in , ,

રાધા-કૃષ્ણ હોય કે વિશ્વામિત્ર-મેનકા, પૌરાણિક કાળ ની આ 7 પ્રેમ વાર્તાઓ, પ્રેમ ની સાચી મિસાલ છે

પૌરાણિક પ્રેમ વાર્તાઓ ભલે આજ ના જમાના માં આપણ ને સારી ન લાગતી હોય પરંતુ આ પ્રેમ વાર્તાઓ ની આજે પણ મિસાલ આપવા માં આવે છે. પછી ભલે એ ભગવાન કૃષ્ણ અને રાધા ની પ્રેમ વાર્તા હોય કે પછી મેનકા અને વિશ્વામિત્ર ની. આ પ્રેમ વાર્તાઓ થી 21 મી સદી માં ન જાણે કેટલી પ્રેમ વાર્તાઓ બની ચૂકી છે. આ પૌરાણિક પ્રેમ વાર્તાઓ નું વર્ણન આપણ ને પુરાણો માં પણ જોવા મળે છે. અને ક્રુષ્ણ રાધા ની પ્રેમ વાર્તા ની તો ન જાણે આપણે કેટલા વર્ષો થી પૂજા કરી રહ્યા છીએ. આજ ના સમય માં અમર પ્રેમ વાર્તાઓ ની મિસાલો આપવામાં આવે છે.

આજે અમે તમારા માટે પૌરાણિક કાળ થી પ્રેમ વાર્તાઓ લઈ ને આવ્યા છીએ –

1. નલ અને દમયંતી

વિદર્ભ દેશ ના રાજા ભીમ ની પુત્રી દમયંતી અને નિષધ દેશ ના રાજા વીરસેન ના પુત્ર નલબંને ઘણા સુંદર હતા. બંને એકબીજા ના વખાણ સાંભળી ને જોયા વગર જ એકબીજા થી પ્રેમ કરવા લાગ્યા હતા. દમયંતી ના સ્વયંવર નું આયોજન થયું તો ઇન્દ્ર, વરૂણ,અગ્નિ તથા યમ પણ એને પ્રાપ્ત કરવા ના ઈચ્છુક બની ગયા. નલ નીસુંદરતા થી પ્રભાવિત થઈને એ ચાર એ પણ સ્વયંવર માં નલ નું રૂપ ધારણ કરી ને આવ્યા. નલ ની જેમ દેખાવા વાળા પાંચ પુરુષો ને જોઇ ને દમ્યન્તી ગભરાઈ ગઈ. પરંતુ એના પ્રેમ માં એટલી આસ્થા હતી કે એણે દેવતાઓ થી શક્તિ માંગી ને રાજા નલ ને ઓળખી લીધો અને બંને ના લગ્ન થઈ ગયા. નલ દમયંતી મળી તો ગયા,પરંતુ થોડાક સમય પછી એમનું વિયોગ પણ થઈ જાય છે. નલ પોતાના ભાઈ પુષ્કર થી જુગાર માં પોતાનું બધું જ હારી જાય છે અને બંને જુદા થઈ જાય છે. દમયંતી કોઈ રાજઘર માં શરણ લીધા પછી પોતાના પરિવાર માં પહોંચી જાય છે. દમયંતી થી છુટા પડ્યા પછી નલ ને કર્કોટક નામ નો સાપ ડંખ મારે છે જેના કારણે એનો રંગ કાળો પડી જાય અને એને કોઈ ઓળખી નથી શકતો. આ સ્થિતિ માં નલ સારથી બની ને વિદર્ભ પહોંચે છે અને દમયંતી પોતાના સાચા પ્રેમ નલ ને ઓળખી લે છે. નલ એકવાર ફરી થી પુષ્કર ની સાથે જુગાર રમી ને પોતાનું હારેલું બધું જીતી લે છે. દમયંતી ન માત્ર સુંદર હતી પરંતુ જેનાથી પ્રેમ કર્યો એને જ પોતાનું બધું માન્યુ. દમયંતી ને દેવતા ના રૂપ ને વૈભવ પણ વિચલિત ન કરી શક્યા, અને ના પતિ નું કદરૂપું રૂપએના પ્રેમ ને ઓછું કરી શક્યો.

