in

બોલિવૂડના આ મહાનાયક નું સૌથી મોટું ફરમાન, છેવટે બધાને ચોંકાવીને કરી રીટાયરમેન્ટની જાહેરાત

અમિતાભ બચ્ચન કેટલાક 50 વર્ષથી બોલિવૂડનો એક મહત્વનો હિસ્સો છે. સદીના મહાનાયક ગણાતા બીગ બીએ વર્ષ 1969માં મૂવી સાત હિન્દુસ્તાની ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અમિતાભ 50 વર્ષથી સતત કોઈ પણ વિરામ વગર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. જો કે વધતી ઉંમર સાથે બીગ બીને પણ સમસ્યાઓ આવી રહી છે. આવી પરીસ્થિતિમાં અમિતાભ બચ્ચન હવે નિવૃત્તિ લેવાનો વિચાર કરી રહ્યા છે. તેનો ઉલ્લેખ તેણે પોતાના બ્લોગમાં કરી દીધો છે. કે જેની ચારેકોર ચર્ચા છે.

Advertisements

આ બધા દિવસોમાં અમિતાભ બચ્ચન બ્રહ્માસ્ત્ર મૂવીમાં શૂટિંગ દરમિયાન મનાલી ગયા છે. ત્યાં પહોંચવાના તેમના અનુભવ બાબતે અમિતાભે જણાવ્યું કે, ‘આ નાના સુંદર સ્થળે હું કારથી 12 કલાકે પહોંચ્યો, અહીંના રસ્તાઓ બહુ સારા નથી અને વાતાવરણ પણ થોડું અલગ છે. મારે હવે નિવૃત્તિ લેવી પડશે.. મારું મન ક્યાંક બીજે છે અને આંગળીઓ કંઈક બીજું કરી રહી છે. આ એક સંદેશ છે.


જાણવા મળ્યું છે કે, બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યા છે. ડાયરેક્ટર અયાન મુખર્જી આ મૂવી બનાવી રહ્યા છે. હમણાં કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ પૂરું કર્યા પછી અમિતાભ મનાલી તરફ વળ્યા છે. તે બ્રહ્માસ્ત્ર ફિલ્મના ક્લાઇમેક્સ શૂટિંગ માટે ત્યાં ગયા છે. આ સિવાય અમિતાભ બચ્ચન ઝુંડ, ગુલાબો સિતાબો, બટરફ્લાઈ, એબી આળિ સીડી, ઉયરનધા અને ચેહરેમાં કામ કરી રહ્યા છે.

ટિપ્પણી
Advertisements

5 ડિસેમ્બર એ બુધ કરશે વૃશ્ચિક રાશિ માં પ્રવેશ, કઈ રાશિઓ નું બદલાશે ભાગ્ય, જાણો

યુવરાજ હેઝલના મેરેજના ત્રીજા વર્ષે પત્નીએ ફોટો શેર કર્યો અને લખ્યું – પહેલા જેવું નથી રહ્યું