ગુજરાતમાં આ જગ્યાએ રામ નામનો 21 કિલોનો પથ્થર 20 વર્ષથી તરે છે પાણીમાં

Please log in or register to like posts.
News

20 વર્ષ પહેલાં ભોલાગીરી બાપુ રામેશ્વરમથી લાવ્યા હતા પથ્થર, કરજણના આશ્રમમાં કરી હતી સ્થાપના

રાજ્યભરમાં આજે રામનવમીની ઉજવણી થઇ રહી છે, ત્યારે વડોદરા જિલ્લાના કરજણમાં આવેલા શીવવાડી આશ્રમમાં રામેશ્વરમથી લાવવામાં આવેલો પથ્થર છેલ્લા 20 વર્ષથી પાણીમાં તરી રહ્યો છે. આ પથ્થર અહીં આવતા ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ પથ્થર સતયુગમાં રામસેતુમાં વાપરવામાં આવેલો હોવાની ભક્તોની માન્યતા છે. જો કે સાયન્સના નિષ્ણાતો તેને દરિયાઇ જીવ કોરલ હોવાનું માને છે.

“શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર”

“શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર” ખરેખર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં દુનિયા ભલે ગમે તેટલી આગળ વધી ગઇ હોય પરંતુ જ્યાં શ્રદ્ધા અને ભક્તિનો વિષય આવે ત્યાં કોઇ પુરાવાની જરૂર નથી. સતયુગમાં ભગવાન રામે લંકા જવા માટે સમુદ્ર પર સેતુ બાંધવાની શરૂઆત કરી હતી ત્યારે નલ-નીલે પથ્થરો પર રામ નામ લખીને સમુદ્રમાં ફેંકતા પથ્થરો તરી ગયા હતા. કળીયુગમાં આવી ઘટના જોવા મળી રહી છે. 20 વર્ષ પહેલા રામેશ્વરમથી લાવવામાં આવેલો પથ્થર આજે પણ વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલા શીવવાડી આશ્રમમાં તરી રહ્યો છે.

આશ્રમના ભોલાગીરી બાપુ રામેશ્વરમથી 20 વર્ષ પહેલાં લાવ્યા હતા આ પથ્થર

આજથી 20 વર્ષ પહેલા કરજણ ખાતે આવેલા શીવવાડી આશ્રમના મહંત શ્રી ભોલાગીરી બાપુ રામેશ્વરમ ખાતે ગયા હતા. અને ત્યાંથી 21 કિલોનો પાણીમાં તરતો પથ્થર લઇ આવ્યા હતા. કરજણ ખાતે લાવ્યા બાદ ભવ્ય શોભાયાત્રા કાઢીને પથ્થરને કુંડ બનાવી તેમાં સ્થાપવામાં આવ્યો હતો. ત્યારથી આજ દિવસ સુધી આ પથ્થર પાણીમાં તરી રહ્યો છે. શીવવાડી આશ્રમમાં ભગવાન ભોલેનાથનું મંદિર પણ આવેલુ છે. આ પથ્થરના દર્શન માટે દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. 21 કિલોનો આ પથ્થર ચમત્કારિક રીતે તરી રહ્યો છે, જે અનેક રહસ્યો ઉભા કરે છે.

હું માનું છું કે આ પથ્થર રામસેતુમાં વાપરવામાં આવ્યો હતો: સ્થાનિક શ્રધ્ધાળુ

કજરણ ખાતે રહેતા રણજીતસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ કે, હું છેલ્લા 20 વર્ષથી અહીં આ પથ્થરના દર્શન કરવા માટે આવુ છુ. આ પથ્થર 20 વર્ષથી સતત પાણીમાં તરી રહ્યો છે. હું માનુ છુ કે, આ પથ્થર રામસેતુમાં વાપરવામાં આવેલો પથ્થર છે જેના કારણે તે હજુ સુધી તરી રહ્યો છે. મને તો કળીયુગમાં પણ સતયુગનો અનુભવ થઇ રહ્યો છે.

વર્ષોથી હું આ પથ્થરને તરતો જોઉં છું: વિહાભાઇ ભરવાડ

શિવવાડી આશ્રમમાં દર્શને જતા વિહાભાઇ ભરવાડે જણાવ્યુ હતુ કે, હું વર્ષોથી આ શિવવાડી આશ્રમમાં આવુ છુ. અને આ પથ્થરને તરતો જ જોઉ છુ. ખરેખર ભક્તોમાં આ પથ્થરને લઇને શ્રદ્ધા અને આસ્થા જોવા મળી રહી છે.

પાણીમાં જે તરે છે તે દરિયાઇ જીવ કોરલ હોઇ શકે: એન્વાયરમેન્ટલ સાયન્સના તજજ્ઞ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના એન્વાયર્મેન્ટ સાયન્સ વિભાગના હેડ અરૂણ આર્યએ જણાવ્યુ હતુ કે, પાણીમાં જે તરે છે તે દરિયાઇ જીવ કોરલ હોઇ શકે છે. જીવતુ કોરસ પ્રાણી પથ્થર જેવુ જ દેખાય છે. અને મૃત્યુ પામ્યા બાદ પણ તે પથ્થર જેવુ જ લાગે છે. તે અંદરથી પોલુ હોવાથી પાણીમાં તરે પણ છે. કોરલ જીવ ઓસ્ટ્રેલિયન દરિયામાં અને જ્યાં ગરમ સમુદ્રી પાણી હોય વધારે માત્રામાં જોવા મળે છે. તે વજનદાર પણ હોઇ શકે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

સ્રોત : દિવ્યભાસ્કર

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.