in , ,

આટલું વાંચ્યા પછી નેગેટિવ વિચાર મન માં નહિ આવે

ગયા અંક થી વાત ચાલુ કરું છું. જો તમે એ લેખ ના વાંચ્યો હોય તો એ લેખ વાંચી લેવો જેથી તમને વધારે ખબર પડે.

મને ફેસબૂક પર @harshil.mehta.5030 અને ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta follow શકો છો. લેખ કેવો લાગ્યો એ જણાવવા નું ના ભૂલતા. જેથી મને નવા લેખ લખવા ની પ્રેરણા મળતી રહે.

તમારા વિચારો તમારી જિંદગી ને કઈ રીતે બદલે છે તે આપણે જોયું. સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉઠે કે આપણે હરહંમેશ સારું એ કઈ રીતે વિચારવુ અને આપણને એવું વિચારવા ક્યાંથી મળી શકે. તો સીધો જવાબ છે કે જયારે પણ તમારા મગજ માં કોઈ નેગેટિવ વિચાર આવે તો તેને તરત જ કાઉન્ટર કરી ને પોઝિટિવ કરી દ્યો. તમને એમ લાગતું હશે કે વળી એ તો કઈ રીતે બને? પણ હા એ શક્ય છે.

માણસ ના મગજ ના વૈજ્ઞાનિક એ એક પ્રયોગ કર્યો. તેને પોતાના સાજા ડ્રાઈવર ને કીધું કે, “આજે તારી તબિયત ઠીક નથી લાગતી.” તો પહેલી વાર તો ડ્રાઈવર ના મગજ માં કઈ અસર ના થઇ. પરંતુ જેવા ઓફિસ પહોંચ્યા તેવા તરત જ પટાવાળા ને ગાડી પાસે મોકલી ને ફરી થી આ વાત કહેવડાવી કે,” તારી તબિયત ઠીક ના હોય તો તું રજા લઇ શકે છે.” અને તરત જ ડ્રાઈવર ઓફિસ ના વોશરૂમ માં ગયો અને મનોવૈજ્ઞાનિક ને કહ્યું કે એ આજે રજા લે છે.

તમને તમારા જીવન માં ઘણા એવા નેગેટિવ લોકો મળશે. અરે! બધા ને મળે છે. તેનો મતલબ એમ બિલકુલ નથી કે તેઓ જૂઠું બોલી રહ્યા છે પરંતુ એવું પણ ના થાય કે તમારે એમની બધી વાત માનવી. હંમેશા કોઈ પણ વાત સાંભળો અને પોતાના મગજ માં એના વિષે વિચાર કરો કે આ વાત ને શક્ય કઈ રીતે બનાવી. જો તમે એ રીતે ક્રિટીકલી વિચાશો તો અવશ્ય તમારા મગજ ને સારા વિચારો આપી શકશો.

તમારા અવચેતન મગજ ને તો નેગેટિવિટી થી તમારે બચાવવું જ પડશે. તેના માટે તમારે તમારા રોજિંદા જીવન માં જોવું પડશે કે ક્યાં ક્યાં તમે પોતે નેગેટિવ છો. કોઈ તમને પૂછે કે, “કેમ છો?” તો ઠૂસ પુસ થઇ ને ના કહો કે, “જિંદગી છે તો ચાલે જાય છે.” તમે એકદમ ઉત્સાહી થઇ ને કહો કે, “બસ અત્યારે તો મજા છે અને આવનારા ભવિષ્ય માં પણ મજા જ રહેશે.”

કોઈ BMW જુઓ તો તમે સીધું એમ ના કહો કે તમારી BMW માટે ની તાકાત નથી,પરંતુ પોતાની જાત ને એમ કહો કે અત્યારે તાકાત ભલે ના હોય જીવન માં આગળ જતા તેવી પરિસ્થિતિ આવશે તો તેમની પાસે આ ગાડી તો હશે જ. અને જો આમ પણ તમને ગાડી ભલે ના મળે પરંતુ તેના વિષે વિચારવા માં શું ખોટું છે?

તમને કોઈ આવી ને પૂછે કે,”આઈફોન X  છે કે નઈ?” તો એમ ના કહો કે,” અમે ક્યાં ને આઈફોન ક્યાં?” પણ એમ જ કહો કે,”બસ અત્યારે એની મહેનત ચાલુ જ છે.” કોઈ પણ તમને નેગેટિવિટી આપે તો તેને મજાક માં ઉડાડી દો.

અને બીજી એક અગત્ય ની વાત પોતાની જોડે જે છે તેમાં સંતુષ્ટ રહો. એટલે કે આજે તમે ભલે ને બસ માં મુસાફરી કરતા હોવ તો તમે એકદમ ખુશ રહો. પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે તમે ગાડી મેળવવા માટે નો પ્રયાસ છોડી દો. તમારે તમારી વર્તમાન પરિસ્થિતિ માં ખુશ રહેવા નું છે અને તમારા ભવિષ્ય ને સુદ્રઢ અને સારું બનાવવા નું છે.

તમે (અરે સાહેબ તમે જ) તમારી મહેનત અને વિચારો થી જ સારા જીવન નું નિર્માણ કરશો. પણ એ મહેનત ક્યાં કરવી છે, ક્યારે શરુ કરવી છે અને તેનું ચિંતન તમારા મગજ માં સારી રીતે કરી લેવું. કારણ કે સારું મગજ જ સારા વિચારો આપશે અને જેવા વિચાર હશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

કેટરીના થી લઈને આલિયા સુધી, અહીં જુઓ Bollywood અભિનેત્રીઓના બાળપણના ફોટા

વ્રજ લીલા