મુસ્લિમો નો ઊંડો સંબંધ છે અમરનાથ યાત્રા થી, જાણો કઈ રીતે

Please log in or register to like posts.
News

અમરનાથ યાત્રા જ્યેષ્ઠ પુર્ણિમા 27 જૂન થી આરંભ થઈ ચૂકી છે,જે શ્રાવણ પુર્ણિમા આ 26 ઓગસ્ટ સુધી ચાલશે. અમરનાથ ધામ ભગવાન શિવ નું એક એવો તીર્થ છે,જેના થી ના માત્ર હિન્દુઓ ની આસ્થા જોડાયેલી છે પરંતુ મુસલમાન પણ આ તીર્થ માં વિશ્વાસ રાખે છે. આ માત્ર ધાર્મિક આસ્થા નું કેન્દ્ર નથી પરંતુ હિન્દુ અને મુસલમાન ને એક સાથે જોડવાનું સૂત્ર પણ છે. આવો,જોઈએ આ તીર્થસ્થળ થી મુસલમાનો નો કેવો ઊંડો સંબંધ છે. . .

1. આ ગુફા ની શોધ નો શ્રેય એક મુસલમાન ને

અમરનાથ ગુફા ની શોધ નો શ્રેય એક ગોવાળિયા ને આપવા માં આવે છે. બુટા મલિક નામ ના એક મુસ્લિમ ગોવાળિયો એક દિવસ ઘેટાં બકરા ચરાવતો ચારવતો ઘણી દૂર નીકળી ગયો. બુટા સ્વભાવ થી ઘણો વિનમ્ર અને દયાળુ હતો. ઉપર પહાડ પર એની ભેટ એક સાધુ થી થઈ. સાધુ એ બુટા ને એક કોલસા થી ભરેલી સગડી આપી. બુટા એ જ્યારે ઘરે આવી ને એને જોયું તો એમાં કોલસા ની જગ્યા એ સોનું ભરેલું હતું. ત્યારે એ પેલા સાધુ નો આભાર માનવા પોહચ્યો.

2. સાધુ ની જગ્યા એ મળી ગુફા

પરંતુ ત્યાં સાધુ ના મળ્યા અને એક ગુફા દેખાઈ. જ્યારે બુટા મલિક એ ગુફા ની અંદર જઈ ને જોયું તો બરફ થી બનેલું સફેદ શિવલિંગ ચમકી રહ્યું હતું. એણે આ વાત ગામવાળાઓ ને બતાવી અને આ ઘટના ના ત્રણ વર્ષ પછી અમરનાથ ની પ્રથમ યાત્રા શરૂ થઈ. ત્યાર થી જ આ યાત્રા નું ક્રમ ચાલી રહ્યું છે. બુટા મલિક ના વંશજ આજે પણ આ ગુફા અને શિવલિંગ ની દેખભાળ કરે છે.

3. કાશ્મીર નું વર્ણન કરે છે રાજતરંગિણી

મહાભારત કાળ થી લઈ ને 11 મી સદી ના મધ્ય સુધી કાશ્મીર નું વર્ણન કરવા વાળા સસ્કૃત ગ્રંથ રાજતરંગિણી પ્રમાણે,જૈનુલ આબિદિની (1420-1470) એ અમરનાથ ગુફા ની યાત્રા કરી હતી. એ વખતે  એ નદી ના બીજા છેડે કેનાલ નું નિર્માણ કરી રહ્યા હતા.

4. ઔરંગઝેબ પણ પોહચ્યો ગુફા સુધી

ફ્રેંચ ફિઝિસીયન ફ્રાંસિસ બાર્નર એ પોતાની પુસ્તક ‘ટ્રાવેલ્સ ઇન ધ મુગલ એમ્પાયર’માં મુગલ બાદશાહ ઔરંગઝેબ ની સાથે કાશ્મીર યાત્રા નું વર્ણન કર્યું છે,જેમાં બતાવવા માં આવ્યું છે કે કેવી રીતે ત્યાં ના મનોહર દ્રશ્યો એ એમનું મન મોહી લીધું હતું અને ઔરંગઝેબ પણ અમરનાથ ની ગુફા સુધી પોહચ્યા હતા. બાર્નર એ 1656-1668 ની વચ્ચે કાશ્મીર ની યાત્રા કરી.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.