in

51 યાત્રીઓ હશે તો બસ તમારા ઘર અથવા સોસાયટીના નાકેથી ઉપડશે, જાણો વધુ માહિતી

દિવાળીના તહેવારમાં ખાસ એસ.ટી. એક્સ્ટ્રા બસોનું નિયમન કરતી હોય છે, પરંતુ આ વખતે ખાસ એસ.ટી. નિગમે દિવાળી દરમિયાન એક નવતર સ્કીમ રાખી છે જેમાં 51 મુસાફરનું બુકિંગ એકસાથે હશે તો કોઈપણ રૂટની એસ.ટી. બસ મુસાફરના ઘર, સોસાયટી કે મહોલ્લામાંથી ઉપડશે. દિવાળીમાં તહેવાર કરવા પોતાના વતન જતા કારીગરો, રત્નકલાકારો અને મજૂર-આદિવાસી વર્ગને લાભ મળશે. દિવાળીને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દિવાળી વેકેશનમાં પોતાના ઘરે જતાં મજૂર વર્ગો માટે એસટી નિગમ દ્વારા ગ્રૂપ બુકિંગ ઉપર ઘર સુધી લેવા-આવવા અને સ્ટેશન કે ડેપોથી દૂર છેવાડાના ગામ સુધી મુકવાની સુવિધા આપવાની એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાંથી રાજ્યના અન્ય વિસ્તારોમાંથી નોકરી તેમજ ધંધા બાબતે આવેલા રહીશો દિવાળી વેકેશન માટે વતનની વાટ પકડે છે. તેના માટે એસ.ટી તંત્રએ આ સ્કીમની એક મહત્વની જાહેરાત કરી છે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/68120125.jpg?w=662&ssl=1

Advertisements

દિવાળી માટે એક જગ્યાએથી બીજી એક જ જગ્યાએ જવા માટે 51 યાત્રીઓ નું બુકિંગ હોવું આવશ્યક છે. યાત્રિકો એસ.ટી.ને જાણ કરે તો તે લોકેશન પર બસ મોકલાશે જેનું ભાડું સવા ગણું લેવામાં આવશે. હજુ સુધી કોઈ પણ બસનું બુકિંગ કરવામાં આવ્યું નથી.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/gsrtc2B11.jpg?w=662&ssl=1

રાજકોટમાં જુદા જુદા ઉદ્યોગ-ધંધામાં હજારો મજૂરો અને આદિવાસી લોકો કામ કરી રહ્યા છે. તહેવારો પર સૌરાષ્ટ્રમાંથી દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ, ગોધરા, પાલનપુર, દિયોદર, ઝાલોદ, લુણાવાડા, છોટાઉદેપુર જવા ભારે ભીડ રહે છે. જેને ધ્યાનમાં લઈને આ વખતે તંત્રે ‘એસ.ટી.આપને દ્વાર’ સ્કીમ જાહેર કરી છે.

Advertisements

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/70425561.jpg?w=662&ssl=1

એસટી નિગમ આપણા વિસ્તારમાંથી 51 મુસાફરનું બુકિંગ હોય તો આપની સોસાયટીમાંથી બસ ઉપાડશે અને આપણા વતન સુધી લઇ જશે. આ માટે જે-તે મુસાફરે રાજકોટ એસ.ટી ડેપોમાં રૂબરૂ જઈ ડેપો મેનેજર, સ્ટેન્ડ ઇન્ચાર્જ કક્ષાના અધિકારીનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. મુસાફરીની તારીખ સહિતની વિગતો પણ આપવાની રહેશે.

ટિપ્પણી
Advertisements

ગાંગુલી બીસીસીઆઇના પ્રમુખ બનશે, અમિત શાહના પુત્ર જય શાહ સચિવ તરીકેની ફરજ અદા કરશે

થોડા સમય પહેલા એશ્વર્યાના લવરનો રોલ કરતો આ હીરો આજે બોલિવૂડથી ગૂમ, ફોટોમાં તમે ઓળખી પણ નહીં શકો!