in

એક એવી હોટલ જેમાં પ્રવેશ કરતાની સાથે જ પોહચી જવાય છે એક દેશમાંથી બીજા દેશમાં, જાણો રસપ્રદ વાત

સમગ્ર વિશ્વમાં એવી અનેક હોટલ છે જે સુંદર તથા આકર્ષક છે, આટલું જ નહી એવી ઘણી હોટલો છે જે સુંદર તથા આલિશાન પણ છે જેના લીધે તેમાં એક રાત વસવાટ કરવાની કિંમત લાખોમાં હોય છે. ઘણા માણસોનું એકમાત્ર સપનું હોય છે કે તેઓ એવી આલીશાન હોટલમાં ઓછામાં ઓછી એક રાત પસાર કરવા માંગે છે પરંતુ શું તમે ક્યારેય એવી હોટલ બાબતે સાંભળ્યું છે જ્યાં બેડ પર કરવટ બદલતા જ માણસો એક દેશમાંથી બીજા દેશમાં આવી જાય છે. જી હા આ કોઇ મજાક નથી પરંતુ વાસ્તવમાં એવી એક હોટલ છે જેનું નામ અર્બેઝ હોટલ છે.

Image result for abrez-hotel

આ હોટલને અર્બેઝ ફ્રાંકો-સુઇસે હોટલના નામથી ઓળખ ધરાવે છે. આ હોટલ ફ્રાંસ અને સ્વિઝરલેન્ડની સરહદ પર લા ક્યોર ભાગમાં આવેલી છે. આ હોટલ બંન્ને દેશોમાં આવે છે. જેથી આ હોટલના બે સરનામા છે.

આ હોટલની એક એવી ખાસિયત એ છે કે ફ્રાન્સ અને સ્વિઝરલેન્ડની સરહદ પર આ હોટલની વચ્ચોવચથી પસાર થઈ જાય છે. આ હોટલની અંદર જતાં જ માણસો એક દેશમાંથી બીજા દેશમાં પ્રવેશ કરી જાય છે. અર્બેઝ હોટલના ભાગલા બંન્ને દેશોની સરહદને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ હોટલનો બાર સ્વિઝરલેન્ડમાં આવે છે તો બાથરૂમ ફ્રાન્સમાં છે.

Image result for abrez-hotel

આ હોટલમાં બધા જ રૂમના બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. રૂમમા ડબલ બેડ એ રીતે ગોઠવણ કરવાંમાં આવી છે કે જેથી અડધા ફ્રાન્સમાં તો અડધા સ્વિઝરલેન્ડમાં રહે. જોડે જોડે રૂમમાં ઓશિકા પણ બે દેશની જેમ જુદા જુદા લગાવાયા છે.

આ હોટલ જે સ્થળ પર આવેલી છે તે વર્ષ 1862માં બનાવવામાં આવી હતી. આ સિવાય અહીં એક કરિયાણાની દુકાન હતી. પછીના વર્ષ 1921માં જૂલ્સ- જીન અર્બેઝ નામના માણસે આ જગ્યા ખરીદી લીધી અને અહી હોટલ બનાવી દીધી. હવે આ ફ્રાન્સ અને સ્વિઝરલેન્ડ બંન્ને દેશોની ઓળખ બની ગઇ છે.

ટિપ્પણી

ગુજરાત રાજ્યનું એક એવું ગામ કે જ્યાં દૂધ અને છાશ આપવામાં આવે છે એકદમ ફ્રી, અહીં પૈસા લેતા ડરે લોકો

કોરોના થી બચવા માટે દરેક ભારતીય દુકાનદાર એ અપનાવવી જોઈએ આ રીત, સંક્રમણ ના ચાન્સ ઓછા થઈ જશે