in

ના હોય !! ટ્રંપ ના કાર્યક્રમને કવરેજ કરવા જતી સમાચાર ચેનલની ઓબી વનમાંથી દારૂ પકડાઈ ગયો

વાપી ટાઉન પોલીસે નેશનલ લસમચર ચેનલ રિપબ્લિક ભારતની ઓબી વેનમાં દમણથી નવ બોટલ દારૂ લઈને જતા ચેનલના મીડિયાકર્મી તથા તેના ચાલકને ઝડપી પાડી તેની સામે ફેજદારી નોંધી ધરપકડ કરી હતી.

Media van intercepted in Gujarat with whisky and beer bottles

વાપી ટાઉનના પોલીસ કર્મી ક્રિપાલસિંહ જામસંગ, કનકસિંહ દોલુભાઈ તથા ગનુભાઈ અરજણભાઈ પેટ્રોલિંગમાં હતા. તે સિવાય તેમને બાતમી મળી હતી કે, દમણ બાજુથી એક ટાટા 407 ઓબી વેનમાં દમણથી દારૂ ભરી વાપી તરફ્ લઈ જવાઈ રહ્યો છે. તેથી ડાભેલ ચેકપોસ્ટ પાસે પોલીસની ટીમ ઉભી રહી હતી. દરમિયાન બાતમી વાળી ઓબી વેન (નં. યુ.પી.16 ઈટી 3421) ને રોકી તેની તલાસી લેતા અંદરથી દારુની નવ બોટલ (કિંમત રૂપિયા 3900) મળી હતી.

આ દારુ બાબતે ચાલક જોડે પાસ પરમિટ મળી ન હતી. તેથી પોલીસે આ મીડિયાકર્મી વિનાયક શાંતારામ ગોરીવલે અને જગદીશ ચોથમલ રાઠોડને પુચ્છા કરતા તેઓ આ દારૂ પીવા માટે લઇ જઇ રહ્યા હોવાનું કહ્યું હતું.

मीडिया की ओबी वैन में मिली शराब, दो गिरफ्तार

પોલીસે તેમની જોડેથી મોબાઇલ નંગ ત્રણ અને દારૂ મળી રૂા. 14400 તથા ઓબી વેન (કિંમત રૂપિયા ૫ લાખ)નો મુદ્દામાલ જપ્ત કરી બંને ની અટક કરી હતી. પોલીસે આરોપી સામે પ્રોહી.ની એક્ટ 66(એ) તથા 98(2) 81 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નેશનલ ન્યુઝ ચેનલના મીડિયા કર્મી ઓબી વેનમાં દારુ જોડે ઝડપાયા તે વાત સમગ્ર નગરમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. આ નેશનલ સમાચાર ચેનલના કર્મી મહારાષ્ટ્રથી અમદાવાદ અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતના કાર્યક્રમના કવરેજ માટે જઈ રહ્યા હોવાની વિગતો મળી રહી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

ટ્રમ્પની મુલાકાત સમયે અમદાવાદ એરપોર્ટ ‘નો ફ્લાય ઝોન’ જાહેર નહીં કરાય, જાણો કેમ

OMG !! કૈલાશ ખેરે જણાવ્યું- મારે અમદાવાદની ધરતી પર ટ્રમ્પને આ ગીત પર નચવવા છે!