2. સત્યવતી અને પરાશર ઋષિ

પરાશર ઋષિ ઘણા વિદ્વાન અને યોગસિદ્ધિ પ્રાપ્ત ઋષિ હતા. એક દિવસ એ યમુના પાર કરવા માટે હોડી પર સવાર થયા, હોડી પર એમને એક માછીમાર ની પુત્રી સત્યવતી દેખાઈ જે હોડી ચલાવી રહી હતી. ઋષિ પરાશર એના રૂપ અને યૌવન ને જોઈને વિચલિત અને વ્યાકુળ થઇ ઉઠ્યા,એમણે સત્યવતી થી પ્રેમ કરવા ની તેમ જ સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા પ્રગટ કરી. આના ઉપર સત્યવતી એ કીધું કે એ આ રીતે અનૈતિક સંબંધ થી સંતાન ને જન્મ આપવા માટે તૈયાર નથી, પરંતુ ઋષિ પરાશર ન માન્યા અને એનાથી પ્રણય નિવેદન કરવા લાગ્યા. આના પછી સત્યવતી એ ઋષિ ની સામે 3 શરત મૂકી, પરાશર ઋષિ એને સરળતા થી પુરી કર્યા પછી સત્યવતી ની સાથે હોડી પર જ પોતાની ઇચ્છા પૂરી કરી. આના પરિણામ સ્વરૂપ એમને એક પુત્ર થયો જેનું નામ કૃષ્ણદવૈરાયન રાખ્યું. આજ પુત્ર આગળ જઈ ને મહર્ષિ વેદ વ્યાસ ના નામ થી પ્રસિદ્ધ થયા. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર મહર્ષિ વેદ વ્યાસ ના પુત્ર માનવા માં આવે છે. આ 3 પુત્રો માંથી એક ધૃતરાષ્ટ્ર ના ત્યાં જ્યારે કોઈ પુત્ર ન થયો તો વેદ વ્યાસ ની કૃપા થી 99 પુત્ર અને 1 પુત્રી નો જન્મ થયો.

3. અર્જુન અને ચિત્રાંગદા

વનવાસ ના સમયે અર્જુન ભટકતા-ભટકતા મણિપુર જઈ પહોંચ્યા જ્યાં એમની ભેટ ચિત્રાંગદા થી થઇ. અર્જુન ચિત્રાંગદા ની સુંદરતા અને વીરતા થી પ્રભાવિત થઈ ને એમના થી લગ્ન કરવા ની ઈચ્છા પ્રગટ કરી. ચિત્રાંગદા પણ અર્જુન થી પ્રભાવિત હતી એટલા માટે એમણે લગ્ન નો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો. પરંતુ ચિત્રાંગદા ના પિતા એ એક શરત મૂકી કે ચિત્રાંગદા અને અર્જુન નો પુત્ર એમની પાસે જ રહેશે અને મણિપુર નો ઉત્તરાધિકારી બનશે. અર્જુને આ શરત સ્વીકારી લીધી, આ રીતે અર્જુન અને ચિત્રાંગદા ના લગ્ન થઈ ગયા. લગ્ન ના થોડા સમય પછી અર્જુન ને એક પુત્ર ની પ્રાપ્તિ થઈ જેનું નામ ‘બબ્રુવાહન’ હતું. મહાભારત ના યુદ્ધ પછી જ્યારે પાંડવો એ અશ્વમેઘ યજ્ઞ કર્યો, ત્યારે અર્જુન અને બબ્રુવાહન ની વચ્ચે યુદ્ધ થયું જેમાં બબ્રુવાહન એ અર્જુન ને હરાવી દીધું. અર્જુન મૃત્યુ ને પ્રાપ્ત થવા ના જ હતા કે ‘ઉલૂપી’ જે અર્જુન ની પ્રેમિકા હતી, એણે નાગમણિની મદદ થી અર્જુન ના પ્રાણ બચાવી લીધા.

