90નો દાયકો અને તે બાળપણની યાદો

Please log in or register to like posts.
News

લૌટા દેતી જિંદગી એક દિન નારાજ હોકર

કાશ ! મેરા બચપન ભી કોઈ ઍવૉર્ડ હોતા

બાળપણ એવું મુટ્ઠીમાંથી ફસકી પડતી રેતી છે કે ભલે કેટલીય મુટ્ઠી કસીને રાખો, તે રેતની જેમ લપસીને નિકળી જ જાય છે. જો આપનું બાળપણ 90ના દાયકામાં વીત્યું છે, તો આપને આ વસ્તુઓ આજીવન યાદ રહેશે, જેમ કે પાણીમાં તરતી નાવડી, વીજળી ડૂલ થતા ફાનસ સાથે અભ્યાસ કરવો. આ ઉપરાંત મિત્રો સાથે હો-હલ્લા કરવું અને ઘણી એવી બાબતો કે જે આજે તો અનેક ટેક્નોલૉજી સમયની સાથે ક્યાંક ખોવાઈ ગઈ છે.

આવો આજે અમે 90ના દાયકા સાથે જોડાયેલી એવી જ વસ્તુઓ બતાવી રહ્યા છીએ કે જેથી આપને 90ના દાયકાનું બાળપણ યાદ આવી જશે.

ચુઇંગ ગમ

ચુઇંગ ગમ

તે જમાનામાં ચુઇંગ ગમ ખાવું કોઇક ટશન કે સ્ટાઇલ મારવાથી ઓછુ નહોતુ ગણાતું. 90નાં દાયકા કિડ્સ ચુઇંગ ગમને બબલગમ કહેતા હતાં.

 

સ્પેશિયલ ચૉકલેટ

સ્પેશિયલ ચૉકલેટ

આ ચૉકલેટ અને ટૉફીની બહુ વધારે વૅલ્યુ હતી. આજ-કાલ ઘણા પ્રકારની ચૉકલેટ મળવા લાગી છે, પરંતુ તે સમયે તે નાની-નાની ચૉકલેટો ચહેરો પર સ્માઇલ લઈ આવતી હતી.

 

ફાઉંટેન પેન

ફાઉંટેન પેન

જ્યારે પ્રાયમરી બાદ મિડલ સ્કૂલમાં ફાઉંટેન પેનથી લખવાનું શરૂ કરાવવામાં આવતુ હતું, તે વખતે બાળકોમાં ફાઉંટેન પેનને લઈને એક જુદું જ એક્સાઇટમેંટ જોવા મળતુ હતું. 90ના દાયકાના દરેક બાળકે સ્કૂલમાં ફાઉંટેન પેનમાં શાહી ભરીજરૂર એક વાર યુનિફૉર્મ તો ગંદુ કર્યું જ હશે. આજ-કાલ તો જેલ પેનનો જમાનો છે.

 

રબર ધરાવતી પેંસિલ

રબર ધરાવતી પેંસિલ

90નાં જમાનામાં વધુ એક સારી વસ્તુ મળતી હતી. રબર ધરાવતી પેંસિલ કે જે દર બાળકને ગમતી હતી, પરંતુ સૌથી ખરાબ ત્યારે લાગતુ હતું કે જ્યારે કોઇક મિત્રની પેંસિલ લઈ લેતા હતા અને પછી આખી ચાવીને ગંદી કરી પરત કરતા હતાં. આનાથી ગંદુ કામ તો બીજુ કંઈ હોઈ જ ન શકે.

 

જ્યોમેટ્રી બૉક્સ

જ્યોમેટ્રી બૉક્સ

નટરાજ કે કેમિલનનું જ્યોમેટ્રી બૉક્સ લેવું તે જમાનામાં એક સૌથી સારી વાત ઘણાતી હતી. સ્કૂલનાં બૅગમાં આ જ્યોમેટ્રી બૉક્સ કોઇક ખજાનાથી ઓછું નહોતું લાગતું. અને તેમાંથી કાઢવામાં આવેલા તમામ ઉપકરણોને ફરીથી ગોઠવવા પણ પોતાની જાતમાં એક અલગ ખુશી થતી હતી.

ખુશીઓની ચાવી

ખુશીઓની ચાવી

90માં આ સ્પેનર કોઇક ખુશીઓની ચાવીથી ઓછું નહોતું. આપણામાંથી ઘણા હશે કે જેમણે આ સ્નેપરનો ઉપયોગ કર્યો હશે.

વૉકમૅન

વૉકમૅન

90ના દાયકામાં મોટાભાગનાં બાળકોનો સાથી આ વૉકમૅન રહેતો હતો. આ તો આપ પણ સ્વીકાર કરતા હશો કે તે વખતે આપ કાનમાં ઈયર પ્લગ લગાવીને આપનાં 90ના દાયકાનાં અનેક પૉપ્યુલર સૉંગ્સ સાંભળ્યા છે.

 

કૅસેટ્સનો સમૂહ

કૅસેટ્સનો સમૂહ

90ના દાયકામાં કૅસેટ્સ ખરીદવી અને મિત્રોને સાંભળવા માટે આપવી, તે વખતની સૌથી મોટી ખુશીઓમાંની એક હતી. આજે તો વ્હૉટ્સએપ કે ઘણી મ્યુઝિક એપ્સે તે ખુશીને ક્યાંકને ક્યાંક ઓછી કરી દીધી છે. ટેપ રિકૉર્ડર પર એક જ ગીતને રિવર્સ અને ફૉરવર્ડ કરીને સાંભળવાનો આનંદ કંઇક જુદો જ રહેતો હતો.

