in

કોરોનાવાયરસ: 30 દિવસ વેન્ટિલેટર પર રહ્યા, હૃદયની નિષ્ફળતા હોવા છતાં યુવાનની ચમત્કારિક બચાવ

રામ રાખે તેને કોણ ચાખે

કોરોના વાયરસના કેસો વિશ્વભરમાં ઝડપથી વધી રહ્યાં છે. કોરોના વાયરસથી અ 2.5લાખથી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે જ્યારે 12 લાખથી વધુ લોકો સ્વસ્થ થયાં છે. સ્વસ્થ થઈ ગયેલા 31 વર્ષના દર્દીનો કેસ વાંચીને તમને આશ્ચર્ય થશે. આ યુવાન, કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો, 30 દિવસથી વેન્ટિલેટર પર હતો. આ સમય દરમિયાન તે ડબલ ન્યુમોનિયા, સેપ્સિસ, હાર્ટ ફેલ અને બે સ્ટ્રોકથી પીડાયો હતો. ડોક્ટરોએ શસ્ત્ર નીચે મૂકી દીધા હતા અને પત્ની ને કહ્યું હતું કે તેનો પતિ જીવી શકશે નહીં. પણ રામ રાખે તેને કોણ ચાખે. આ યુવાનને ચમત્કારિક રીતે બચાવ થયો છે.

UK ના યુવક નો ચમત્કારિક બચાવ

આ ઘટના બ્રિટનના એસેક્સની છે. બે બાળકોના પિતા ઉમર ટેલર (Omar Taylor) એક હેલ્થકેર કંપનીના ડાયરેક્ટર છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ એમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે હોસ્પિટલે તેમના પરિવારને સૌથી ખરાબ સ્થિતિ માટે પણ તૈયાર રહેવાની ચેતવણી આપી દીધી હતી. ડૉક્ટરે ઉમરને કહી દીધું હતું કે, તે ક્યારેય ચાલી નહીં શકે. પરંતુ ઉમર ડિસ્ચાર્જ થયા ત્યારે ચાલીને હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા હતા.

‘ઉમરનું સાજા થવું ચમત્કારથી ઓછું નથી’

જ્યારે ઉમર ઘરે પાછો ફર્યો, ત્યારે તેના પડોશીઓએ તેને વધામણી સાથે વધાવ્યો. “પહેલા અમને ચેતવણી આપવામાં આવી હતી કે ઓમરની મૃત્યુ નિકટ છે,” ઓમરની 30 વર્ષીય પત્ની, કેથલીને મેલ ઓનલાઈનને જણાવ્યું. પછી એવું કહેવામાં આવ્યું કે તે કદી ચાલી શકશે નહિ. પરંતુ તેની સંપૂર્ણ રિકવરી એક ચમત્કાર છે. ”

મક્કમ નિર્ધારથી જીત્યો લડત!

“ઉમારે અમારા દીકરાના બીજા જન્મદિવસ પર ઘરે આવવાનું નક્કી કર્યું.” તેણે આ કરી બતાવ્યું. ઉમરની સારવાર લગભગ આઠ અઠવાડિયા સુધી ચાલી હતી. તે 30 દિવસ વેન્ટિલેટર પર હતો. ”

ડૉક્ટરે છોડી દીધી હતી આશા

ઉમરને ડૉક્ટરોએ ઈન્ડ્યૂસ્ડ કોમામાં રાખ્યો હતો. કોમામાંથી બહાર આવ્યા પછી તે બોલવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. પરંતુ ધીમે-ધીમે તેનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું અને તે થોડા-થોડા શબ્દો બોલી શકતો હતો. તેના એક હાથને લકવો માર્યો હતો. ડૉક્ટરને આશા છે કે, સતત સારવારથી આ વર્ષના અંત સુધીમાં ઉમર એકદમ સાજો થઈ જશે.

એક મહિના સુધી જીવ માટે લડ્યો

ઉલ્લેખનીય છે કે, અઠવાડિયાઓ સુધી સેલ્ફ-આઈસોલેશનમાં રહ્યા પછી ઉમરને 19 માર્ચે શ્વાસ લેવામાં તકલીફ પડતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઉમરને પહેલાથી જ ulcerative colitisની તકલીફ હતી. જેની સારવાર તે કરાવતો હતો. ડૉક્ટરોને લાગ્યું કે, આ બીમારીના કારણે કોરોના વાયરસનો પ્રતિકાર કરવામાં તેની ઈમ્યુનિટી સિસ્ટમ નબળી રહી. હોસ્પિટલમાં દાખલ કર્યાના 4 દિવસમાં ઉમરની તબિયત ખરાબ થવા લાગી અને તેને ICUમાં વેન્ટિલેટર પર મૂકાયો હતો. હોસ્પિટલમાં દાખલ કરાયાના એક મહિના બાદ 18 એપ્રિલે તેને ICUમાંથી બહાર લવાયો હતો. બેવાર તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી 6 અઠવાડિયે તેણે પોતાની પત્ની અને બાળકોને જોયા હતા. ચમત્કારિક રીતે સાજા થયેલા ઉમરે આ કપરી ઘડીમાં સાથ આપનારા તમામનો આભાર માન્યો છે.

ટિપ્પણી

વિષાદ – શોર્ટ ફિલ્મ

N95 માસ્ક મેડિકલ સ્ટોર્સમાં અમૂલ પાર્લર કરતા પણ ઓછા ભાવે મળશે