives at the Museum of England

Advertisements

અહીંના આદિવાસીઓની અનોખી કલાકૃતિઓને આ પ્રદર્શનમાં રાખવામાં આવે છે. 2012માં ઇંગ્લેન્ડના રહેવાસી અને કલાના કદરદાન માર્ક ઇલીયટ ભારત આવ્યા હતા અને તેજગઢ ભાષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન માર્ક ઇલિયટે ભાષા કેન્દ્ર દ્વારા યોજાયેલા “આદીવાસીની આંખ ” પ્રદર્શનમાં અહીંના આદીવાસીઓએ જાતે બનાવેલી કૃતિઓ નિહાળી હતી. જે પૈકી ઘેરૈયાની મૂર્તિ તેઓને ખુબ જ પસંદ પડી ગઇ હતી. ચાલુ વર્ષે મે મહિનામાં માર્ક ઇલિયટે ફરી એકવાર તેજગઢની મુલાકાત લઇને ઘેરૈયાની મૂર્તિ બનાવવાની માંગણી કરી હતી.

an idol made by the Chotaudepur tribe arrives at the Museum of England

છોટાઉદેપુર જિલ્લાના ગાંઠિયા ગામનો બાલુભાઇ રાઠવા ભારત સરકાર દ્વારા ભારતભરમાં પોતાની કલાને પ્રદર્શિત કરી છે. હવે બાલુભાઇએ બનાવેલી મૂર્તિની માંગ વિદેશમાં થતાં તેણે પોતાની કળા દ્વારા સાડા ચાર ફૂટ ઊંચી એક આદિવાસી ઘેરૈયાની સુંદર મૂર્તિ બનાવીને ઇંગ્લેન્ડ પોહચાડી હતી. આ આદિવાસી ઘેરૈયાની મૂર્તિ ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં કાયમ માટે મૂકાઇ ગઈ છે. જે ભારત દેશ અને દરેક આદિવાસી સમાજ માટે ખુબ જ ભાગ્ય ઉપરાંત ગૌરવની વાત છે. બાલુભાઇ રાઠવા કહે છે કે, ગામના જ એક વડીલ પાસેથી મૂર્તિ કળાની પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું. આદિવાસી સમાજમા કોઇનું મૃત્યુ થાય ત્યારે તેઓ પોતાના સ્વજનને જીવંત સ્વરૂપે રાખવા ખત્રીજ (એક લાકડામાંથી બનાવેલી મૂર્તિ) બનાવીને ઘરની આસપાસ જ મૂકે છે.વાર તહેવારે તેની પૂજા કરે છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

વિરાટ કોહલીએ ટેસ્ટમાં દરમિયાન ફટકારી સાતમી બેવડી સદી, અને બધા રેકોર્ડ તોડ્યા

જિમી ફૉલેનના ચેટ શો દરમિયાન પ્રિયંકા ચોપરા, ‘હોટ વન્સ’ ચેલેન્જ બાદ આંખોમાંથી આંસુ નીકળી ગયા