in , ,

અજાણ્યા વ્યક્તિ સાથે વાત કઈ રીતે કરશો?-2

અગાઉ ના લેખ માં આપણે જોયું કે કઈ રીતે વાત ની શરૂઆત કરી શકતી હોય છે. બસ તેને જ હું આજે આગળ ચાલુ રાખું છું.

તો હું આજે તમને બે ભાગ માં એવી જ ટિપ્સ જણાવવા નો છું. તમે મને ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફોલૉ કરી શકો છો. અને લેખ કેવો લાગ્યો એ જણાવવા નું ના ભૂલતા.

5. રિજેક્શન થી નારાજ ના થાવ:-

ઘણી વાર એમ બનતું હોય છે કે તમે જેની જોડે વાત કરવા માંગતા હોવ એ વ્યક્તિ તમને રિજેક્ટ કરી દે. તો આવી પરિસ્થિતિ માં તમારા મન ને જે પણ દુઃખ પહોંચ્યું હોય કે પછી લાગણીઓ દુભાઈ હોય તો તેને બહાર ના લાવો. તે ક્યાંક નેગેટિવ ઇમ્પ્રેસન આપી શકે.

6. નાની વાતચીત થી શુરુઆત કરો:-

એકદમ નાની વાતચીત થી વાત શરુ કરો. જેમ કે તમે એમ પૂછી શકો કે, “ટાઈમ કેટલો થયો?” જેના થી તમને વાતચીત કરવા અંગે ની સ્પેસ મળી રહેશે. તમે એમ પણ પૂછી શકો કે, “મને આ વસ્તુ ગમી. તમે એ ક્યાંથી લીધી?”


7. તમારો પરિચય આપો:-

યાદ રાખો કે તમે તમારો પરિચય એકદમ સ્ફૂર્તિ થી કે આત્મવિશ્વાસ થી આપેલો હોવો જોઈએ. અન્યથા એને તમારી નેગેટિવ બાજુ ગણવા માં આવી શકે. તમારો પરિચય આઈ કોન્ટાક્ટ બનાવી ને જ આપો. પરિચય આપતા દરમ્યાન તમે તેની બોડી લેન્ગવેજ માર્ક કરો.

8. સેફ ઝોન માં રહો:-

એકબીજા જોડે વાત કરતી વખતે સેફ ઝોન માં રહેવું ખુબ જ જરૂરી છે. તમારી ચર્ચા જો રાજકીય કે ધાર્મિક મુદ્દા પર જતી રહે તો વાત ને બગાડી શકે છે. અને ક્યાંક પરસ્પર મન માં ખોટું પણ લાગી શકે. તેથી આવી વાતો ને સેફ ઝોન પૂરતી મર્યાદિત જ રાખો.

વધુ મુદ્દા ની ચર્ચા આવતી વખતે….. લેખ વિષે જણાવવા નું ના ભૂલતા.

ટિપ્પણી

👌👌 આ 14 વાક્યોને તમે આગળ પાછળ બંને તરફથી વાચો. 👇👇

બાળકોને પણ ભરખી રહ્યો છે ડાયાબિટીસ