in ,

ઓનલાઇન વસ્તુ મંગાવ્યા બાદ કુરિયરમાં ઈંટો નિકળતા અમદાવાદી યુવતી વિફરી, ડિલિવરી બોયને રૂમમાં પૂરી….

ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર વિવિધ વખત ઓર્ડર કરેલી વસ્તુના બદલે ઈંટો કે પથ્થરો મૂકી છેતરપીંડિ કરવામાં આવતી હોય છે. અમદાવાદમાં પણ એક મહિલા સાથે આવું જ થયું. ફ્લિપકાર્ટમાં ઓનલાઈન ઓર્ડર કરેલ વસ્તુના બદલે પાર્સલમાં ઈંટો આવી. તે જોઈને આ યુવતી માથાભારે હતી, તેણે સીધો ડિલિવરી બોયને રૂમમાં પૂરી દીધો હતો. અને પોલીસને સોંપી દીધો હતો. આ બાબતે

ઘટનાની વિગતમાં વાત કરીએ, પુર્વી દાણીધારિયા અમદાવાદના નારોલ વિસ્તારમાં શ્રી હરિ રેસીડ્ન્સીમાં રહે છે. તેણે ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પરથી 8મી જાન્યુઆરીએ દેશી ઘીનો ડબ્બો મંગાવ્યો હતો. ઓનલાઈન ઓર્ડર બાદ ફ્લિપકાર્ટનો ડિલિવરી બોય પાર્સલ લઈને યુવતીના ઘરે આવ્યો હતો. પણ જ્યારે યુવતીએ પાર્સલ ખોલીને જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ.

Advertisements

Related image

મહિલાએ પાર્સલ ખોલતાં તેમાં ઘીનો ડબ્બો ન હતો. પણ પાર્સલની અંદર બે ત્રણ ઈંટો મૂકવામાં આવી હતી. ઈંટો જોઈને જ મહિલા ભડકી હતી. ઘરેથી ભાગવા જતાં ફ્લિપકાર્ટના ડિલિવરી બોયને પકડી પાડ્યો હતો. અને તેને રૂમમાં બંધ કરી દીધો હતો. અને આ મામલે પોલીસને જાણ કરી હતી. જે બાદ યુવતીએ ડિલિવરી બોયને નારોલ પોલીસને સોંપી દીધો હતો. અને યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફ્લિપકાર્ડ સામે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

બે માસથી આ શખ્સ પૂર્વ મિસ ઇન્ડિયા વર્લ્ડની પાછળ પડી ગયો, પોસ્ટ કરી દીધી અશ્લીલ તસવીરો

અમદાવાદમાં આવતીકાલથી ચાલુ કરી દેવામાં આવશે AMC નું ડ્રાફ્ટ બજેટ, ચુંટણીના વર્ષમાં બધા લોકોની નજર કોના પર રહશે?