in

શું તમે સાવરણીની કેટલીક ખાસ વાતો જાણો છો ?

દોસ્તો જ્યોતિષશાસ્ત્ર એ એક એવું શાસ્ત્ર છે અને એમાં ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આપણે એ વસ્તુને રોજિંદા જીવનમાં સાવ સામાન્ય વસ્તુ તરીકે જ વાપરતા હોઈએ છે. પણ વાસ્તવમાં એ વસ્તુ આપણા જીવનમાં ઘણું જ ખાસ મહત્વ ધરાવે છે અને એના પ્રભાવથી આપણા જીવનમાં ખાસ બદલાવ લાવી શકાય છે. એવી જ એક વસ્તુ છે સાવરણી આપણે એને ઝાડુ પણ કહીયે છીએ.

રોજિંદા ઘરના કાર્યોમાં સાવરણીનો ઉપયોગ લેવાય છે પણ આપણા જીવનમાં એનું આર્થિક દ્રષ્ટિ પણ ખાસ મહત્વ રહેલું છે. સાવરણી દેખાય છે સામાન્ય પણ એમાં આપણને શ્રીમંત તથા કંગાળ બનાવવાની પણ ક્ષમતા રહેલી છે. તો એટલે જ ઝાડુ સાથે સંકળાયેલી કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. એવું કરવાથી તમારા ઘરમાં રહેલી સમસ્યાઓનો અંત આવી જશે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો પણ વાસ થાય છે. ચાલો એના વિષે ખાસ માહિતી આપી દઈએ.

૧. સૌથી પહેલા તો એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જયારે પણ આપણા ઘરનું કોઈ વ્યક્તિ મહત્વના કામે બહાર જઈ રહ્યું હોય તો એના માર્ગમાં સાવરણી ના રાખવી જોઇએ કેમ કે જો એ સમયે સાવરણી રસ્તામાં આવે તો કોઈ બનતુ કામ પણ બગડે છે.

૨. બીજીએક વાત કે કોઈ દિવસ સુર્યાસ્ત થઇ જાય પછી ઘરમાં ઝાડુ મારવુ નહિ કેમ કે સુર્યાસ્ત થયા પછી ઘરમાં ઝાડુ મારવાથી ધનના દેવી લક્ષ્મીજી એ ઘરથી નારાજ થઇ જાય છે અને તમારે મોટા પાયે ધનહાનિ થાય એવી શક્યતા વધે છે માટે શક્ય હોય ત્યાં સુધી સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ લગાવવુ નહિ.

૩. આ સિવાય જયારે પણ તમારું સાફ-સફાઈનું કામ પૂરું થઇ જાય પછી કાયમ સાવરણી પર લાગેલો કચરો દૂર કરી દેવો અને એને કોઈ વ્યવસ્થિત જગ્યાએ રાખી દેવી. એના સિવાય કોઈ દિવસ સાવરણીને ઉભી રાખવી નહિ એનાથી ઘરમાં વાદ – વિવાદ વધી શકે છે.

૪. આ સિવાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ દિવસ ભૂલમાં પણ સાવરણી પર પગ મુકવો નહિ કેમ કે આપણે ત્યાં એવુ માન્યતા છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે. તો જો આપણે સાવરણી પર પગ મુકીયે તો લક્ષ્મીજીનું અપમાન થયું સમાન કહેવાય.

જાણો સાવરણીના ઉપાયથી સુખ – સમૃધ્ધિ મેળવવાના નુસ્ખાઓ :
જો તમારે જીવનમાં સુખ – સમૃધ્ધિ મેળવવી છે અને ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કે તો કોઈપણ દેવસ્થાને બ્રહ્મ મહુર્તમાં ત્રણ વખત સાવરણીઓનું ગુપ્ત દાન કરવું. જયારે પણ કોઈપણ દેવસ્થાને સાવરણીનું દાન કરો એની પહેલા શુભ મહુર્ત ચોક્કસથી જાણી લેવુ અને જે તે શુભ મહુર્તમાં જ સાવરણીનું દાન કરવું. જો એ દિવસે કોઈ શુભ સંયોગ કે તહેવાર આવી જાય તો એ દાનનું મહત્વ પપણ વધે છે અને તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ પણ થાય છે.

આ સિવાય જો તમારે સાવરણીનું દાન કરવું છે તો એના એક દિવસ પહેલા જ સાવરણીની ખરીદી કરી લેવી જોઈએ. જો તમે કોઈ નવું મકાન ખરીદી રહ્યા છો અને એ ઘરમાં પહેલી વાર પ્રવેશ કરી રહ્યાં છો તો હંમેશા નવી સાવરણી પોતાની સાથે લઇ ને જ ઘરમાં પ્રવેશ કરીયે એને ખુબ જ શુભ ગણવામાં આવે છે. એનાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃધ્ધિ પણ જળવાઇ રહે છે. જો આપણે શનિવારના દિવસે નવી સાવરણીનો પ્રયોગ કરીયે એને ઘણું જ શુભ મનાય છે.

ટિપ્પણી

ઉત્તર પ્રદેશમાં એક મંદિર છે જ્યાં મરેલા લોકો થાય છે જીવતા, હોય છે ભક્તોની ભીડ !!!

આ 4 જીવો પર આજેય છે સીતા માતાનો શ્રાપ , શું છે એનું કારણ ?