દાડમ ની છાલથી બનેલી ચા નથી પીધી તો કશું જ નથી પીધું

Please log in or register to like posts.
News

તમે ગ્રીન ટી,બ્લેક ટી,આદુવાળી ચા અને લેમન ટી જરૂર ચાખી હશે, તમને સ્વાદમાં પણ સારી લાગી હશે. પરંતુ તમે ક્યારેક દાડમના છાલની ચા ના વિશે સાંભળ્યું છે? હા તો, દાડમના છાલની ચા જે હેલ્થના માટે ઘણુ ફાયદાકારક છે. દાડમ ના છાલ ની ચા માં આવેલા મહત્વપૂર્ણ એંટીઓકસીડેંટના કારણે આ શરીરને હેલ્ધી રાખવા ની સાથે સાથે દરેક બીમારીઓથી દૂર રાખે છે.

દાડમની છાલ માં એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ ની સાથે સાથે વિટામીન સી, ફેનોલિક અને ફ્લેવોનોઈડ્સ પણ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

આવી રીતે બનાવો દાડમ ના છાલની ચા

આની છાલ ને ચા બનાવવા માટે તૈયાર કરવાનું છે તો સૌથી પહેલા એને સાફ પાણીથી ધોઈને તડકામાં સુકવી લો. સૂકવ્યા પછી એના નાના નાના ટુકડાઓમાં તોડી લો. એના પછી એને બ્લેન્ડ કરીને એનો પાઉડર બનાવી લો. હવે દાડમની છાલ ના આ પાવડરને કોઇ એર ટાઇટ કન્ટેનરમાં ભરીને મૂકી દો કારણકે આ ખરાબ ના થાય.

દાડમની છાલ ની ચા બનાવવા માટે સૌથી પહેલાં કોઈ વાસણમાં એક કપ પાણી ગરમ કરો. હવે આ પાણીમાં એક ચમચી દાડમની છાલનો પાઉડર નાખો. થોડીવાર પાઉડરને પાણીમાં પલળવા દો હવે આને એક કપમાં ગાળી લો. સ્વાદને વધારવા માટે આમાં થોડું લીંબુનો રસ અને ઓર્ગેનિક મધ મેળવો.

શરીરની ગરમી દૂર થાય છે

દાડમની છાલની ચા પીવાથી ગરમીના દિવસોમાં વધેલી શરીરની ગરમી દૂર થાય છે.

પાચન માટે ફાયદાકારક

દાડમની છાલ માં આવેલા ઘણા એન્ટિ-ઓક્સિડન્ટ્સને કારણે ચા ઘણી ફાયદાકારક હોય છે અને ઘણા પ્રકારના ગંભીર રોગોથી શરીર ને બચાવે છે. જમ્યા પછી આ ચા ને પીવાથી તમારું પાચન સારું રહે છે.

ગળા માં ખીચખીચ

જો તમારા ગળા માં ખીચખીચ અથવા તો પછી ટોન્સિલ ના દુખાવાથી હેરાન છો તો આ ચા ને પીવો. આનાથી તમને આ સમસ્યાથી તરત આરામ મળી જશે.

હૃદયની બીમારીઓથી બચાવે

ફ્લેવેનોઈડ, ફિનોલિક્સ જેવા એન્ટી ઓક્સીડન્ટ ના કારણે આ ચા ને પીવાથી હ્રદય ની બીમારીઓની આશંકા ઓછી થઈ જાય છે. આ ચા ને પીવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. અને શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે.

ઓછું કરે છે ઉમ્ર નો પ્રભાવ

ચા માં આવેલા એન્ટિ-ઓક્સિડન્ટ્સ ના કારણે આ ચા ને પીવાથી તમારા ઉપર ઉમ્ર નો પ્રભાવ ઓછો થાય છે અને તમે પોતાની ઉંમરથી વધારે જુવાન દેખાવ છો વાસ્તવમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ્સને ન્યુટ્રિલાઈઝ કરે છે, જેના કારણે રીંકલ્સ અને કાળા ડાઘ નથી થતા.

સાંધાના દુખાવામાં પણ ફાયદાકારક

આ ચા ને પીવાથી સાંધાના દુખાવામાં તેમજ હાડકા ની કમજોરી માં પણ ફાયદો મળે છે.

કેન્સરથી પણ બચાવે

ઘણા પ્રકાર ની શોધ માં આ વાત સામે આવી છે કે દાડમ ની છાલ માં એવા ઘણા તત્વો આવેલા હોય છે જે શરીર માં કેન્સર ની આશંકા ને ઓછું કરે છે. આનો સૌથી વધારે ફાયદો સ્કીન કેન્સર માં જોવા મળ્યો છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.