31 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

Please log in or register to like posts.
News

મેષ(Aries):

કોઈ આર્થિક યોજના લાગુ કરવા માટે આજે સારો દિવસ છે. શારીરિક અને માનસિક સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રો તથા સ્વજનો તરફથી ગિફ્ટ મળશે.

વૃષભ(Taurus):

આજે તમારી વાણીનો જાદુ કોઈને ખુશ કરીને લાભ અપાવશે. શુભ કાર્ય કરવાની પ્રેરણા મળશે. વાંચન લેખન જેવી સાહિત્યક પ્રવૃતિમાં રસ વધશે.

મિથુન(Gemini):

મુશ્કેલીમાં મૂકાયેલું તમારું મન મહત્વપૂર્ણ નિર્ણયો નહીં લઈ શકે. વિચારોથી માનસિક અસ્વસ્થતાનો અનુભવ થશે. અત્યાધિક ભાવનાશીલતા તમારા મનોબળને નબળું પાડશે.

કર્ક(Cancer):

શારીરિક અને માનસિક તાજગી સાથે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાત થશે. મિત્રો તરફથી લાભ થશે. શુભ કાર્ય કરવા માટે આજનો દિવસ શુભ છે તેવું ગણેશજી કહી રહ્યા છે.

સિંહ(Lio):

પારિવારિક સભ્યો સાથે સુખ શાંતિથી દિવસ પસાર થશે. તેમનો સહયોગ મળશે. સ્ત્રી મિત્રો તરફથી ખાસ મદદ મળશે. દૂરના મિત્રો અને સ્નેહીજનો સાતે સંપર્ક અથવા સંદેશાવ્યવહાર લાભદાયી સાબિત થશે.

કન્યા (Virgo):

ગણેશજી કહે છે કે આજનો દિવસ લાભદાયી અને વૈચારિક સમૃદ્ધિ વધારશે. મીઠીવાળી અને વાકચાતુર્યથી તમે સંબંધો મજબૂત કરી શકશો. ઉત્તમ ભોજન, ભેંટ અને વસ્ત્રોની પ્રાપ્તિ થઈ શકે છે.

તુલા(Libra)

આજના દિવસે જરા પણ અસંયમિત અને અનૈતિક વ્યવહાર તમને મુશ્કેલીમાં નાંખી શકે છે. દુર્ઘટનાથી બચો. વાણીની શિથિલતા ઉગ્ર તકરાર કરાવી શકે છે. સગા સંબંધીઓ સાથે અનબન થઈ શકે છે.

 વૃશ્ચિક(Scorpio):

નોકરી ધંધાના વ્યવસાયમાં લાભ થશે. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન થશે. વિવાહોઉત્સુક યુવક-યુવતિઓને વિવાહ માટે સારી તક છે. પુત્ર તથા પત્નીથી લાભ થશે.

ધન(Sagittarius):

આજનો દિવસ શુભ ફળ આપશે એવું ગણેશજી કહે છે. ગૃહસ્થ જીવનમાં આનંદ છવાયેલો રહેશે. પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. ઉપરી અધિકારી તમારી પર પ્રસન્ન રહેશે.

 મકર(Capricorn):

આજનો દિવસ તમારા માટે અનુકૂળતા અને પ્રતિકૂળતા સાથે મિશ્રફળ આપનારો રહેશે. બૌદ્ધિક કાર્ય અને વ્યાવસાયિક ક્ષેત્રમાં તમે નવા વિચારોથી પ્રભાવિત થશો અને તેને અપનાવશો.સર્જનાત્મક ક્ષેત્રમાં તમારી સર્જનશક્તિ પરિચય આપશે.

કુંભ(Aquarius):

અનૈતિક કૃત્યોથી દૂર રહેવાની ગણેશજી સલાહ આપી રહ્યા છે. વાણી પર સંયમ રાખો. જેનાથી તમે પારિવારિક ઘર્ષણ ટાળી શકશો. પ્રત્યેક વ્યક્તિ, વસ્તુ અથવા ઘટનાને સકારાત્મક દષ્ટિકોણથથી જોશે.

મીન(Pisces):

આજે બહાર ફરવા તથા મનોરંજનની પ્રવૃતિઓ માટે સમય નીકાળશો. પરિજનો અને મિત્રોનો સાથ મળશે. જે તમારા જીવનને વધુ આનંદમય બનાવશે.

– બેજાન દારૂવાલા

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.