in

ટ્રમ્પની મુલાકાત સમયે અમદાવાદ એરપોર્ટ ‘નો ફ્લાય ઝોન’ જાહેર નહીં કરાય, જાણો કેમ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રપ અમદાવાદ આવવાના લીધે 24મી ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ એરપોર્ટ ઉપર પ્લેન આવન જાવન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવી વાતો વહેતી થઇ હતી. પરંતુ હવે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટ્રમ્પની મુલાકાત દરમિયાન ‘નો ફ્લાય ઝોન’ જાહેર નહીં કરાય. એરપોર્ટ પર બધી જ ફ્લાઈટોનું નિયમિત સંચાલન કરવામાં આવશે. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિમાનને લેન્ડિંગમાં પ્રાથમિકતા અપાશે અને ટ્રમ્પના આગમન સમયે બીજી અનેક ફ્લાઈટોને હવામાં જ રખાશે. જોકે 24મીએ મુસાફરોને એરપોર્ટ પર 3 કલાક વહેલા પહોંચવું પડશે.

જોકે સૂત્રોનું માનવું છે કે, એરપોર્ટ સત્તાવાળા અને એરલાઈન્સ કંપનીઓ દ્વારા માણસોને શું કરવું તે બાબતે હજુ સુધી કોઈ ખુલાસો પણ કરવામાં આવ્યો નથી. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અનિલ કેલ્લાએ જણાવ્યુ હતુ કે, 24મીને સોમવારે અમદાવાથી બિહાર જવા માટે પ્લેનની ટિકીટ કરાવી હતી. પરંતુ એરલાઈન્સ દ્વારા હજુ સુધી મુસાફરોને કશુ કહ્યુ નથી. જેના લીધે મુસાફરો મુઝવણમાં મુકાયા છે.

Donald Trump To Be Welcomed At Ahmedabad Airport With 'Shankhnaad'

ડોનાલ્ડ ટ્રમ્પ 24મીએ સોમવારે બપોરે 12 કલાકે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે. જેને લઈ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બીજી તરફ એરપોર્ટ ઉપર સુરક્ષાને ધ્યાને લઈ પ્લેનની આવન-જાવન ઉપર પ્રતિબંધ મૂકાયો છે. જેની એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને કોઈ જ જાણ કરવામાં આવી નથી. માત્ર એટલું જ નહી પણ એરલાઈન કંપનીઓ દ્વારા પણ કોઈ જ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી. 24મીએ બહારથી આવનારા પ્રવાસીઓ અને અમદાવાદ એરપોર્ટથી બહાર જનારા પ્રવાસીઓની હાલત કફોડી થશે તે નક્કી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

ઇન્ડિયાના આ એક યુવકે એવો કાંડ કરી દિધો કે વિશ્વની સૌથી મોટી કંપનીએ કેસ કરી દેવો પડ્યો

ના હોય !! ટ્રંપ ના કાર્યક્રમને કવરેજ કરવા જતી સમાચાર ચેનલની ઓબી વનમાંથી દારૂ પકડાઈ ગયો