આ 7 ભૂતિયા દ્રિપો પર રાતે શું દિવસે પણ લોકો જતાં વિચારે છે!

Please log in or register to like posts.
News

તમે દુનિયાના તેવા દ્રિપો વિષે સાંભળ્યું છે જે ચારેય બાજુએ પાણીથી ધેરાયેલા છે જ્યાં કોઇ માણસ અટવાઇ જાય તો તેની બહાર નીકળવું અશક્ય થઇ જાય છે. કદાચ આ જ કારણ હતું કે બ્રિટિશરો કાળા પાણીની સજા હેઠળ કેદીઓને ટાપુ પર મોકલી દેતા. હિટલરના સમયે પણ આવા જ કેટલાક નાઝી દ્વિપો જાણીતા થયા હતા. જ્યાં માણસોને પાગલ બનાવવામાં આવતા હતા.

આવા દ્રિપો પર અનેક લોકોને એટલો ત્રાસ આપી આપીને મોતને ધાટ ઉતારવામાં આવે છે કે ત્યાંનું વાતાવરણ જ નકારાત્મક ઉર્જાઓથી ભરાઇ જાય છે. ત્યારે આજે અમે તમને દુનિયાના આવા જ કેટલાક ખૂંખાર અને ખતરનાક ભૂતિયા આઇલેન્ડ એટલે કે દ્રિપો વિષે જણાવાના છીએ. જ્યાં આજે પણ સંભળાય છે ભેદી અવાજ…જ્યાં આજે પણ લોકો રાતે શું દિવસે પણ જતા 10 વાર વિચારે છે….

ઢીંગલીઓનો દ્રિપ

ઇસ્લા ડે લાસ મુનેકાસને દુનિયાનો સૌથી ભયાનક દ્રિપ માનવામાં આવે છે. ડોલ આઇલેન્ડ નામના આ દ્રિપ પર તમને બધી જ જગ્યાએ ઢંગલીઓ લટકતી જોવા મળશે. વળી અહીં અનેક લોકોને ભર દિવસે હસવાના અને રડવાના ભેદી અવાજો સંભળાય છે. અને રાતે તો અહીં કોઇને રોકાવા દેવામાં જ નથી આવતું.

મૃતમાણસોનો દ્રિપ

કેનેડાના બ્રિટિશ કોલંબિયાના વેંકૂવર હાર્બરમાં આવેલો આ દ્રિપનો ઉપયોગ 1888થી 1892 સુધી એક કબ્રસ્તાન તરીકે કરવામાં આવ્યો હતો. અછબડાં જેવી મહામારીથી મૃત્યુ પામેલા અનેક દર્દીઓને અહીં દફનાવામાં આવ્યા હતા. આ દ્રિપ હાલ તો કેનેડિયન નેવીના હસ્તગત છે પણ અહીં રહેતી પોલિસને અનેક વાર અહીં અજીબ અવાજો સંભળાય છે.

ઓકિનાવા દ્રિપ

જાપાનના દક્ષિણમાં આવેલા આ દ્રિપનો ઇતિહાસ બીજા વિશ્વ યુદ્ધ સાથે જોડાયેલો છે. અહીં અનેક બાળકો અને સ્ત્રીઓને લાવવામાં આવ્યા હતા. અને તેમના રેપ જેવી અનેક યાતનાઓ દ્વારા તેમને મારવામાં આવ્યા હતા. અહીંના અનેક લોકોને અજીબ અનુભવો થયા છે. ધણીવાર કેટલાક બાળકો વાડ પાસેથી રમકડાં માંગતા હોય છે પણ હકીકતમાં બીજી પળે જુઓ તો ત્યાં કોઇ જ હોતું નથી.

Alcatraz દ્રિપ

આ દ્રિપને જેમ્સ બોન્ડની ફિલ્મમાં પણ બતાવવામાં આવ્યો છે. ફ્રાંસિસ્કો ખાડીમાં આવેલ આ દ્રિપ પર દુનિયાની પ્રસિદ્ધ જેલ આવેલી માટે જાણીતો છે. આ જેલના કેટલાક દરવાજા જાતે જ બંધ ખુલ્લા થતા રહે છે. અને ચમકિલી આંખો વાળા એક માણસ આ જેલ પર આવેલા લોકોને ગળું દબાવીને મારી નાખે છે તેવું પણ મનાય છે.

એસ્લે ઓફ વાઇટ

દક્ષિણ ઇંગ્લેન્ડમાં આવેલી આ જગ્યાને પૃથ્વીની સૌથી ભયાનક અને હંટેડ જગ્યા માનવામાં આવે છે. કહેવાય છે કે આ દ્રિપ પર હજારો આત્માઓ અહીંની હોટેલ, હોસ્પિટલ અને મહેલોમાં રહે છે. અને અહીં આવનાર મોટાભાગના લોકોને તેવો ભાસ થાય છે કોઇ તમને જોવે છે?

Corregidor દ્રિપ

ફિલિપિન્સની મનીલા ખાડી પાસે આવેલા આ દ્રિપ પર બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ પોતાનો કબજો મેળવ્યો હતો. અને આ દ્રિપ પર રહેતા હજારો લોકોએ અમેરિકનોના હવાલે થવાના બદલે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. અને અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ આત્મહત્યા કરી હતી. લગભગ 3000 લોકોએ મલીન્ટા નામની સુરંગમાં જઇને આત્મહત્યા કરી હતી. ઇતિહાસમાં આનાથી મોટી સંખ્યામાં આત્મહત્યાઓ કદી નથી થઇ તેવું મનાય છે.

નોરફ્લોક દ્રિપ

પ્રશાંત મહાસાગર અને ઓસ્ટ્રેલિયાની પાસે આવેલા આ નાનકડા ટાપુને લોકો પૃથ્વી પરનું નરક કહે છે. કારણ કે અહીં અનેક કેદીઓને માનસિક શારીરીક ત્રાસ આપી, ક્રૂર રીતે રેપ કરીને મારી નાંખવામાં આવ્યા હતા. તેમને અહીં ભૂખ્યા તરસ્યા મરવા માટે છોડી દેવામાં આવતા હતા. અને માટે જ આ દુનિયાની સૌથી ડરાવનારી જગ્યામાંથી એક છે.

Source: Oneindia

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.