આ વાંચ્યા પછી તમારી વાતચીત કરવા ની રીત બદલાઈ જશે.

Please log in or register to like posts.
News

આજની જિંદગી માં કોને સફળ નથી થવું? કોણ મહત્વ નથી ઇચ્છતું? કોને નથી ગમતું કે લોકો એની સાથે શાંતિ થી વાત કરે? લેખક ડેલ કાર્નેગી નું પુસ્તક ‘How to Win Friends and Influence People?’  ગુજરાતી અનુવાદ ‘પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા ની પગદંડી’ અવશ્ય વાંચવું જ જોઈએ. આ પુસ્તક વાંચવા થી તમારી જિંદગી માં વાતચીત કરવા માં ઘણો ફર્ક આવી જશે. અત્યારે હું એ જ પુસ્તક માં થી બતાવેલી અમુક ટ્રિક્સ નો રિવ્યૂ આપું છું.

પહેલું તો એ કે ક્યારેય કોઈને સીધી રીતે ખોટા કહેવા નો પ્રયત્ન ન કરો. આના થી તમને નુકસાન જ થશે. કારણ કે તમે એક વાત નોંધજો કે જયારે કોઈ પણ વ્યક્તિ વાત કરતું હોય ત્યારે એની 60-70% વાતો સ્વકેન્દ્રીત હોય છે એટલે કે ‘હું’ ની આસપાસ હોય છે. ખૂંખાર આતંકવાદીઓ ને પકડવા માં આવ્યા કે જેમણે કેટલાય જણા ને માર્યા હતા તે આતંકવાદીઓ પણ પોતાની જાત ને સાચા માનતા હતા. તેઓ પોતાની ભૂલ પણ સ્વીકારવા તૈયાર નહતા. તેઓ તો એમ માનતા કે તેમને તો સારું જ કામ કર્યું છે. બસ તે જ રીતે  મિત્ર, પ્રેમિકા, માતા-પિતા, બોસ કે શિક્ષક પણ તેમની પોતાની વાત ને જ સાચી માનતા હોય છે, આ જ માણસ ની સાયકોલોજી છે. તમારે સીધે સીધું એમ ના કહી દેવું જોઈએ કે તમે ખોટા છો. કારણ કે તેના થી સીધો તે વ્યક્તિ નો ‘અહમ’ ઘવાશે અને તે વ્યક્તિ ખોટી હશે તો પણ પોતાની વાત નહિ માને.

તો આવા પ્રસંગો માં શું કરવું??? સરળ ઉપાય તો એ છે કે તમે તેમને ક્રોસ ના કરો. અને જો કરવા જ હોય તો એમ કહો કે, “તમે સાચા જ છો પણ મને લાગે છે કે આપણે આ રીતે વિચારવું જોઈએ.” આના થી તમે બહુ મોટી બોલાચાલી થી બચી જશો. અને અહીં તમે તમારો દ્રષ્ટિકોણ રજૂ કરો છો. કોઈની વાત કાપતા નથી તેથી સામેની વ્યક્તિ પણ તમારા દ્રષ્ટિકોણ નો આદર કરશે.

બીજું કે કોઈ પણ વ્યક્તિ જોડે વાત કરતી વખતે તેની વાત જ ધ્યાન થી સાંભળો. તમે એની વાત ને ધ્યાન થી સાંભળો ત્યારે તેને વચ્ચે તે વાત ને લગતો કોઈ પ્રશ્ન પૂછો. જેમ કે કોઈ વ્યક્તિ ક્યાંક થી પ્રવાસ કરી ને આવ્યો હોય તો તેને તેના પ્રવાસ વિષે ની માહિતી પૂછો. હંમેશા તેને પ્રોત્સાહિત કરો, ક્યારેય હતોત્સાહિત નહિ. તમે જો સારા શ્રોતા બની જશો તો તે વ્યક્તિ પણ તમને સારી વ્યક્તિ સમજવા લાગશે.

થર્ડ ટ્રીક એ જ છે કે કોઈ પણ વ્યક્તિ ને ગમે તે ભાષા માં પોતાનું નામ સૌથી વધારે ગમતું હોય છે. એટલે એમ કે તમે કોઈની જોડે વાત કરતા હોવ તો સામે ની વ્યક્તિ નું નામ બને તેટલી વખત વધુ ઉચ્ચારો. તેના થી તે વ્યક્તિ તમને સારી દ્રષ્ટિ થી જોશે. કોઈ પણ બિઝનેસ ડીલ કરવા ની હોય તો હંમેશા સામે ની વ્યક્તિ નું નામ યાદ રાખો. જો તમને એમનું નામ યાદ નથી તો સીધે સીધું તે જ વ્યક્તિ ને નામ ના પૂછી લો. બીજા કોઈને તેનું નામ પૂછો. અને હંમેશા ‘કેમ છો, બકાભાઈ?’ એમ પૂછવા ની પહેલ આપણે જ કરવી.

ચોથી વાત એમ છે કે પોતાની ભૂલ હોય તો સ્વીકારી લો. ક્યાંય પણ પોતાની ભૂલ સ્વીકારી લેશો તો તમે એક વિવાદ થી બચી જશો. તમે તમારી ભૂલ નહિ સ્વીકારો તો તે વ્યક્તિ તમને વધુ ને વધુ ખુલ્લા પાડવા નો પ્રયત્ન કરશે કારણ કે તે એમ જ માનશે કે તે સાચો છે. એટલે બેસ્ટ વે કે ભૂલ સ્વીકારી ને સોરી કહી દો. તેના થી વાત આગળ નહિ વધે. અને તમે ભૂલ કરી જ હોય તો થોડુંક સાંભળી પણ લેવા નું…

ઘણી વખત આપણે કોઈક સરકારી ઓફિસ કે બેંક માં ગયા હોઈએ ત્યાં એક ખડુસ અને મોઢું ચઢાવેલ વ્યક્તિ જોવા મળે ત્યારે તમને કેવું લાગશે? તમને એમ જ લાગશે કે આને જોયો એટલે દહાડો બગડ્યો. અને તમે કોઈક હસમુખા વ્યક્તિ ને મળ્યા હોય તો? તમારા માં એક જાત ની પોઝિટીવટી આવી જશે. વિદેશ માં પણ તમે જોશો તો કોઈક વ્યક્તિ ની જોડે તમારી નજર મળશે તો તે પોતાના ચેહરા પર એક હળવું હાસ્ય ચોક્કસ આવશે. અને તમે હાસ્ય વાળો ચેહરો નાઈ રાખો તો તમારો અહમ તો સંતોષાશે પરંતુ સામે નો વ્યક્તિ તમારા મન માં નેગેટિવ અને ખડૂસ માણસ ની છાપ જ લઈને જશે. એટલે લાસ્ટ ટ્રીક કે સદા હસતા રહો, લોકો ની સાથે હસો અને લોકો ને પોઝિટિવિટી આપો.

તો આ હતી આ બુક ની મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટિપ્સ. આ લેખ કેવો લાગ્યો? તેનો પ્રતિભાવ મને મેસેજ કરી ને અથવા તો કોમેન્ટ કરી ને ચોક્કસ જણાવજો જેથી હું આ રીત ના લેખ વધુ ને વધુ લખી શકું. મને ઇન્સ્ટાગ્રામ માં @harshil_s_mehta પર અને Facebook માં @harshil.mehta.5030 પર ફોલ્લૉ કરજો અને લેખ કેવો છે તેનો પ્રતિભાવ આપજો.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.