in

જો તમે આગામી મહિને અંબાજી જવાનો પ્લાન કરતા હોવ તો થઇ શકે છે તકલીફ

શું તમે અંબાજી જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. એટલે એક મહિના સુધી અંબાજી જવાનું ટાળજો એની પાછળનું કારણ એ છે કે ગુજરાત સરકારે રોડના સમારકામ માટે થઈને અંબાજી-દાંતા હાઇ-વે એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

– અંબાજી-દાંતા હાઇ-વે એક મહિના સુધી બંધ રાખવામાં આવશે

– રોડની સમારકામની કામગીરી માટે થઈને લેવાયો આ નિર્ણય

– જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું

પવિત્ર યાત્રાધામ અંબાજી ધામમાં મા અંબાના દર્શન માટે જતા દર્શનાર્થીઓને દાંતાથી અંબાજી દર્શન કરવા જવા માટે એક મહિના સુધી તો રાહ જોવી જ રહી કારણ કે 1 ડિેસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અંબાજી-દાંતા માર્ગ બંધ રાખવામાં આવશે. ત્રિશુળીયાં ઘાટ પર અકસ્માત નિવારવા આ કામગીરી હાથ ધરાઈ છે.

એ ખાસ મહત્વનું છે કે આ રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય છે. થોડા સમય પહેલા જ ત્રિશુળીયાં ઘાટ પર ગમખ્વાર અકસ્માત થયો હતો અને એમાં આણંદ જિલ્લાના શ્રદ્ધાળુઓ ભોગ થયા હતા. તો એટલે જ સાવચેતીના ભાગરૂપે આ માર્ગનું સમારકામ કરવામાં આવશે. પ્રોટેક્શન વોલ સહિતની કામગીરીને આ નિર્ણય લેવાયો છે. આ ભયજનક વળાંકોને દૂર કરવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. આ વિષે જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

દાંતાથી અંબાજી જવા માટે વાયા હડાદ થઈને ડાયવર્ઝન આપવામાં આવેલું છે. ત્રિશુળીયાં ઘાટમાં ડુંગરો કાપવાની કામગીરી માટે થઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કોઈપણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો એની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

શિયાળાની ઋતુમાં ગરમ પાણી અને સવારનું જોગિંગ રાહત આપશે સાંધાના દુખાવામાં

જાણો છો બાહુબલીનો ખતરનાક વિલેન કાલકેય હકીકતમાં કેવો દેખાય છે ?