4. મેનકા અને વિશ્વામિત્ર

કહેવા માં આવે છે કે જ્યારે ઋષિ વિશ્વામિત્ર પોતાના કઠોર તપ થી એક નવા સંસાર ના નિર્માણ માટે વન માં કઠોર તપસ્યા માં લીન હતા, એ સમયે ઇન્દ્રદેવ ને એ ચિંતા થવા લાગી કે જો વિશ્વામિત્ર પોતાના ઉદ્દેશ્ય માં સફળ થઈ જશે,તો એ સમસ્ત સૃષ્ટિ ના દેવતા બની જશે અને એમનો અસ્તિત્વ નો અંત થઈ જશે. ત્યારબાદ ઈન્દ્રદેવે યોજના થી વિશ્વામિત્ર ની તપસ્યા ને ભંગ કરવા માટે સ્વર્ગ ની સૌથી સુંદર અપ્સરા મેનકા ને પૃથ્વીલોક ઉપર જઈને પોતાના સૌંદર્ય થી વિશ્વામિત્ર ની તપસ્યા ને ભંગ કરવા નો આદેશ આપ્યો. મેનકા ના દરરોજ પ્રયત્ન પછી એક દિવસ વિશ્વામિત્ર સૃષ્ટિ ને બદલવા ના પોતાના નિશ્ચય ને ભૂલી ને તપસ્યા થી ઊભા થયા અને મેનકા ના પ્રેમ માં મગ્ન થઈ ગયા. વિશ્વામિત્ર મેનકા મા પોતાની અર્ધાંગિની ને જોવા લાગ્યા. તપસ્યા તૂટયા પછી પણ ઘણા વર્ષો સુધી વિશ્વામિત્ર ની સાથે જ રહી. આ સમય માં મેનકા એ એક પુત્રી ને જન્મ પણ આપ્યો, પરંતુ જન્મ આપ્યા ના થોડા સમય પછી એક રાત્રે મેનકા,વિશ્વામિત્ર અને પોતાની પુત્રી ને છોડી ને પાછી ઈન્દ્રલોક ચાલી ગઈ.

5. કૃષ્ણ અને રાધા

શ્રી કૃષ્ણ રાધા ની રાસલીલાઓ ને તો આપણે સારી રીતે જાણીએ છીએ, પરંતુ ભગવાન કૃષ્ણ રાધા ના સંબંધ ને લઈ ને અત્યારે પણ ભ્રમ થાય છે. અહીંયા પ્રશ્નો ઊઠે છે કે જો રાધા શ્રીકૃષ્ણ ની પ્રેમિકા હતી,તો પછી કૃષ્ણ એમના થી લગ્ન કેમ ન કર્યા ?કૃષ્ણ ની આઠ પત્નિઓ હતી રુકમણી, જાંમવંતી, સત્યભામા, કાલિન્દી, મિત્રબિન્દા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. કહેવાય છે કે રાધા ને કૃષ્ણ થી પહેલી મુલાકાત નંદગાવ અને બરસાના ની ની વચ્ચે થઈ હતી. કારણ કે કૃષ્ણ નંદગાવ માં રહેતા હતા અને રાધા બરસાને માં. પહેલી નજર પછી જ રાધા અને કૃષ્ણ એકબીજા થી પ્રેમ કરવા લાગ્યા અને અહીં થી જ રાધા અને કૃષ્ણ ના પ્રેમ ની શરૂઆત થઇ.

