in

કરોડરજ્જુ માં અસહનીય દુખાવા ની પાછળ હોય છે આ 5 કારણ, જાણો નબળાઈ નું શું છે કારણ

આજ નો સમય માણસ માટે ભાગદોડ થી ભરેલું હોય છે, સવારે ઉઠી ને ઓફિસ અને દિવસ ભર બેસી ને કામ કરવું અને પછી ઘરે આવી ને પણ પાર્ટ ટાઈમ કામ કરવું ઘણું ઘાતક થઈ જાય છે. આના થી ન માત્ર વ્યક્તિ બીમાર થઈ રહ્યો છે પરંતુ એને આરામ પણ નથી મળી રહ્યો અને આવા માં લોકો મેન્ટલી હેરાન રહે છે. આવા માં એક સામાન્ય સમસ્યા છે પીઠ નો દુખાવો જે પાછળ ગળા થી લઈ ને કમર ના હાડકા સુધી હોય છે પરંતુ શું તમે જાણો છો કે કરોડરજ્જુ માં અસહનીય દુખાવો ની પાછળ હોય છે આ 5 કારણ, હવે તમારે જરૂર જાણવું જોઈએ જો તમારી જોબ બેસી ને કરવાવાળી છે તો.

કરોડરજ્જુ મા અસહ્ય દુખાવા ની પાછળ હોય છે આ 5 કારણ

પીઠ અને કમર ના દુખાવા નો એક મોટું કારણ કરોડરજ્જુ નબળી હોવાનું હોય છે. ઘણી દૈનિક ટેવો હોય છે જે કરોડરજ્જુ ને નબળી બનાવવા નું કામ કરે છે. જો તમે આ દૈનિક ટેવો થી જાણકાર છો તો તમે દુખાવા થી બચી શકો છો તો ચાલો બતાવીએ આવી રીતે દુખાવો થવા નું શું કારણ હોય છે?

વધારે વાર સુધી બેસી રહેવું

લાંબા સમય સુધી એક જગ્યા એ બેસવા વાળા લોકો ને શરીર માં વધારે દબાણ પડે છે અને એટલા માટે જો તમે લાંબા સમય સુધી એક જ જગ્યા એ બેસી રહો છો તો તમારા ગળા અથવા કમર જકડાઈ જાય છે. અને કલાકો સુધી બેસવા થી તમારા કરોડરજજુ ઉપર દબાણ પડી શકે છે.

વધારે તણાવ માં રહેવું

જ્યારે પણ આપણે ટેન્શન માં રહીએ છીએ શરીર નો દરેક ભાગ એના થી પ્રભાવિત થાય છે. એનાથી ડોક, પીઠ અને શરીર ની માંસપેશીઓ પર પણ દબાવ પડવા લાગે છે. જો તમે વધારે સમય સુધી તણાવ માં રહો છો તો તમારી કરોડરજ્જુ નબળી થઈ શકે છે.

ઓશિકા અથવા પથારી ના કારણે

તમારી કરોડરજ્જુ નબળી થવા લાગી છે કારણકે તમારી પથારી ની ગાદી વધારે જુની હોઈ શકે છે. 5 થી 7 વર્ષો માં તમારે પથારી ના ગાદલા બદલી લેવા જોઈએ. આનું પરિણામ એ થાય છે કે ઊંઘતી વખતે શરીર ને શાંતિ નથી મળતી અને દુખાવો થાય છે.

હિલ્સ પહેરવા ના કારણે

જો તમને હિલ્સ પહેરવા ની ટેવ છે તો તમારી કરોડરજ્જુ માં દુખાવો થાય છે. હાઈ હિલ સેન્ડલ પહેરવા થી તમારી પગ ની માંસપેશીઓ માં દબાણ રહે છે એનાથી પીઠ પર અસર પડે છે. ધ્યાન રાખો કે તમારી સેન્ડલ હલકી હોવી જોઈએ.

વધારે ધૂમ્રપાન કરવો

સિગરેટ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે આ વાત બધા જાણે છે પરંતુ તો પણ વધારે પડતા લોકો પવે છે. સીગરેટ માં નિકોટિન નામ નું તત્વ હોય છે જેના થી ધીમે ધીમે કરોડરજ્જુ નબળી થવા લાગે છે. નિકોટિન કરોડરજ્જુ માં ઓક્સિજન ના પરિવહન કરવા થી રોકે છે. ઓક્સિજન ન મળવા ના કારણે કરોડરજ્જુ નબળી પડવા લાગે છે.

ટિપ્પણી

રણવીર સિંહ એ કરી ધોની ની લાડલી ની નકલ, જીવા એ આવી રીતે પાપા થી કરી ફરિયાદ

વિડિયો : કેન્સર ના કારણે બાળકી એ ગુમાવ્યા હતા પગ, હિંમત અત્યારે પણ એમ ની એમ, એક પગ થી કર્યો શાનદાર ડાન્સ