in

કયું કારણ છે કે સ્મશાન યાત્રા અને અગ્નિસંસ્કાર પછી તરત જ સ્નાન કરવામાં આવે છે ?

જયારે હિંદુ ધર્મમાં કોઇપણ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો શબયાત્રા કાઢવામાં આવે છે અને પછી સ્મશાનમાં એ વ્યક્તિનું અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. માન્યતાઓ એવી છે કે કોઇની પણ અંતિમયાત્રામાં જઇયે તો પુણ્ય વધે છે અને આપણા શરીરને પવિત્ર બનાવવા માટે અગ્નિ સંસ્કાર પછી ઘરે આવીને તરત જ સ્નાન ચોક્કસથી કરી લેવું જોઇએ.

સ્વાસ્થ્યની સુરક્ષા માટે પણ જરૂરી છે સ્નાન કરવું :

જયારે પણ શબયાત્રામાંથી પાછા આવીયે પછી તરતજ સ્નાન કરવું ઘણું જ જરૂરી છે. શબયાત્રામાં જઇયે એ તો પુણ્ય કર્મ છે, પણ સ્મશાનમાં જઇયે તો આપણું શરીર અશુદ્ધ બને છે માટે આપણા શરીરની શુદ્ધિ માટે સ્મશાનથી પાછા આવીને સ્નાન તરત જ કરી લેવું જોઇએ.

Advertisements

Attending funeral

શબયાત્રાના વાતાવરણમાં શબનું અગ્નિસંસ્કાર કરવાને લીધે ત્યાં ખૂબ જ દુર્ગંધ ફેલાય છે અને આપણે નરી આંખે ના જોઇ શકીયે એટલા સુક્ષ્મ જંતુઓ ફેલાયેલાં હોય છે. આ હાજર જંતુઓ સ્મશાનમાં રહેલા લોકોના કપડાં અને વાળમાં ચોંટી જતા હોય છે.

તો જો સ્મશાનમાંથી પાછા આવીને સ્નાન ના કરીએ તો, આ જંતુ આપણા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. એટલે કોઈ પણ જાતના સંક્રમણથી બચવા માટે સ્મશાનથી આવીને તરત જ સ્નાન કરી લેવાની પરંપરા પ્રચલિત છે.

Advertisements

Contd...

ધાર્મિક માન્યતાઓ એવી છે કે સ્મશાનથી પાછા આવીને સ્નાન કર્યા વિના પૂજાપાઠ પણ કરવા જોઇએ.

એટલે જ જ્યારે પણ કોઇની અંત્રિમ યાત્રામાં જઇયે તો સ્નાન કરીને પછી જ કોઇપણ પ્રકારની પૂજા-પાઠ કરવી જોઇએ.

Advertisements

એનું કારણ છે કે પૂજા-પાઠ અને કોઇ પણ મંદિરમાં પ્રવેશીએ એ પહેલાં આપણું શરીર શુદ્ધ હોય એ જરૂરી છે. એ જ કારણથી શબયાત્રા પછી સ્નાન કરવું એ જરૂરી બને છે.

ટિપ્પણી
Advertisements

જાણી લો નરેન્દ્ર મોદીને સીધી જ ફરિયાદ કરવી હોય તો એડ્રેસથી માંડીને ફોન નંબર સુધીની માહિતી

ટિક્ટોકની આ સ્ટાર દેખાય છે હૂબહૂ મધુબાલા જેવી, જોઈને જ બની જશો એના ચાહક