in , ,

અજાણ્યા વ્યક્તિ સાથે વાત કઈ રીતે કરશો?-1

ઘણી વાર એમ બનતું હોય છે કે આપણે પ્રોફેશનલી કે પર્સનલ રીતે કોઈ અજાણ્યા માણસ ને મળવા નું થાય છે. તો એ માણસ ની સાથે આપણે વાત કઈ રીતે કરવી, શું વાત કરવી વગેરે માં અટવાઈ જતા હોઈએ છીએ. અને પહેલી ઇમ્પ્રેસન એ લાસ્ટ ઇમ્પ્રેસન હોય છે. તેથી પહેલી વખત માં જ જો આપણે અટવાઈ ગયા તો પેલા વ્યક્તિ ના મન માં એક ખરાબ છાપ રહી જાય છે.

તો હું આજે તમને બે ભાગ માં એવી જ ટિપ્સ જણાવવા નો છું. તમે મને ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshi.mehta.5030 પર ફોલૉ કરી શકો છો. અને લેખ કેવો લાગ્યો એ જણાવવા નું ના ભૂલતા.

સપોઝ તમે કોઈક બસ કે ટ્રેન માં મુસાફરી કરી રહ્યા છો અને તમારે બહુ લાંબો રસ્તો પસાર કરવા નો છે. અને તેવા માં તમારી આજુબાજુ કોઈક અજાણી વ્યક્તિ આવી ને બેસે તો તમે તેની સાથે વાત કઈ રીતે શરુ કરશો? તમે કોઈક માણસ ની પાર્ટી માં ગયા છો, તે યજમાન હોવા થી બિઝિ છે તો અન્ય લોકો સાથે તમે કેવી રીતે મિક્સ થશો? તમને કોઈક બિઝનેસ ડીલ કરવાની છે અને તેવા માં તમારે સૌ અજાણ્યા માણસ સાથે વાત કરવાની થાય તો તમે એ કઈ રીતે કરશો?

1. તમારી ઉત્સુકતા ને કાબુ માં રાખો:- 

ઘણી વખત એવું થઇ જતું હોય છે કે આપણે સામે ના વ્યક્તિ સાથે વાત કરવા માટે ખુબ જ આતુર થઇ જતા હોય છીએ અને તેના લીધે આડું અવળું બફાઈ જાય છે. ખાસ કરીને કોઈ સારી છોકરી બાજુ ની સીટ પર બેઠી હોય અને છોકરો વધુ પડતો ઉત્સાહી થઇ જાય ત્યારે. તો આવા માં એક વાત અવશ્ય ધ્યાન રાખવી કે તમારી ઉત્સુકતા ને કાબુ માં રાખો. બહુ ઉછળકૂદ ના કરો. જેમ બને એમ શાંતિ થી અને ધીરગંભીર થઇ ને વાત શરુ કરવા નો ટ્રાય કરો.

2. વધુ પડતું વિચારવા નું બંધ કરો:-

કોઈ પણ વ્યક્તિ ની સાથે વાત કરવા ની શરુ કરતી વખતે વધુ પડતી વખત વિચારો છો કે સામે વાળા વ્યક્તિ મારા વિષે શું વિચારશો? એમને હું વાત કરીશ તો ગમશે કે નહિ? તો આ બધું વિચારવા નું બંધ કરી દો. 1 2 ને 3 ગણી ને વાત કરવા નું શરુ કરો. મન માં વિચાર કરી લો કે સામે વળી વ્યક્તિ કોઈ જલ્લાદ નથી કે તમે વાત કરશો તો ફાંસી એ ચઢાઈ દેશે.

3. પહેલો શબ્દ મેટર કરે છે:-

તમે પહેલો શબ્દ કયો બોલો છો? એ ,મેટર કરે છે એટલે પહેલો શબ્દ જે પણ બોલો એ પોતે જાતે સિલેક્ટ કરીને બોલો. તમારો પહેલો શબ્દ એ તેમના મન માં ઇમ્પ્રેસન પાડશે. તેથી આ શબ્દ ગભરાઈને ના બોલતા એકદમ સ્ફૂર્તિ થી અને આત્મવિશ્વાસ રાખીને બોલો. જે તે ઉમર, ભાષા ને ધ્યાન માં રાખી ને શબ્દ સિલેક્ટ કરવો જરૂરી છે.

4. આઈ કોંટેક્ટ બનાવો:-

વાત કરતી વખતે તમારે આઈ કોંટેક્ટ બનાવો ખુબ જ જરૂરી છે કારણ કે તેના થી તમારું કામ ઘણું આસાન થઇ જશે. તમે પોતે બોલવા માં આત્મવિશ્વાસી છો તેવું દેખાઈ આવશે. તેથી તમે જયારે પણ વાત કરો ત્યારે આઈ કોંટેક્ટ બનાવવા નું ના ભૂલતા.

તો બસ આજે આટલું જ… વધુ આવતી વખતે… લેખ કેવો લાગ્યો એ જણાવા નું ના ભૂલતા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

આટલા બધા ભોળા હોય છે આપણા ગુજરાતી લોકો!!

જાણો મુકેશ અંબાણી ના બાળકોને કેટલી પોકેટ મની મળતી હતી. અણધારી રકમ