in

ચાણક્ય નીતિ : જે જગ્યાએ આ 5 વસ્તુઓ ના હોય, એવી જગ્યાએ ક્યારેય ના રહેવું જોઈએ

દુનિયાના સૌથી મોટા અને મહાન નીતિજ્ઞ ચાણક્યએ પોતાની નીતિઓ દ્વારા જીવનને લઈને ઘણા નિયમ અને વાતો જણાવી છે. ચાણક્ય દ્વારા જણાવેલી નીતિઓ અને જ્ઞાન મનુષ્યના જીવનને સરળ અને સુગમ બનાવામાં મદદ કરે છે. ચાણક્યએ પોતાની નીતિમાં જણાવ્યું હતું કે આ 5 જગ્યાઓએ ક્યારેય પણ ના રહેવું જોઈએ. આ જગ્યાઓએ રહેવાથી મનુષ્યને ક્યારેય સમ્માન મળતું નથી અને હંમેશા ડરનું વાતાવરણ બનેલું રહે છે. આપણે હંમેશા એવી જગ્યાએ રહેવુ જોઈએ જ્યાં બધી પ્રકારના સાધનો હાજર હોય અને એક સ્વસ્થ વાતાવરણ હોય. જે જગ્યાએ તમે તમારા પરિવારની સાથે સુરક્ષિત અને સુખપૂર્વક જીવન પસાર કરી શકો. આજે અમે જણાવવા જઈ રહ્યા છે ચાણક્યએ કઈ કઈ જગ્યાઓ વિષે જણાવ્યું છે જ્યાં ના રહેવું જોઈએ.

ચાણક્ય નીતિ પ્રમાણે જે જગ્યાએ રોજી રોટીનું કોઈ સાધન ના હોય અથવા આજીવિકા અથવા વેપાર કરવાની સ્થિતિ ના હોય એવી જગ્યાએ ક્યારેય પણ ના રહેવું જોઈએ. આજીવિકા વગર માણસ પોતાનું જીવન યોગ્ય રીતે નથી પસાર કરી શકતો અને પોતાના પરિવારનું પણ યોગ્ય રીતે પાલન પોષણ નથી કરી શકતો. એટલે હંમેશા એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં તમે વેપાર કરી શકો અથવા આજીવિકાનું કોઈ સાધન હાજર હોય.

ચાણક્યએ કહ્યું કે ક્યારેય પણ એવી જગ્યાએ ના રહેવું જોઈએ જ્યાં રહેવાથી તમને ડર લાગતો હોય અથવા લોકોમાં સમાજ કે કાનૂનનો ભય ના હોય. એવી જગ્યાએ રહેવાથી તમારા અને તમારા પરિવારની જિંદગી જોખમમાં પડી શકે છે. એટલે હંમેશા એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કાનૂન ના તોડીને પરંતુ બીજાનું હિત ઇચ્છતા હોય.

ચાણક્ય નીતિ પ્રમાણે જે જગ્યાએ લોકોમાં લાજની ભાવના ના હોય એવી જગ્યાએ પણ ના રહેવું જોઈએ. એવી જગ્યાએ રહેવાથી સમ્માન નથી મળતું. જે જગ્યાએ લોકોના મનમાં ઈશ્વર, લોક, પરલોકો માટે આસ્થા હોય છે ત્યાં સામાજિક આદરનો ભાવ પણ હોય છે. જે જગ્યાએ સમાજ મર્યાદિત હોય છે ત્યાં સંસ્કારનો વિકાસ થાય છે. એટલા માટે હંમેશા એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં લોકલાજની ભાવના હોય, તો જ કોઈ વ્યક્તિ યોગ્ય રીતે વિકાસ કરી શકે છે.

ચાણકયએ કહ્યું કે જે જગ્યાએ પરોપકારી લોકો ના રહેતા હોય અથવા જે લોકોમાં ત્યાગની ભાવના ના હોય ત્યાં ક્યારેય ના રહેવું જોઈએ. એવી જગ્યાએ રહેવાથી કષ્ટ મળે છે. હંમેશા એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં લોકોના મનમાં કુશળતા અને પરોપકારની ભાવના હાજર હોય છે કારણકે પરોપકારી મનુષ્ય હંમેશા બીજાની ભલાઈ માટે કામ કરે છે અને હંમેશા બીજાના હિત વિષે જ વિચારે છે.

ચાણક્યએ સૌથી છેલ્લે પોતાની નીતિમાં જણાવ્યું છે કે જ્યાં લોકો દાન આપવાનું ના જાણતા હોય અથવા જ્યાં લોકોના મનમાં દાન આપવાની ભાવના ના હોય એવી જગ્યાએ ક્યારેય ના રહેવું જોઈએ. દાન આપવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ દાન આપવાથી અંતરાત્મા પણ પવિત્ર થઇ જાય છે. દાન આપવાની ભાવના લોકોને એકબીજા પ્રત્યે સુખદુઃખમાં કામ આવવાની પ્રેરણા આપે છે. જે જગ્યાએ એવી ભાવના ના હોય ત્યાં ક્યારેય ના રહેવું જોઈએ.

ટિપ્પણી

અમદાવાદીઓ માટે આવી ગયા ખુશીના સમાચાર, આવતીકાલે CM વિજય રૂપાણી કરશે હેપ્પી સ્ટ્રીટ નું લોકાર્પણ

સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો ઉર્વશીનો ડરામણો ‘મંજૂલિકા’ નો દેખાવ, ચાહકોએ પૂછ્યો એક જ સવાલ