પાલનપૂર હાઇવે ઉપર સડસડાટ જતી કારે ઘાસ લઇ જતી 3 મહિલાઓને મારી ટક્કર, 2 ની મૌત, 1 ગંભીર

  • ઘટના બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
  • અકસ્માત બાદ મૃતક મહિલાઓના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો

ગુજરાતના પાલનપુર હાઈવે પર, એક હાઇ સ્પીડ કારે ઘાસ લઇને ઘરે પરત ફરી રહેલી ત્રણ મહિલાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે મહિલાઓને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં બીજી મહિલા સારવાર દરમિયાન દમ તોડી ગઈ હતી. અકસ્માત બાદ મૃતક મહિલાના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો.

तीनों महिलाएं घास लेकर रोड से गुजर रही थीं।

ઘાસ લઈને ને જય રહી હતી મહિલાઓ

આ બનાવ બાદ કાર ચાલક સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ઘટના નજીકની હોટલમાં સ્થાપિત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રવિવારે સાંજે ત્રણ મહિલા ઘાસ લઇ રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક જ એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે તેમને ટક્કર મારી.

લોકોએ કાર માં તોડફોડ કરી

બાતમી મુજબ આ અકસ્માતમાં લક્ષ્મીબેન પરમાર અને નીતાબેન પરમારનું મોત નીપજ્યું છે, જ્યારે નેહલબેન પરમાર ઘાયલ છે. ઘટના બાદ, પ્રત્યક્ષદર્શીઓના ટોળાને જોઇને કાર ચાલક કાર મૂકી ભાગી ગયો હતો. અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ કારની તોડફોડ કરી હતી. પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.