in ,

આ વાંચ્યા પછી તમે જુઠ્ઠું બોલનારા ને પકડી શકશો…

આપણ ને હંમેશા એ જાણવા ની ઈચ્છા રહેતી હોય છે કે સામે વાળો વ્યક્તિ આપણી જોડે સાચું બોલે છે કે જુઠ્ઠું બોલે છે? તે આપણી જોડે થી કઈ છુપાવે છે કે નહિ? તો આ બધી જ ટિપ્સ શીખવા માટે તમારે એલન પીઝ નું ‘બોડી લેન્ગવેજ‘ પુસ્તક વાંચવું પડશે. આજે હું તમને એલન પીઝ ના પુસ્તક ની જ થોડીક ટિપ્સ નો રિવ્યૂ આપું છું.

જો તમે મને હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફોલો ન કર્યો હોય તો કરી લેજો. આ લેખ કેવો લાગ્યો તે મેસેજ કરી જરૂર જણાવજો જેથી હું તમારા માટે નવા નવા લેખ લખતો રહું.

કોઈ પણ માણસ આપણી સામે ખોટું બોલતો હોય તો તેનું શરીર આપણને તે વાત સારી રીતે કહી દેતું હોય છે. એટલે કે ભલે એ ખોટું બોલે પણ તેનું અવચેતન મગજ શરીર ની રીતભાત ને અલગ બનાવી દેશે. સીધી ભાષા માં કથની અને કરણી માં ફર્ક દેખાઈ આવશે.

પહેલું તો એ વ્યક્તિ તમારી સામે જોઈને વાત નહિ કરે, એટલે કે તે તમારા થી નજર છુપાવશે અથવા તો નજર નીચી રાખશે. કોઈ જુઠ્ઠું બોલતું હોય એનો તમને શકે હોય તો તેને પકડવા નો પહેલો પ્રયત્ન હંમેશા આ રીતે જ કરવો. તમારે સામેના ની આંખો માં આંખ પરોવી ને વાત કરવી અને જો એ તમારી આંખો માં આંખ પરોવી ને વાત ના કરે તો સમજી લેવું કે તે જુઠ્ઠું બોલે છે અન્યથા તેના માં વાત કહેવા ની હિંમત ઓછી છે એટલે કે આત્મવિશ્વાસ ઓછો છે.

એક સત્ય હકીકત ની વાત કરું. લંડન માં એક પાકિસ્તાની બાપે તેની છોકરી ની હત્યા કરી હતી પણ આ વાત તે સ્વીકારતો નહતો. તેને એક ટીવી ઇન્ટરવ્યૂ માં પૂછવા માં આવ્યું કે, “શું તમે તમારી પુત્રી ની હત્યા કરી શકો?” જવાબ આપ્યો,”ના.” પણ તેણે માથું ઉપર નીચે હલાવ્યું. એટલે કે તેનો અર્થ હા થતો હતો. પોલીસ એ વારે ઘડીયે આ ઇન્ટરવ્યૂ નો આધાર લઇ ને આરોપી ની થર્ડ ડિગ્રી કરી ને તે વ્યક્તિ એ ગુનો કાબુલી લીધો. એટલે કે બીજી વાત એમ કે વ્યક્તિ ના પાડે પણ ઉપર નીચે માથું હલાવતો હોય. અથવા તો હા જવાબ આપે ને આજુબાજુ માં માથું હલાવે તો સમજી લેવું કે દાળ માં કઈંક કાળું છે. વ્યક્તિ નું બોલવા નું અને વર્તણુક મેચ ના થતી હોય તો સમજવું કે તે જુઠ્ઠું બોલી રહી છે.

કોઈ નાનું છોકરું હોય અને તે કઈ ના બોલવા નું બોલી જાય તો તરત જ મોઢું ઢાંકી લે છે. બાળક ની ઉંમર વધતા તેની હરકતો પુખ્ત થતી જાય છે તેથી તે મોઢું ઢાંકે નહિ પરંતુ સરળતા થી નાક ના ટેરવા પર આંગળી અડાડી દે. આનો અર્થ એમ થયો કે જે બોલવા માં આવી રહ્યું છે તેનો જ આંગળી કે હાથ વડે અવરોધ પેદા કરવા માં આવી રહ્યો છે. એટલે કે તે ખરેખર સત્ય નથી. ત્રીજી વાત એમ કે વ્યક્તિ મોઢા પર હાથ કે આંગળી લાવે તો તેની સંભાવનાઓ છે કે તે જુઠ્ઠું બોલી રહી છે.

ચોથી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટીપ( આ ટીપ પુસ્તક માં નથી આપી. અનુભવ ને આધારે કહી રહ્યો છું.) એ છે કે તેને જે બોલી રહ્યો છે તેના ડિટેઇલ માં પૂછો. એટલે જો તમારી વાત ને અવોઇડ કરે તો સમજી લેવું કે તે સાચું નથી બોલી રહ્યો છે. કારણ કે જુઠ્ઠું બોલનાર વ્યક્તિ એ એટલી કલ્પના પણ નથી કરી હોતી; જયારે સાચું બોલનાર વ્યક્તિ ને તો તે વિગત ધ્યાન માં જ હશે તેથી તે સરળતા થી કહી દેશે.

તો આ હતો આજ નો લેખ. આ લેખ વિષે મને એટલે કે @harshil_s_mehta માં ઇનબૉક્સ કરી ને જણાવશો. આગળ તમારે ક્યાં વિષય પર માહિતી જોઈએ છે તે વિષય કોમેન્ટ માં લખો અથવા તો મને મેસેજ કરો.

-હર્ષિલ મહેતા

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

30 Dishes That Prove Gujarati Food Is Much More Than Just Fafda and Dhokla

વાંચો.. ખુબ સરસ છે