in

આજે પણ ધર્મેન્દ્ર મુસ્લિમ પરિવારનો અહેસાન નથી ભૂલી શક્યા , હીરો બનીને આ રીતે ચુકવ્યો હતો કર્જ

જયારે ધર્મેન્દ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવાની મહેનત કરી રહ્યા હતા ત્યારે એમને એક મુસ્લિમ પરિવારે આશરો આપ્યો હતો.

ધમેન્દ્ર પોતાના જમાનાના મશહૂર હીરો ગણાતા હતા. હેમા માલિની સાથે એમની પ્રેમ કહાની પણ ઘણી ખબરોમાં છવાયેલી રહી હતી. હેમા સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. ધર્મેન્દ્રના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા પણ પછી એને હેમા માલિની સાથે પ્રેમ થઇ ગયો. પ્રકાશ કૌરને છૂટાછેડા આપીને હેમા માલિની સાથે લગ્ન કર્યા. ધર્મેન્દ્ર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીમેનના નામથી પણ જાણીતા છે. પણ રિયલમાં જો એમની વાત કરીયે તો ધર્મેન્દ્ર એકદમ દરિયાદિલ અને ભાવનાત્મક વ્યક્તિ છે, ધર્મેન્દ્ર એક એવા અભિનેતા છે જે સફળ અને અમીર હોવા છતાં પણ પોતાની જડો સાથે જોડાયેલા છે.ધર્મેન્દ્ર અવારનવાર જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા હોય છે એવામાં એમની દરિયાદિલીની એક નવી જ તસ્વીર જોવા મળી છે. જણાવી દઈએ કે કરિયરના શરૂઆતના દિવસોમાં જયારે ધર્મેન્દ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે મહેનત કરી રહ્યા હતા ત્યારે એક મુસ્લિમ પરિવારે એમની ઘણી મદદ કરી હતી. પછી જયારે ધર્મેન્દ્ર બોલીવુડના સુપરસ્ટાર બની ગયા તો એમણે એ મુસ્લિમ પરિવારની કંઈક આ રીતે મદદ કરી હતી.

હજ યાત્રા પર મોકલ્યો આ પરિવારને :

આ વાતનો ખુલાસો ખુદ ધર્મેન્દ્રએ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર  કર્યો હતો. ધર્મેન્દ્રએ પોતાની એક જૂની તસ્વીર શેર કરી છે એમાં એ મુસ્લિમ પરિવાર સાથે જોવા મળે છે અને એ ફોટામાં એમણે એક નાની છોકરીન તેડી છે. આ તસ્વીર શેર કરતા ધર્મેન્દ્રએ લખ્યું કે ,” યાદે લોટ આઈ હે , ફિલ્મોમાં આવતા પહેલા એ મલેરકોટલામાં કામ કરતા હતા, મોહમ્મદીન અને ફાતિમાએ મને ઘણોજ પ્રેમ આપ્યો હતો. એમને હજ જવું હતું,અને એક એક્ટર બન્યા પછી હું એમના આ સપનાને પૂરું કરી શક્યો , અને આ મોકો આપવા માટે ભગવાનનો આભાર માનું છું.” જણાવી દઈએ કે ધર્મેન્દ્રની આ તસ્વીર લોકોને ખુબ જ પસંદ આવી રહી છે અને એ એના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહી છે. મલેરકોટલા પંજાબના સંગરુર જિલ્લામાં આવેલું એક ગામ છે , અને એ લુધિયાણાથી 50 કિલિમીટર દૂર છે.

‘દિલ ભી તેરા હેમ ભી તેરે ‘ થી કર્યું હતું ડેબ્યુ :

1954-55 ના સમય દરમિયાન બોલીવુડમાં કરિયર શરુ કરતા પહેલા ધર્મેન્દ્ર મલેરકોટલામાં નોકરી કરતા હતા અને અહિયાંથી જ મિત્રો સાથે સાયકલ પર ફરવા નીકળી જતા હતા. કપિલ શર્માના શોમાં એમણે એવું જણાવ્યું હતું કે જયારે એમણે ફિલ્મફેર મેગેઝીનમાં જોયું કે બિમલ રોય અને ગુરુ દત્તને પોતાની આવનારી ફિલ્મ માટે હીરોની શોધ કરી રહ્યા છે, ત્યારે એમણે ફોટા પડાવ્યા. અને એ એક સ્પર્ધા હતી ને એ જીતનારને ફિલ્મમાં હીરોનો રોલ મળવાનો હતો. ધર્મેન્દ્ર આ સ્પર્ધા તો જીતી ગયા પણ કોઈ કારણથી એ ફિલ્મ ના બની શકી. પછી આગળ જતા ધર્મેન્દ્રએ અર્જુન હિંગોરાની ફિલ્મ ‘દિલ ભી તેરા હેમ ભી તેરે ‘ થી વર્ષ 1960 માં ડેબ્યુ કર્યું હતું.

જણાવી દઈએ કે ધર્મેન્દ્ર અવારનવાર સોશ્યિલ મીડિયા પર પોતાની જૂની તસવીરો અને યાદો પોતાના ચાહકો સાથે શેર કરતા હોય છે, હમણાં તે એમના દીકરા સની દેઓલના ચૂંટણી પ્રચાર માટે પંજાબ ગયા હતા અને ખાસ વાત કે સની દેઓલ પંજાબના ગુરુદાસપુરથી ચૂંટણી જીતી ગયા છે.

ટિપ્પણી

આ ઘટના વાંચશો તો તમારી આંખોમાં આવી જશે પાણી !!!

કુમકુમ માત્ર સૌંદર્યને જ નહિ પરંતુ ભાગ્યને પણ સંવારે છે, જાણો કઈ રીતે?