in

નિયમ ફરીથી લાગુ થતાં અમદાવાદમાં હેલ્મેટ વગરના ચાલકો પાસેથી ફક્ત 5 દિવસમાં પોલીસે 11 લાખ વસૂલ કર્યા

આપણા ગુજરાત રાજ્યમાં ફરીથી હેલ્મેટનો ફરજિયાત અમલ થતાંની જોડે જ શહેર ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વગરના વ્યક્તિઓને ઝડપી પાડવા ડ્રાઇવ શરૂ કરી હતી. ટ્રાફિક પોલીસે આખા શહેરમાં ૧થી ૫ ફેબ્રુઆરી સુધીમાં હેલ્મેટ વગરના ૨,૨૭૦ માણસો પાસેથી રૂ. ૧૧.૩૬ લાખનો દંડ વસૂલ કર્યો છે. જ્યારે ટ્રાફિક નિયમ ભંગ બદલામાં ટ્રાફિક પોલીસે ૧૦,૭૨૯ ચાલકોને ઝડપી રૂ. ૫૫.૮૨ લાખનો દંડ ફટકાર્યો છે. નવાઇની બાબત એ છે કે, ગત નવેમ્બર મહિનામાં જ્યારે હેલ્મેટ ફરજિયાતની નવીસવી જાહેરાત કરી હતી ત્યારે પાંચ દિવસના ડ્રાઈવમાં હેલ્મેટ પહેર્યા વિનાના ૫,૮૨૫ ચાલકો પાસેથી રૂ. ૨૯.૧૨ લાખ દંડ વસૂલ્યો હતો. પણ હવે પાંચ દિવસમાં માત્ર ૧૧ લાખનો જ દંડ વસૂલાયો, જે કહે છે કે, વધુ વાહનચાલકો હેલ્મેટ પહેરતા થયા છે.

હાઇકોર્ટના હુકમ પછી હેલ્મેટના નિયમ અંગે કડક પણે અમલવારી ચાલુ કરી દીધી છે. અમદાવાદ પોલીસે ટ્રાફિકના નિયમોને ભંગ કરનારા વ્યક્તિઓ પર તવાઇ બોલાવી છે. ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વિનાના ચાલકોને ઝડપી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કર્યુ છે. જેને પગલે ટ્રાફિક પોલીસે શહેરના ચાર રસ્તાઓથી માંડીને રેસિડેન્સિયલ એરિયાઓમાં પણ ઊભા રહીને નિયમભંગ કરતા ચાલકોને ઝડપી પાડી દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેર ટ્રાફિક પોલીસે તા.૧થી ૫ ફેબ્રુઆરી સુધીમાં ટ્રાફિક નિયમ ભંગ કરનાર ૧૦,૭૨૯ ચાલકોને ટ્રાફિક પોલીસે રૂ.૫૮.૮૨ લાખ દંડ ફટકાર્યો છે. જ્યારે હેલ્મેટ પહેર્યા વિનાના ૨,૨૭૦ ચાલકો પાસેથી રૂ. ૧૧.૩૬ લાખ દંડ વસૂલ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે બે મહિના સુધી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કરતા ટ્રાફિક પોલીસને દંડની આવકમાં ભારે ઘટાડો થયો હતો.

ટિપ્પણી

ડાયાબિટીસ ઘટાડવામાં ખુબ જ કારગર છે આ ખાસ પાણી, પીરિયડ્સ સાથે જોડાયેલી સમસ્યાઓમાં પણ છે ફાયદાકારક

ખુબ જ રહસ્યમય છે આ ગાયત્રી માં નું મંદિર, માં ગાયત્રીની મૂર્તિ તરે છે અહીંયા પાણીમાં