in ,

છોકરીઓની આ 5 વાતો છોકરાઓને જરા પણ પસંદ નથી હોતી, પછી થઇ જાય છે દૂર

છોકરીઓમાં લગભગ એવું જોવા મળે છે કે એમને છોકરાઓની ઘણી ટેવો પસંદ નથી હોતી અને જે છોકરાઓ એમને પસંદ નથી હોતા, એમનાથી એ દૂર રહેવું જ પસંદ કરે છે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે છોકરાઓ પણ આ બાબતમાં ઓછા નથી હોતા. એમને પણ છોકરીઓની કેટલીક ટેવો જરા પણ નથી ગમતી હોતી અને એવી છોકરીઓથી એ દૂર રહેવાના પુરા પ્રયત્ન કરે છે. આવો જાણીયે છોકરીઓની કઈ એવી ટેવોને છોકરાઓ પસંદ નથી કરતા અને દૂર ભાગે છે…..

વલણમાં રહેવું :

કોઈ કારણ વિના પોતાની ધાક જમાવવી અને નખરા દેખાડતી છોકરીઓને છોકરાઓ જરા પણ પસંદ નથી કરતા. એવી સ્માર્ટ છોકરીઓથી છોકરાઓ હંમેશા દૂર રહે છે.

દેખાડો કરતી છોકરીઓ :

છોકરાઓ એવી છોકરીઓને જરા પણ પસંદ નથી કરતા , જે એમને વાતે વાતે પોતાના પૈસા, નામ શોહરત, મોટા પરિવારના હોવાનો અહેસાસ કરાવે છે. કેટલીક છોકરીઓ તો એવી હોય છે જે આ બાબતમાં પોતાના સંબંધીઓને પણ નથી છોડતી , જેમ કે મારા મામા અમેરિકામાં રહે છે, મારા પિતરાઈનો યુરોપમાં મોટો ધંધો છે. એ અવારનવાર પોતાની પ્રતિષ્ઠાનો પ્રચાર પ્રસાર કરતી રહે છે.

ચુગલબાજી :

એમ તો છોકરીઓના મનમાં કોઈ પણ વાત લાંબા સમય સુધી નથી રહી શકતી, પણ કેટલીક છોકરીઓ એવી હોય છે જે નાનામાં નાની વાતને પણ અહિયાંથી ત્યાં કરતી રહે છે. એવી ચુગલખોર છોકરીઓથી છોકરાઓ દૂર જ રહેવું પસંદ કરે છે કારણકે એ કોઈને કોઈ વાતને મોટી બનાવવા ઈચ્છે છે, અને કોઈ પણ વાતને વધારીને કરવાનું પસંદ કરે છે.

હંમેશા રોતી રહે :

કેટલીક છોકરીઓ એવી હોય છે જે ગમે ત્યારે પોતાનું રોવાનું લઈને બેસી જાય છે. એને સુખ હોય કે દુઃખ હોય , માત્ર રોવાની તક જોઈએ. એ એટલી સંવેદનશીલ હોય છે કે જરૂરતથી વધારે ભાવુક છોકરીઓથી છોકરાઓ દૂર રહે છે.

કેવી દેખાઉં છું હું ?

છોકરીઓ પોતે જ સારી રીતે જાણતી હોય છે કે એ કેવી લાગી રહી છે? તેમ છતાં કેટલીક છોકરીઓની ટેવ હોય છે એવું પૂછવાની કે હું કેવી લાગી રહી છું? અને એની એ વાતથી હેરાન થઈને છોકરાઓ દૂર રહેવા લાગે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

કરીના કપૂર ખાનના આ નાનકડા બેગની કિંમત કરી દેશે હેરાન, આટલા પૈસામાં તો…

સવારે ઉઠીને જો આ 5 કામ કરશો તો ક્યારેય નહિ પડો બીમાર, અને દરેક સમસ્યા થઇ જશે ગાયબ