in

અમદાવાદમાં બીજેપીની અગત્યની ચૂંટણી ઓફર! ટ્રમ્પ માટે ભીડ ભેગી કરો તથા પ્રાપ્ત કરો 2020 ઈલેક્શનની ટિકિટ

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને કારણે સૌ કોઈ ઉત્સુક છે, તો સામે અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. રાતોરાત બનાવી દેવામાં આવેલી ટ્રમ્પ અભિવાદન સમિતિ હોય કે ટ્રમ્પની 3 કલાકની મુલાકાત માટે આશરે 100-200 કરોડ રૂપિયાનો ખર્ચ હોય. પણ આ બધા જ પ્રશ્નો બીજેપી કે સરકારને સ્પર્શતા નથી. સરકાર અને ભાજપને તો માત્ર આ મેગા ઈવેન્ટ માટે ભીડ ભેગી થશે કે નહી તેની જ ચિંતા છે. કેમ કે, પોતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે, મોદીએ ફોન કરી તેમને 50-70 લાખ ભીડ ભેગી થશે. એટલે હવે આ સરકાર માટે દુખતી નસ બનેલો પ્રશ્ન છે. અને પ્રશ્નના નિરાકરણ માટે અમદાવાદ ભાજપના કોર્પોરેટરોને ખાસ ઓફર આપવામાં આવી છે.

Image result for trump in india

નમસ્તે ટ્રમ્પમાં 50 લાખની જનમેદની ભેગની કરવી એ આંખે પાણી આવવા સમાન છે. અને આ અઘરી કસોટીને પાર પાડવા માટે ભાજપ તથા સરકાર દિવસ રાત કામ કરી રહી છે. તેવામાં અમદાવાદના કોર્પોરેટરો માટે પણ ભીડ ભેગી કરવાના નક્કી ટાર્ગેટ સેટ કરી દેવામાં આવ્યા છે. અને ટાર્ગેટની જોડે જ ભાજપ કોર્પોરેટરોને એક આગવી સ્કીમ આપવામાં આવી છે.

2020માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થવાની છે. અને તેને લઈને અમદાવાદના ભાજપના કોર્પોરટરોને ભીડ ભેગી કરવા માટે કહી દેવામાં આવ્યું છે. અને સાથે જણાવ્યું છે કે, જો કોર્પોરેટર વધુ કાર્યકરો લઈને આપશે તો તેને 2020ની કોર્પોરટની પુનઃ ટિકિટ આપવામાં આવશે. આ સિવાય ભાજપના કોર્પોરેટરોને જુદા જુદા સ્પોટની જવાબદારી સોંપાઈ છે. AMCના ભાજપના કોર્પોરેટરો માટે ટ્રમ્પની મુલાકાત લિટમસ ટેસ્ટ સાબિત થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

મલાઈકાનો હોટ અને બોલ્ડ લુક, સોશિયલ મીડિયા પર પીળો કલર અચાનક જ છવાઈ ગયો

વડાપ્રધાન મોદી-ટ્રમ્પના કાર્યક્રમ પછી સ્ટેડિયમમાં મચી ઘમાસાણ, વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ કર્મીઓએ જબરો પરસેવો પાડ્યો