in

ફિલ્મ તો આજે હીટ રહી પણ આજે સમગ્ર દેશ મને આ વાતથી ટોકી રહ્યો છે, હવે અક્ષય કુમારે કંટાળીને લીધું આ પગલું

અક્ષય કુમારનું નામ 2019માં સૌથી વધારે પૈસા કમાનાર એક્ટર માં સમાવેશ થઈ ગયું છે. ત્યારે હવે તેની નાગરિકતાનો મુશ્કેલી થમવાનું નામ લેતો નથી. આ વિવાદને ખતમ કરવા માટે હવે એક્ટરે એક નવો રસ્તો અપનાવી લીધો છે. તે પોતાની કેનેડાની નાગરિકતાને લીધે વિવાદમાં રહેતો હોય છે. એનાથી કંટાળીને હવે હીરોએ ભારતીય પાસપોર્ટ માટેની અરજી કરી એવા એહવાલ પણ મળી ગયા છે.

Advertisements

હમણાં દિલ્હીમાં એક ક્રાયક્રમમાં અક્ષયે કઇ સ્થિતિમાં કેનેડાનો પાસપોર્ટ લેવો પડયો તેની સમગ્ર સ્ટોરી સંભળાવી. અક્ષયે આગળ જણાવ્યું કે, ત્યારે મારા લાઈફ નો ખરાબ સમય ચાલી રહ્યો હતો. મારી 14 ફિલ્મો ફ્લોપ થઇ. એ સમયે મને એવું લાગ્યું કે, મારે હવે કોઇ નવો કામ ધંધો શોધવો પડશે. મારો એક ખાસ મિત્ર કેનેડા રહે છે, તેણે મને આશ્વાસન આપ્યું અને કહ્યું કે, તું કેનેડા આવી જા પછી કંઈક નવું વિચારશું. તે ભારતીય છે, અને કેનેડામાં સ્થાયી થયો છે.

Image result for akshay kumar

અક્ષય આગળ વાત કરતા જણાવે છે કે, એ ત્યાંથી જ સ્થાયી હોવાના લીધે મેં એની સલાહ પ્રમાણે કેનેડા જવા માટે અને ત્યાંની નાગરિકતાની તૈયારીઓ કરી. ત્યારે મને બોલિવૂડમાં વધુ કામ મળશે એવી આશા ક્યારેય નહોતી. પરંતુ મારી 15મી મૂવી મારી જિંદગી બદલી નાખી અને બોક્સ ઓફિસ પર એ ફિલ્મ હિટ થઇ. પછી હું આગળ વધતો ગયો. અને પછી મેં મારી નાગરિકતા વિશે ગંભીરતાથી ક્યારેય વિચાર્યુ જ નહી.

Advertisements

પછી જ્યારે એક વખત ચૂંટણીમાં મતદાન કરવા ન જઇ શક્યો ત્યારે નાગરિકતાને લઈને ફરી વિવાદ થયો હતો. તેથી તેણે ભારતીય પાસપોર્ટ માટેની અરજીનો નિર્ણય લીધો. અક્ષય કહે છે કે લોકો મારી નાગરિકતા અને બ્રિટિશ પાસપોટની પાછળ પડી ગયા હતા. હવે તેમને હું તેમને કોઇ મોકો આપવા માંગતો નથી,તેમને હું મારો ભારતીય પાસપોર્ટ દેખાડીશ.

ટિપ્પણી
Advertisements

મહેસાણામાં યુવકને ટીકટોક પર વીડિયો બનાવો પડ્યો ભારે, બધાની વચ્ચે માર મારી મૂછો કઢાવી માફી મંગાવી

દુષ્કર્મ પર હિરોઈન શિલ્પા શેટ્ટીનો પિત્તો ગયો, પીએમ મોદીને ટેગ કરીને રૂંવાડા ઊભા થઈ જાય એવું બોલી