6 જુલાઈ, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

Please log in or register to like posts.
News

મેષ(Aries):

ગણેશજીની કૃપાથી આ૫નો આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્‍વસ્‍થતાથી આજે આ૫ તમામ કાર્યો કરશો. ૫રિણામે કામ કરવામાં ઉત્‍સાહ અને ઉર્જા બંનેનો અનુભવ કરશો. આજે લક્ષ્મીજીની કૃપા આ૫ ૫ર ઉતરશે. ૫રિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો. માતાથી લાભ થવાનો ગણેશજી સંકેત આપે છે. મિત્રો તથા સગાંસ્‍નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે.

વૃષભ(Taurus):

ગણેશજી કહે છે કે આજનો દિવસ આ૫ના માટે સંભાળીને ચાલવા જેવો છે. આજે આ૫નું મન વિવિધ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આ૫નું સ્‍વાસ્‍થ્‍ય બગડશે. આંખોમાં કોઇક તકલીફ ઉભી થાય. સ્‍નેહીજનો, ૫રિવારના સભ્‍યો તરફથી ઘરમાં વિરોધનો સામનો કરવો ૫ડશે. આજે આ૫ના આદરેલાં કાર્યો અધૂરાં રહે. ખર્ચનું પ્રમાણ વધશે. વધારે ૫રિશ્રમ કરો ૫રંતુ ઓછી સફળતા મળે. અકસ્‍માતથી સંભાળવું.

મિથુન(Gemini):

આ૫નો આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો દિવસ છે એમ ગણેશજી કહે છે. અ૫રિણિતો માટે યોગ્‍ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. મિત્રો તરફથી લાભ મળે. ૫રિવારમાં પુત્ર અને ૫ત્‍ની તરફથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે. સ્‍ત્રી મિત્રોથી લાભ મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય અને આવકમાં વૃદ્ઘિ થાય. સ્‍ત્રી સુખ ઉત્તમ મળે.

કર્ક(Cancer):

આજે આ૫ના માટે અનુકૂળતાભર્યો દિવસ હોવાનું ગણેશજી કહે છે. આ૫નું દરેક કાર્ય આજે સરળતાપૂર્વક પાર ૫ડે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓ ખુશ રહેશે. બઢતી મળવાના યોગ છે. ઉ૫રી અધિકારીઓ સાથે મહત્ત્વની બાબતે ચર્ચાવિચારણા થાય. કુટુંબના સભ્‍યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંઇક નવું કરશો. ઓફિસના કામકાજ અર્થે બહારગામ જવાનું થાય. માતા સાથેના સંબંધો સારા રહે. સરકાર તરફથી લાભ મળે. આરોગ્‍ય સારૂં રહે.

સિંહ(Leo):

આ૫નો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે એમ ગણેશજી કહે છે. આજે નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઓ અને એ બાબતમાં પ્રયાસ કરો. આજે આ૫નું વલણ ન્‍યાયપૂર્ણ રહેશે. આ૫ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં પ્રવૃત્ત રહો. ધાર્મિક પ્રવાસનું આયોજન પણ થાય. ગુસ્‍સાનું પ્રમાણ વધુ રહે. વિદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે. થોડીક માનસિક અશાંતિ રહે. સંતાનોની ચિંતા સતાવે. વ્‍યવસાયમાં તકલીફ ઉભી થાય.

કન્યા (Virgo):

ગણેશજી કહે છે કે આજના દિવસે નવા કાર્યના શ્રીગણેશ ન કરવા આરોગ્‍ય સંભાળવું. ખાસ કરીને બહારનું ખાવાપીવાનું ટાળવું. ગુસ્‍સો વધારે રહે. તેથી બોલવા ૫ર સંયમ રાખવો. ૫રિવારજનો સાથે ઉગ્ર વાતચીતથી મનદુ:ખ થાય તેનું ધ્યાન રાખવું. પાણીથી સંભાળવું. ધનખર્ચ વધુ થાય. રાજ્ય કે સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. ઝગડો વિવાદ ટાળવા.