6. શિવ અને પાર્વતી

કહેવા માં આવે છે કે પાર્વતી પાછલા જન્મ માં પણ શિવ ની પત્ની હતી, ત્યારે એમનું નામ સતી હતું અને એ પ્રજાપતિ દક્ષ ની પુત્રી હતી. રાજા દક્ષે હાથે કરી ને પોતાના જમાઈ શિવ નું અપમાન કર્યું,જેના કારણે સતી હવનકુંડ માં કૂદી ગઈ. સતી ના વિયોગ માં શિવ તપસ્યા માં લીન થઈ ગયા. શિવ ને પ્રાપ્ત કરવા માટે સતી પાર્વતી બની ને હિમાલય ના ઘર માં જન્મ લીધો. દેવતાઓ ને શિવ નું ધ્યાન ભંગ કરવા માટે જ્યારે કામદેવ ને મોકલ્યું તો શિવજી એ એને ભસ્મ કરી દીધો. પરંતુ પાર્વતી શિવ ને પ્રાપ્ત કરવા માટે તપ ચાલુ રાખ્યું. આખરે બાબા ભોલેનાથ ને પીગળવું પડ્યું અને એ નંદી ઉપર સવાર થઈ ને આખા શરીર માં ભસ્મ લગાવી ને ઠાઠ થી જાન લઈ ને આવ્યા. શિવજી થી લગ્ન કરી ને પાર્વતી એમની સાથે કૈલાસ ઉપર ચાલી ગઈ અને આ રીતે બે જન્મો થી ચાલતી રહી આ પ્રેમ કહાની નો અંત થયો.

7. અહલ્યા અને ગૌતમ ઋષિ

હિન્દુ મિથકો ના પ્રમાણે અહલ્યા ગૌતમ ઋષિ ની પત્ની હતી. ગૌતમ ઋષિ પોતાના થી ઉંમર માં ઘણી નાની અહલ્યા થી ઘણો પ્રેમ કરતા હતા. અહલ્યા એટલી સુંદર હતી કે સ્વર્ગ લોક માં પણ એમની ચર્ચા થતી હતી. એક વાર જ્યારે ગૌતમ ઋષિ આશ્રમ ની બહાર ગયા તો એમની ગેરહાજરી માં ઇન્દ્ર ગૌતમ ઋષિ ના વેશ માં આવી ને અહલ્યા થી પ્રણય યાચના કરી. અહલ્યા ઇંદ્ર ને ઓળખી ન શકી અને ગૌતમ ઋષિ સમજી ને એમના પ્રસ્તાવ ને સ્વીકૃતિ આપી દીધી. જ્યારે ઇન્દ્ર સ્વર્ગ લોક પાછા ફરી રહ્યા હતા ત્યારે આશ્રમ માં પાછા ફરી રહેલા ગૌતમ ઋષિ એ ઇન્દ્ર ને જોઈ લીધું કે એમણે એમનું વેશ ધારણ કર્યું છે. ગૌતમ ઋષિ એ ઇન્દ્ર ના આ કૃત્ય માટે એમને શ્રાપ આપ્યો. ત્યારબાદ એમણે અહલ્યા ને પણ શ્રાપ આપ્યો કે તું હજારો વર્ષો સુધી માત્ર હવા પી ને જીવતી રહીશ અને અહીંયા જ રાખ માં પડી રહીશ, જ્યારે ભગવાન શ્રી રામ વન માં પ્રવેશ કરશે ત્યારે એમની કૃપા થી તારો ઉદ્ધાર થશે અને તું તારું પૂર્વ શરીર ધારણ કરી ને મારી પાસે આવી શકીશ. આવું કહી ને ગૌતમ ઋષિ આશ્રમ ને છોડી ને હિમાલય જઈ ને તપસ્યા કરવા લાગ્યા.

પૌરાણિક કાળ ની આ અનોખી પ્રેમ વાર્તાઓ, આજ ના સમય માં પણ આપણ ને સાચા પ્રેમ નો અનુભવ કરાવે છે.

ટિપ્પણી

આ 7 એક્ટર્સ નો આ છે સૌથી મોટો ડર, વાંચી ને આવી જશે હસું

શુક્રવારે મનીપ્લાન્ટ માં બાંધી દો આ ખાસ વસ્તુ , પછી જોવો કમાલ, પૈસાનો વરસાદ ના થાય તો કહેજો