હેપ્પી બર્થ -ડે બચ્ચન : અમિતાભે પોસ્ટ કરેલી કેટલીક યાદગાર ક્ષણોની તસવીરો

Please log in or register to like posts.
News

અમિતાભે થોડાં સમય પહેલાં તેમની કેટલીક વણદેખેલી તસવીરો સોશિઅલ મીડિયામાં શેર કરી હતી.

 

હાસ્ય અભિનેતા મહેમૂદ સાથે

હાસ્ય અભિનેતા મહેમૂદ સાથેની તસવીર તેમણે ફેબ્રુઆરી-2017માં પોસ્ટ કરી હતી.

એવૉર્ડ સ્વીકારી રહેલા બચ્ચન

ફિલ્મ ‘શોલે’ માટે ‘ગોલ્ડન જ્યુબિલી મ્યુઝિક એવૉર્ડ’ લેતા સમયની આ તસવીર અમિતાભે પહેલી એપ્રિલે પોસ્ટ કરી હતી. કહેવાય છે કે રમેશ સિપ્પીની ફિલ્મ ‘શોલે’ને જ્યારે પહેલીવાર રિલીઝ કરવામાં આવી ત્યારે સમીક્ષકોએ તેને પસંદ નહોતી કરી. ફિલ્મને બીજીવાર એડિટ કરી આવી અને ફરી રિલીઝ કરવામાં આવી હતી. બાદમાં મહિનાઓ સુધી સિનેમાહૉલમાં આ ફિલ્મ રહી હતી.

અમિતાભ સાથે વિનોદ ખન્ના, નીતુ સિંહ, શબાના આઝમી અને પરવીન બાબી દેખાઈ રહ્યા છે

વર્ષ 1977માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અમર અકબર એન્થની’ના શૂટિંગ સમયની આ તસવીર અમિતાભે 29 મે, 2017ના રોજ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તસવીરમાં અમિતાભ સાથે વિનોદ ખન્ના, નીતુ સિંહ, શબાના આઝમી અને પરવીન બાબી દેખાઈ રહ્યા છે.

અભિષેક બચ્ચના જન્મ બાદની તસવીર

અભિષેક બચ્ચનના જન્મ બાદ ખેંચવામાં આવેલી આ તસવીર અમિતાભે 12 જૂનના રોજ પોસ્ટ કરી હતી. હૉસ્પિટલમાં અભિષેક સાથેની આ તસવીર સાથે તેમણે લખ્યું હતું, ‘તમે આ વ્યક્તિ વિશે કોઈ અનુમાન કરો તેની પહેલા હું કહેવા માગુ છું કે હવે તેમની ઊંચાઈ 6 ફૂટ 3 ઈંચ છે.’

[widgets_on_pages id=”1″]

અમિતાભ સાથે બાળવયના અભિષેક બચ્ચન

મનમોહન દેસાઈની ફિલ્મ ‘કુલી’ 1983માં રિલીઝ થઈ હતી. ફિલ્મના એક ફાઈટિંગ સીન દરમિયાન અમિતાભને ગંભીર ઈજા થઈ હતી. જૂન 10,2017ના રોજ અમિતાભે આ તસવીર પોસ્ટ કરી લખ્યું હતું, ‘અકસ્માત બાદ હું ઘરમાં એક પુરુષ નર્સ એટલે કે અભિષેકની દેખરેખ હેઠળ હતો.’

અમિતાભ અને મહેન્દ્રસિંહ ધોનીની તસવીર

ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની એકવાર અમિતાભને મળવા સેટ પર પહોંચી ગયો હતો. તે સમયની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા સમયે અમિતાભે લખ્યું, ‘બાગબાન અથવા બાબુલના શૂટિંગ સમયે ધોની મને મળવા આવ્યો હતો. તે મહાન વ્યક્તિત્વ સાથે આ મારી પહેલી મુલાકાત હતી.’

અમિતાભ અને ધર્મેન્દ્ર

‘કામ કરવા માટે ઉત્સુક બે કલાકાર’ – ‘શોલે’ ફિલ્મમાં જેલના સીનના શૂટિંગ પહેલાની તસવીર.

જયા બચ્ચનની તસવીર

પત્ની જયા બચ્ચનની લગ્ન પહેલાંની તસવીર પોસ્ટ કરી અમિતાભે લખ્યું, ‘મારી પત્ની, એ સમયની તસવીર જ્યારે તે મારી પત્ની નહોતી’.

અમિતાભ અને ધર્મેન્દ્ર

પોતાના મિત્ર વીરુ એટલે કે ધર્મેન્દ્ર સાથે ફિલ્મ શોલેના એક સીનના શૂટિંગ પહેલાં રિહર્સલ કરતા સમયની તસવીર.

 

Source: BBC Gujarati

 

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.