અનહદ સુંદરતા થી દિવાના બનાવવા વાળી ફેમસ અભિનેત્રી રીના રોય ની થઈ ગઈ છે આવી સ્થિતિ, જોઈ ને તમારું દિલ તૂટી જશે

Please log in or register to like posts.
News

80 ના દશક ની સુંદર અને ફેમસ અભિનેત્રી રીના રોય પોતાના સમય માં હંમેશા હેડલાઇન્સ માં બનેલી રેહતી હતી. રીના રોય અને શત્રુઘ્ન સિંહા નો અફેર ઘણા લાંબા સમય સુધી ચાલ્યો જેના કારણે કેટલાક લોકો સોનાક્ષી ને રીના ની પુત્રી કહે છે. આનું કારણ સોનાક્ષી નો ચેહરો રીના થી ઘણો મળતો આવે છે. એમ તો આ સાચું તો નથી પરંતુ ક્યારેક પોતાની દિલકશ અદાઓ થી બધા ને પોતાનો દીવાનો બનાવવા વાળી રીના રોય લગ્ન પછી ગાયબ થઈ ગઈ અને લાઇમલાઇટ થી દૂર ક્યાક ગુમનામી માં જીવી રહી છે. અનહદ સુંદરતા થી બધાને દિવાના બનાવવા વાળી ફેમસ અભિનેત્રી ની થઈ ગઈ છે આવી સ્થિતિ,કે એમને હવે ફોટા માં ઓળખવું મુશ્કેલ થઈ ગયું છે.

મીડિયા નો કેમેરો બોલિવૂડ સ્ટાર ની આસપાસ ફરતો રહે છે. અને સેલિબ્રિટિ આમના થી ઘણું ઓછું બચી શકે છે. આ વખતે આ કેમેરા માં કેદ થઈ 80 ના દશક ની ફેમસ અભિનેત્રી રીના રોય,જેમણે લગભગ દરેક મોટા અભિનેતા ની સાથે કામ કર્યું હતું હવે એમના ફોટો ઓળખાણ માં જ નથી આવી રહ્યા. હમણાં જ રીના રોય ને એક પાર્ટી માં સ્પોટ કરવા માં આવ્યું. રીના નું વજન ઘણું વધી ગયું છે.

રીના રોય હવે ઉમર વધવા ની સાથે સાથે વધારે વજન વાળી સ્ત્રી દેખાવા લાગી છે અને એમને ઓળખવું પણ મુશ્કેલ થઈ ગયું છે અને થાય પણ કેમ નહીં એમની ઉમર લગભગ 60 ની ઉપર થવાની છે. લાંબા સમય સુધી શત્રુઘ્ન સિંહા થી અફેર પછી જ્યારે શત્રુઘ્ન એ ક્યાક બીજે લગ્ન કરી લીધા હતા તો ત્યારે રીના એ પણ પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન ને પોતાનો જીવન સાથી બનાવ્યો અને 1983 માં લગ્ન કરી લીધા. જોકે બંને નો થોડાક સમય પછી છૂટાછેડા થઈ ગયા અને એ એમની પુત્રી સનમ ને ભારત લઈ આવી અને હવે એ પોતાની પુત્રી ની સાથે મુંબઈ માં જ રહે છે.

વર્ષ 1972 માં આવેલી ફિલ્મ જરૂરત થી રીના રોય એ ડેબ્યું કર્યું. આ ફિલ્મ માં એમને ઘણા ઇંટિમેટ સીન અને સેમી ન્યૂડ સીન આપવા ના હતા. પેહલા તો રીના એ ના પાડી પરંતુ કરિયર બનાવવા ના જુનૂન માં એમણે હા પાડી દીધી. જોકે એમણે લોકપ્રિયતા વર્ષ 1973 માં આવેલી ફિલ્મ “જૈસે કો તૈસા” થી મળી જેમાં એમના જીતેન્દ્ર ની સાથે રેન ડાન્સ વાળા સોંગ એ હંગામો મચાવી દીધો. ફિલ્મ સુપર હિટ થઈ એના પછી રીના ના ખાતા માં નાગિન,જાની દુશ્મન,નસીબ,બદલે કી આગ,કાલીચરણ,હથકડી,પ્યાસા સાવન,આશા જેવી ઘણી સુપર હિટ ફિલ્મો રહી. ફિલ્મ કાલીચરણ થી રીના અને શત્રુઘ્ન નો અફેર શરૂ થયો અને રીના શત્રુઘ્ન ના પ્રેમ માં પાગલ હતી. એટલા સુધી કે એમણે રીના ને લગ્ન માટે પણ પ્રપોઝ કર્યું હતું.

શત્રુઘ્ન એ પોતાના એક ઇન્ટરવ્યૂ માં પોતાના અને રીના ના સંબંધ નો સ્વીકાર પણ કર્યો હતો. એમણે કીધું હતું કે “રીના ની સાથે મારો સંબંધ રહ્યો છે. હું ભાગ્યશાળી છું કે એમણે પોતાના જીવન ના 7 વર્ષ મારા નામ કર્યા.” પરંતુ ત્યારે જ શત્રુઘ્ન એ કોઈ બીજા થી લગ્ન કરી ને બધા ને ચોંકાવી દીધા હતા.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.