જ્યારે શરીર થી નીકળે છે જીવ, કંઈક આવું થાય છે શરીરની સાથે

Please log in or register to like posts.
News

માનવ જીવનના સફરનું અંતિમ મુકામ અને સચ્ચાઈ મૃત્યુ છે, જેને ના તો બદલી શકાય છે અને ના તો નકારી શકાય છે. આનું આવવું તો નિશ્ચિત છે, તો મૃત્યુ કેમ આવે છે અથવા મૃત્યુ નું રહસ્ય શું છે, શું તમને ખબર છે ? જો ના તો ચાલો આજે તમને મૃત્યુથી જોડાયેલી કેટલીક વાતો બતાવીએ,કદાચ આ વાતોને જાણવું તમારા માટે જરૂરી છે.

જો આધ્યાત્મિકતાના આધાર પર જોઈએ તો શરીરમાંથી જીવ એટલે આત્માથી અલગ થઈ જવાને મૃત્યુ નું નામ આપવામાં આવ્યું છે, જેમાં જીવ શરીરમાંથી નીકળતા શરીર કોઈ નિર્જીવ વસ્તુઓ ની સમાન થઈ જાય છે, પરંતુ વિજ્ઞાનના પ્રમાણે મૃત્યુનો અર્થ ભિન્ન છે. વિજ્ઞાન આ વિષયમાં બે પ્રકારની તરંગો ભૌતિક તરંગ અને માનસિક તરંગ નું તર્ક આપે છે તેમજ જ્યારે આ બંને તરંગોની વચ્ચે સંપર્ક સમાપ્ત થઈ જાય છે તો મનુષ્ય કાળના ગાલમાં સમાવી જાય છે. એમ તો મૃત્યુને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યું છે,જે ભૌતિક, માનસિક તેમજ આધ્યાત્મિક શ્રેણી છે.

ભૌતિક શ્રેણીમાં એવી મૃત્યુ આવે છે, જેમાં દુર્ઘટના અથવા બીમારીના લીધે મૃત્યુ થઇ જાય છે, જેના લીધે અચાનક જ ભૌતિક તરંગો માનસિક તરંગો થી અલગ થઈ જાય છે તેમજ મનુષ્ય પોતાના જીવનો ત્યાગ કરી દે છે.

ઘણીવાર તમે સાંભળ્યું હશે અથવા તો જોયું હશે કે કોઈ ઘટનાની ખબર સાંભળીને કોઈ બીજા વ્યક્તિના પ્રાણ પંખી શરીર છોડી દે છે. જો હા તો આ પ્રકારની મૃત્યુમાં ભૌતિક તરંગો માનસિક તરંગોથી અલગ થઈ જાય છે તથા આને મૃત્યુ નું માનસિક કારણ માનવામાં આવે છે.

માનસિક તરંગ નો પ્રવાહ જ્યારે આધ્યાત્મિક પ્રવાહમાં સમાવેશ થઈ જાય છે તો આ આ પ્રકારે થયેલી વ્યક્તિની મૃત્યુ ને આધ્યાત્મિક શ્રેણીમાં સમાવેશ કરવામાં આવી છે. આમાં ભૌતિક તરંગ (ભૌતિક શરીર) નો સંપર્ક માનસિક તરંગોથી તૂટી જાય છે, જેને ઋષિમુનિઓએ મહામૃત્યુ કહીને સંબોધિત કર્યું છે. એક વાત હજુ ધ્યાનમાં રાખો કે ગ્રંથોના પ્રમાણે મહામૃત્યુ ની પ્રાપ્તિ કરવા વાળા પ્રાણી ફરીથી જન્મ નથી લેતા તેમજ આત્મા જીવન-મૃત્યુના બંધનથી મુક્તિ પામે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.