મુકેશ અંબાણીના ડ્રાઇવરનો પગાર સાંભળી હોશ ઉડી જશે, સોશ્યલ મીડિયા પર વાયરલ

Please log in or register to like posts.
News

મૂળ ગુજરાતી મુકેશ અંબાણી સતત મહેનત કરીને દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. મુકેશ અંબાણીની ગણતરી દેશમાં જ નહીં પરંતુ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં પણ થાય છે. તેમનું ઘર પણ દુનિયાના આલીશાન અને મોંઘા ઘરોની યાદીમાં સામેલ છે. મુકેશ અંબાણીની પાસે હેલિકોપ્ટરની સાથો સાથ 500થી વધુ ગાડીઓ છે.

આપણે તેમના ઘરને સ્વર્ગ કહી શકીએ છી કારણ કે તેમનું ઘર તમામ સુખ સુવિધાઓથી ભરપૂર છે. હવે મુકેશ અંબાણી નહીં પરંતુ તેમનો ડ્રાઇવર વાયરલ થઇ રહ્યો છે. જી હા…સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કહ્યું છે કે કેવી રીતે મુકેશ અંબાણી ડ્રાઇવરની પસંદગી કરે છે અને કેટલો પગાર આપે છે.

મુકેશ અંબાણીના ઘરનો નોકર બનવું સરળ નથી…

તમે મુકેશ અંબાણી અંગે કેટલીય વાતો જાણતા હશો પરંતુ શું તમે જાણો છો કે મુકેશ અંબાણી પોતાના ડ્રાઇવરને કેટલો પગાર આપે છે. વીડિયોમાં કહ્યું છે કે મુકેશ અંબાણીના ઘરનો નોકર બનવું પણ એટલું સરળ નથી અને વાત છે તેમના ડ્રાઇવરની તો તમે વિચારી જ શકો છો. તેના માટે કેટલી મહેનત કરવી જરૂરી છે.

અંબાણીના ડ્રાઇવર બન્યા બાદ પદને પ્રાપ્ત કરવા માટે ડ્રાઇવરોને ઘણા બધા પરીક્ષણમાંથી પસાર થવું પડે છે. મુકેશ અંબાણીના ડ્રાઇવર બનવા માટે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આ કંપનીઓ દ્વારા ડ્રાઇવરને સંપૂર્ણ તાલીમ આપ્યા બાદ તેમને સુનિશ્ચિત કરાય છે. એ પણ જોવામાં આવે છે કે કોઇ પરેશાનીને ડ્રાઇવર કેવી રીતે હેન્ડલ કરી શકે છે.

મુકેશ અંબાણી પોતાના ડ્રાઇવરોને ઘણો મોટો પગાર આપે છે. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે મુકેશ અંબાણીના એક ડ્રાઇવરનો મહિનાનો પગાર 2 લાખ રૂપિયાથી પણ વધુ હોય છે. કોઇ ડ્રાઇવર માટે આટલો મોટો પગાર લેવો ખૂબ મોટી વાત હોય છે. આ વાત સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Source: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.