 

કાગળની નાવડી

કાગળની નાવડી

વરસાદનાં પાણીમાં કાગળની નાવડી તરાવવાની મજા જે તે જમાનામાં આવતી હતી, તે હવે ક્યાં રહી છે ? 90ના દાયકામાં બાળપણનાં મિત્રો સાથે કરવામાં આવેલી મસ્તી અને શરારતોમાંની આ એક હતી. આ તો લગભગ સૌએ જરૂર કર્યું જ હશે.

 

બંદૂક

બંદૂક

અને આ ટૉય ગન. એ તો સૌને યાદ જ હશે. દિવાળીનાં સમયે જેના હાથે તે લાગી જાય, તે તો જાણે કોઈ બૉસથી ઓછો ન ગણાતો. આ રમકડા વાળી બંદૂક સાથે ચોર-સિપાઈની રમત રમવાની મજા જ કંઈ ઓર હતી.

વીડિયો ગેમ

વીડિયો ગેમ

વીડિયો ગેમમાં બેસી કલાકો પસાર કરી દેવા, આ સૌનું ફેવરિટ ટાઇમપાસ ગણાતી હતી. અમે શરત લગાવી શકીએ છીએ કે આ તો સૌએ કર્યુ હશે. પોતાનો જ રેકૉર્ડ તોડવામાં આપણને પોતાને જ ખુશીથી પાગલ કરી દેતો હતો અને આ વીડિયો ગેમ આપણે કોઈની સાથે શૅર કરવાનું પસંદ નહોતા કરતાં.

સ્પેશિયલ શૂઝ

સ્પેશિયલ શૂઝ

90ના દાયકામાં જે વસ્તુ સૌને જુદી બનાવતી હતી, તે હતી હતી લાઇટ વાળા જૂતા. તે વખતનાં બાળકો પોતાનું સ્ટાઇલ સેગમેંટ બતાવવા માટે સાંજનાં સમયે આવા જૂતા પહેરીને નિકળતા હતા.

 

મૅંગો ફ્રૂટી, ફ્રેશ એંડ જ્યૂસી

મૅંગો ફ્રૂટી, ફ્રેશ એંડ જ્યૂસી

કેટલા લોકોને આ યમી ફ્રૂટી મૅંગો જ્યુસ યાદ છે ? તે સમયે ઉનાળાની સીઝનમાં મૅંગો ફ્રૂટી સૌની ફૅવરિટ ગણાતી હતી અને તેને પીધા બાદ ખુશી પણ બહુ મળતી હતી.

 

ફાનસનો પ્રકાશ

ફાનસનો પ્રકાશ

અંધારામાં 90નાં દાયકામાં ફાનસે આપણા બાળપણની યાદોને આજે પણ રોશન કરી રાખી છે. જ્યારે ક્યારેક ઉનાળામાં લાઇટ જતી હતી, તો ફાનસની રોશનીમાં વાંચીને ઘણી વાર એક્ઝામ આપતા હતાં.

 

કાર્ડ કલેક્શન

કાર્ડ કલેક્શન

ડબ્લ્યૂડબ્લ્યૂએફનાં રેસલરના કાર્ડ એકત્ર કરવા પણ આપણી આદતોમાં સામેલ હતું. આપણે જેટલા કાર્ડ એકઠા કરતા હતાં, તેટલા જ મોટા ફૅન ગણાતા હતાં. આ ઉપરાંત ડબ્લ્યુડબ્લ્યુએફ મૅચ જોવી અને તે સ્ટંટને પોતાનાં નાના સિબલિંગ પર ટ્રાય કરવું પણ સૌથી મજાનું ટાઇમપાસ ગણાતુ હતું.

 

વૉટર બોતલ

વૉટર બોતલ

આ સ્કૂલની વૉટર બોતલમાં પાણી ભરીને લઈ જવાની ખુશી આપણાં કરતા કોણ જાણી શકે છે.

 

સ્વિચ બોર્ડ

સ્વિચ બોર્ડ

હવે એવા સ્વિચ બોર્ડ જોવા પણ નથી મળતા. આ પ્રકારનાં સ્વિચ બોર્ડ 90ના દાયકામાં માત્રા નાની કે દાદીનાં ઘરે જ જોવા મળતા હતાં. આ સ્વિચ બોર્ડ પર હાથ પહોંચાડવું મુશ્કેલ હતું.

 

પોસ્ટ બૉક્સ અને એંટીના

પોસ્ટ બૉક્સ અને એંટીના

ડિશ ટીવી ઔર ઈ-મેલનાં જમાનામાં બાળકોને ક્યાં ખબર હશે કે પોસ્ટ બૉક્સ અને એંટીનાં આપણી જિંદગીની બે સૌથી જરૂરી વસ્તુઓ હતી. ઉનાળાનાં વૅકેશનમાં દૂરદર્શનની ક્લાસિકલ સીરિયલ્સ જોવી તે વખતની જરૂરી બાબતોમાંની એક હતી.

 

એક્ઝામ બોર્ડ

એક્ઝામ બોર્ડ

કાર્ડબોર્ડ કે તખ્તો એક્ઝામમાં બહુ જરૂરી ગણાતુ હતું. એક્ઝામમાં ઘણા લોકો તેનાં વડે નકલ પણ કરતા હતાં. એક્ઝામ આપતી વખતે આ બહુ જરૂરી વસ્તુ ગણાતી હતી.

Source: Boldsky

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.