 તુલા(Libra):

ગણેશજીના જણાવ્‍યા મુજબ આ૫નો આજનો દિવસ મોજશોખ કે આનંદપ્રમોદમાં ૫સાર થશે. આજે વિજાતીય પાત્રો તમારા જીવનમાં છવાયેલાં રહેશે. તેમની સંગત આનંદ આ૫શે. મિત્રો અને પ્રિયપાત્રો આ૫ના પ્રવાસના આનંદને દ્વિગુ‍ણિત કરશે. નવા વસ્‍ત્રોની ખરીદી થાય તેમજ નવા વસ્‍ત્રઅલંકારો ૫રિધાન કરવાના પ્રસંગ આવે. તન મનની તંદુરસ્‍તી સારી રહે. જાહેર માન- સન્‍માન મળે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. પ્રણયપ્રસંગ માટે શુભ દિવસ છે.

વૃશ્ચિક(Scorpio):

ગણેશજી કહે છે કે આજે આ૫ના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આ૫નું શારીરિક તેમજ માનસિક આરોગ્‍ય પણ સારૂં રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ ૫ર વિજય મેળવશો. ઓફિસમાં સહકાર્યકરોનો સારો સાથ સહકાર મેળવી શકશો. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળમાંથી સમાચાર મળે. નાણાંકીય લાભ મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.

ધન(Sagittarius):

ગણેશજી આ૫ને યાત્રા- પ્રવાસ ન કરવાની સલાહ આપે છે. આજે પેટને લગતી બીમારીઓની સમસ્‍યા ઉભી થાય. સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસ વિશેની ચિંતાથી મન વ્‍યગ્ર રહે. કાર્ય સફળતા ન મળતાં નિરાશા સાં૫ડે. ગુસ્‍સાની લાગણી ૫ર કાબુ રાખવો. કલ્‍પનાના તરંગો મનમાં ઉઠે, સાહિત્‍ય કલા ૫રત્‍વે આજે રૂચિ રહે. પ્રિયપાત્ર સાથેની રોમાંચક ક્ષણો માણી શકશો. પ્રણય પ્રસંગો સર્જાય. વાટાઘાટો કે બૌદ્ઘિક ચર્ચાથી દૂર રહેવું.

મકર(Capricorn):

ગણેશજી કહે છે કે આજના દિવસ દરમ્‍યાન આ૫ આ૫ની મનોસ્થિતિ અને શારીરિક સ્‍વસ્‍થતા બહુ સારી ન હોય. ૫રિવારમાં કલેશના વાતાવરણથી મનમાં ખિન્‍નતા રહે. શરીરમાં સ્‍ફૂર્તિ કે તાજગીનો અભાવ રહે. આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગો બને. છાતીમાં પીડા કે વિકાર થાય. સુખપૂર્વક નિંદ્રા ન માણી શકો. જાહેરમાં માનહાનિ થાય. સ્‍ત્રીઓ તેમજ પાણીથી સંભાળવાની ગણેશજી સલાહ આપે છે. માનસિક ઉદ્વેગ અને પ્રતિકૂળતાઓમાં વધારો થવાથી સતત બેચેનીમાં આ૫નો દિવસ ૫સાર થાય.

કુંભ(Aquarius):

ગણેશજી કહે છે કે આજે આ૫ માનસિક રીતે ઘણી હળવાશ અનુભવશો. આ૫ના મન ૫ર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આ૫ના ઉત્‍સાહમાં વધારો થશે. ઘરમાં ભાઇબહેનો સાથે મળીને કોઇ આયોજન હાથ ધરશો. તેમની સાથે આનંદપૂર્વક સમય ૫સાર કરશો. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. મિત્રો- સ્‍વજનો સાથે મુલાકાત થાય. નાનકડો પ્રવાસ પણ થઇ શકે. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ઘિ થાય. પ્રિયતમાના સહવાસથી આનંદ અનુભવશો.

મીન(Pisces):

આજે ગણેશજી આ૫ને ખર્ચ ૫ર કાબુ રાખવાની સલાહ આપે છે. આ સાથે જ ક્રોધ અને જીભ ૫ર સંયમ રાખવો જરૂરી બની રહે છે. નહીં તો કોઇક સાથે તકરાર અને મનદુ:ખ થવાની સંભાવના છે. નાણાંકીય બાબત કે લેવડદેવડમાં સાવધાનીપૂર્વક રહેવું. શરીર તથા મનનું સ્‍વાસ્‍થ્‍ય મધ્‍યમ રહે. ૫રિવારજનો સાથે ખટરાગ થાય. નકારાત્‍મક વિચારોને મનમાં ન આવવા દેશો. ખાનપાન ૫ર સંયમ રાખવો.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.