3 એપ્રિલનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

Please log in or register to like posts.
News

મેષ(Aries):

સામાજિક અને જાહેર ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મળશે. પરિવાર તથા દામ્પત્ય જીવનમાં સુખસંતોષનો અનુભવ કરશો. રોમાન્સની પરાકાષ્ઠાનો અનુભવ થશે. મોજમસ્તી અને મનોરંજનથી આનંદ મળશે. જીવનસાથી સાથે સારો મનમેળાપ રહેશે.

વૃષભ(Taurus):

મોજશોખ તથા મનોરંજન પાછળ ખર્ચ થશે. તબિયતનું ધ્યાન રાખવું. દુર્ઘટનાથી બચવું. માનસિક બેચેનીથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મનને સંયમિત રાખવાની ગણેશજી સલાહ આપે છે.

મિથુન(Gemini):

આજનો દિવસ સર્વત્ર લાભ જ લાભ છે. પારિવારિક સુખશાંતિ જળવાઈ રહેશે. જીવનસાથી પાછળ ખર્ચ થશે. કુંવારા લોકોને લગ્નની સંભાવના છે. વેપાર અને નોકરીમાં આવક વધશે. ઘરમાં શુભપ્રસંગોનું આયોજન થશે.

કર્ક(Cancer):

છાતીમાં દુખાવો કે અન્ય કોઈ વિકારથી પરેશાનીનો અનુભવ કરી શકો છો. પરિવારમાં સભ્યો સાથે ઉગ્ર વાદવિવાદ થઈ શકે છે. માનહાનિ ન થાય તેનું ધ્યાન રાખું. પૈસા ખર્ચ થશે. સમયસર ભોજન મળવામાં મુશ્કેલી થશે.

સિંહ(Leo):

નિયત કાર્ય પૂરાં થશે. નાનો પ્રવાસ થશે. ભાગ્યવૃદ્ધિ માટે સારી તક છે. હરીફો પર વિજય પ્રાપ્ત કરી શકશો. પ્રિય વ્યક્તિની નિકટતા તમને હર્ષિત કરશે. પ્રેમપૂર્ણ સંબંધની ગહનતાનો પરિચય થશે. આર્થિક લાભની સંભાવના છે.

કન્યા (Virgo):

પરિવારના સભ્યો સાથે ગેરસમજ કે મનમોટાવ થઈ શકે છે. અનાવશ્યક ખર્ચ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ ઓછી રહી શકે છે. ચર્ચા દરમિયાન વિવાદથી બચવાની ગણેશજી સલાહ આપે છે. પ્રવાસની સંભાવના છે.

 તુલા(Libra):

આર્થિક વિષયોને સારી રીતે ઉકેલી શકશો. તમારી કળાત્મક અને સૃજનાત્મક શક્તિ શ્રેષ્ઠત્તમ રહેશે. શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેશો. ભાગીદારો સાથે મનમેળાપ રહેશે. મોજશોખ અને મનોરંજન પાછળ ખર્ચ થશે.

 વૃશ્ચિક(Scorpio):

મિત્રો તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના છે, લાભ થશે. આમોદપ્રમોદની પ્રવૃત્તિઓમાં પૈસા ખર્ચ થશે. દામ્પત્ય જીવનમાં જીવનસાથી સાથે નિકટતાની પળ વ્યતીત કરી શકશો. કોર્ટ-કચેરીના મામલે સંભાળીને કાર્ય કરવાં.

ધન(Sagittarius):

પ્રેમનો સુખદ અનુભવ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. આર્થિક, સામાજિક અને કૌટુંબિક દૃષ્ટિએ આજે લાભનો દિવસ છે. ગૃહસ્થ જીવનમાં આનંદ છવાયેલો રહેશે. સ્ત્રીમિત્રોથી લાભ તથા પ્રવાસનું આયોજન થશે.

મકર(Capricorn):

વ્યવસાયના ક્ષેત્રમાં ધન, માન તથા પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નોકરીમાં પણ તમારી મહેનત રંગ લાવશે. ઘર, પરિવાર અને સંતાનોના મામલે આનંદ અને સંતોષની ભાવનાનો અનુભવ કરશો. વ્યાવસાયિક કાર્યના સંબંધમાં ભાગદોડ વધશે. નોકરીમાં પદોન્નતિ થશે.

કુંભ(Aquarius):

કામ કરવામાં ઉત્સાહનો અભાવ રહેશે. ઓફિસમાં ઉચ્ચ પદાધિકારીઓથી બચીને રહેવું. હરીફો સાથે દલીલોમાં ઊતરવું આજે ઉચિત નથી. મોજશોખ પાછળ વિશેષ ખર્ચ થશે. યાત્રાનો યોગ છે.

મીન(Pisces):

આકસ્મિક ધન લાભનો યોગ છે. વેપારી વર્ગ પાછળ અટકેલાં નાણાં પાછાં મળશે. શારીરિક અને માનસિક રીતે વધુ પરિશ્રમ કરવો પડશે. સ્વાસ્થ્યના મામલે ધ્યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે. ખર્ચ વધુ રહેશે.

                                                                                                   – બેજાન દારૂવાલા

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.