in

આ એક વાત જણાવવાથી તો ટ્રાફિક પોલીસ પણ કાપી નહિ શકે તમારું ચલણ

નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયો ત્યારબાદ વાહનનું રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ (RC), ઈન્શ્યોરન્સ, PUC,ડ્રાઈવિંગ લાઈસન્સ અને પરમિટ સર્ટીફિકેટ તાત્કાલિક ના બતાવવામાં આવે તો તાબડતોડ ચલાણ કાપવાની ખબરો રોજેરોજ આવી રહી છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ પ્રમાણે જો તમે ટ્રાફિક પોલીસની માંગ પર તાત્કાલિક રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઈન્શ્યોરન્સ, PUC, ડ્રાઈવિંગ લાઈસન્સ અને પરમિટ સર્ટિફિકેટ તમે નહિ બતાવો તો એ ગુનો નથી.

સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ વિનય કુમાર ગર્ગ અને વકીલ રોહિત શ્રીવાસ્તવ આના વિષે જણાવે છે કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં જોગવાઈ એવી કરવામાં આવી છે કે વાહન ચાલકને દસ્તાવેજો બતાવવા માટે 15 દિવસ જેટલો સમય અપાશે.

Advertisements

આ કારણ માટે ટ્રાફિક પોલીસ તાત્કાલિક એમનું ચલાણ ના આપી શકે. એનો મતલબ એવો થાય છે કે જો વાહનચાલક 15 દિવસમાં આ દસ્તાવેજોને બતાવવાનો દાવો કરે છે તો ટ્રાફિક પોલીસ કે RTO અધિકારી વાહનનું ચલણ નહિ આપે. એ પછી ચાલક 15 દિવસમાં આ દસ્તાવેજો ટ્રાફિક પોલીસ કે અધિકારીને બતાવવાના રહેશે.

વકીલ શ્રીવાસ્તવે આ વિષે જણાવ્યું કે મોટર વ્હીકલ એક્ટ 2019ની કલમ 158 હેઠળ અકસ્માત કે કોઈ વિશેષ કારણમાં આ દસ્તાવેજોને બતાવવાનો સમય 7 દિવસ માટેનો હોય છે. એ સિવાય ટ્રાફિકના કાયદાના જાણકાર ડૉ.રાજેશ દુબે કહે છે કે જો ટ્રાફિક પોલીસને RC, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈન્સ્યોરન્સ, PUC તાત્કાલિક ના બતાવવામાં આવે તો ચલાણ આપે છે તો ચાલકની પાસે કોર્ટમાં એને રદ કરાવવાનો વિકલ્પ રહે છે.

Advertisements

સીનિયર વકીલ ગર્ગ કહે છે કે જો ટ્રાફિક પોલીસ ગેરકાયદેસર રીતે ચલાણ આપે છે તો એનો મતલબ એવો ના થાય કે ચાલકને ચલાણ ભરવુ જ પડશે, ટ્રાફિક પોલીસનું ચલાણ એ કોઈ કોર્ટનો આદેશ નથી. એને કોર્ટમાં પડકારી શકાય છે. જો કોર્ટને લાગે કે ચાલક પાસ એ બધા જ દસ્તાવેજ છે અને એને એ દસ્તાવેજોને રજૂ કરવા માટે 15 દિવસનો સમય નથી આપવામાં આવ્યો તો એ દંડ માફ કરી શકે છે.

વકીલ રોહિત શ્રીવાસ્તવે એમ જણાવ્યું કે આ ચલાણમાં એક સાક્ષીની સહી હોય એ પણ જરૂરી છે. કોર્ટમાં મામલાની સમરી ટ્રાયલ દરમિયાન ટ્રાફિક પોલીસને સાક્ષી હાજર કરવાના હોય છે. જો પોલીસ સાક્ષી હાજર ના કરી શકાય તો કોર્ટ ચલાણ માફ કરી શકે છે. એમને એમ જણાવ્યું કે મોટા ભાગના મામલામાં પોલીસ સાક્ષી હાજર ના કરી શકે અને એનો ફાયદો ચાલકને પ્રાપ્ત થાય છે.

ટિપ્પણી
Advertisements

જાણી લો અભિનેત્રી ઝરીન ખાન કયા અભિનેતા સાથે કરશે લગ્ન? નામ જાણીને લાગશે ખુબ જ નવાઈ

જાણી લો નરેન્દ્ર મોદીને સીધી જ ફરિયાદ કરવી હોય તો એડ્રેસથી માંડીને ફોન નંબર સુધીની માહિતી