આ રીતે કરો એલોવેરાનો ઉપયોગ, 2 મહિનામાં સુગર કંટ્રોલમાં આવી જશે!

Please log in or register to like posts.
News

ડાયાબિટીસ માટે ફાયદાકારક

એલોવેરાનો ઉપયોગ વાળ અને ચહેરા માટે તો તમે કર્યો જ હશે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે એલોવેરાની મદદથી તમે ડાયાબિટીસની બીમારીથી છૂટકારો મેળવી શકો છો. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે એલોવેરા સુગરની બીમારીનો રામબાણ ઈલાજ છે.

વજન ઘટાડવામાં મદદરુપ

એલોવેરામાં ઈમોડિન નામનું તત્વ હોય છે જે શરીરમાં ઉપલબ્ધ ગ્લુકોઝના લેવલને ઓછું કરી શકે છે. દરરોજ આનો ઉપયોગ કરવાથી શરીરને 2 પ્રકારના ફાઈબર પ્રાપ્ત થાય છે, જેનું નામ છે મૂસિલેઝ અને ગ્લૂકોમેનન. ભૂખ ઓછી કરીને વજન ઘટાડવામાં પણ તે મદદરુપ સાબિત થાય છે.

ઈન્સ્યુલિન લેવલ જળવાઈ રહે

આ સિવાય તેમાં ક્રોમિયમ અને મેગ્નીજ જેવા તત્વો પણ હોય છે, જે શરીરમાં ઈન્સ્યુલીનનું લેવલ જાળવી રાખે છે અને ડાયાબિટીસથી બચાવે છે.

2 મહિના સુધી પીઓ

દરરોજ માત્ર 2 ચમચી એલોવેરા જ્યુસ પીવાથી 2 મહિનામાં તમારા શરીરમાં સુગર લેવલ 50 ટકા સુધી ઓછું કરી દેશે. પરંતુ શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ એલોવેરા જ્યુસનો ઉપયોગ કરો.

ઘા રુઝાતા લાગે છે વાર

ડાયાબિટીસના દર્દીઓને જો ઈજા થાય તો ઘા રુઝાતા ઘણી વાર લાગે છે. એલોવેરા તેમના માટે પણ રામબાણ સાબિત થઈ શકે છે. એલોવેરાને ઈજા થઈ હોય ત્યાં લગાવવાથી દુ:ખાવો પણ ઓછો થાય છે અને ઘા રુઝાવવામાં પણ મદદ મળે છે.

ડાયટ પર ધ્યાન

ડાયાબિટીસના દર્દીઓએ ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવું જરુરી છે. આ સાથે જ એક્સર્સાઈઝ પણ કરવી જોઈએ.
(ડાયાબિટીસ પણ બે પ્રકારના હોય છે, અમુક દર્દીઓને સુગર લેવલ હાઈ રહેતું હોય છે તો અમુકને ઘટી જવાની સમસ્યા હોય છે. માટે ડોક્ટરની સલાહ લઈને ઉપચાર કરવો)

Source link

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.