અમદાવાદીઓમાં પ્રચલિત બન્યો નવો ટ્રેન્ડ, પોતાની અટક જણાવવાનું ટાળી રહ્યા છે યુવાનો

Please log in or register to like posts.
News

વિકાસ તરફ આગેકૂચ

આશિષ ચૌહાણ, અમદાવાદ: અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલી પ્રમુખ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા પોતાની અટક પડતી મૂકાવાનો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે. જેથી કહી શકાય કે યુવાનવર્ગમાં પોતાની આગવી ઓળખ બનાવવાનો વિચાર જન્મથી જ કોઈ ઓળખ ધરાવતા હોવાના વિચાર કરતા આગળ વધી ગયો છે. ગુજરાતમાં લોકો જ્યારે પહેલીવાર એકબીજાને મળે ત્યારે સ્વાભાવિકપણે જ પૂછાઈ જાય છે કે, ‘તમે કેવા’ પરંતુ કેટલાંક યુવાનો દ્વારા તેમની અટક પડતી મુકાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રોગ્રેસિવ યુથ

MICAની એક વિદ્યાર્થિની પોતાની ઓળખાણ અભિલાષા નામ દ્વારા આપે છે જ્યારે પોતાની સરનેમ જણાવવાનું ટાળે છે. તે આવું જ્યારે તે ધો.9માં અભ્યાસ કરતી હતી ત્યારથી કરે છે. આ અંગે તે જણાવે છે કે, ‘જ્યારે મારા પેરેન્ટ્સ દ્વારા મને પૂછવામાં આવ્યું કે હું મારા નામની પાછળ કુમારી લગાવવા માંગુ છું કે નહીં તો મેં ઘસીને ના પાડી દીધી.ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ અટક દર્શાવવી ફરજિયાત છે જેથી મારે મારું નામ અભિલાષા અભિલાષા એવી રીતે દર્શાવવું પડે છે જેથી હું કહેવા માંગીશ કે હવે સમય પાકી ગયો છે કે અમને અમારી સ્વતંત્ર ઓળખાણ લોકોને જણાવતા આવડે.’

નામ નહીં હવે અટકમાં શું રાખ્યું છે?

ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાનના વિદ્યાર્થી ગૌરવે જણાવ્યું હતું કે, ‘મારા માતા-પિતા બિહારમાં થયેલી પહેલથી ખૂબ જ પ્રભાવિત હતા જ્યા લોકોએ પોતાની અટક દર્શાવવાનું બંધ કરી દીધું હતું. મને જન્મથી જ મળેલી મારી જાતી સમાજમાં એક પાવરફૂલ કોમ્યુનિટી હોવાને કારણે મેં આ નિર્ણય લીધો છે.’

 

શું કહે છે નિષ્ણાત?

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ યુવાનો દ્વારા શરુ કરાયેલા આ નવા ટ્રેન્ડને આવકાર્ય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં એવી માન્યતા છે કે જ્યારે તમે લોકોને તેમના નામ વિશે પૂછો તો તેઓ પહેલા પોતાની અટક અને પછી નામ જણાવે છે આ કેટલાંક પ્રશાસનિક નિયમોને કારણે બનતુ હતુ. આવી રીતે અટક ન દર્શાવવાનો નિર્ણય ચોક્કસપણે સરકારી કામકાજમાં તમારી માટે મુશ્કેલી પેદા કરે છે તેમ છતાં આ એક સરાહનીય કદમ છે.’

Source: iamgujarat.com

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.