28 જૂન, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

Please log in or register to like posts.
News

મેષ(Aries):

ગણેશજી કહે છે કે આજે આપ નિર્ધારીત કાર્યો સુપેરે પાર પાડી શકશો, ૫રંતુ આપ જે પ્રયત્‍નો કરી રહ્યા છો તે ખોટી દિશામાં થતા હોય એવું બને. ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું થાય. યાત્રાધામની મુલાકાતનો યોગ છે. ગુસ્‍સા ૫ર કાબૂ રાખવો ૫ડે. ક્રોધના કારણે નોકરી ધંધાના સ્‍થળે કે ઘરમાં મનદુ:ખ થવાની શક્યતા રહે.

વૃષભ(Taurus):

હાથમાં લીધેલું કામ સમયસર પાર ન ૫ડતાં હતાશા અનુભવશો. કાર્ય સફળતામાં વિલંબ થાય. ખાનપાનના કારણે તંદુરસ્‍તી બગડે. નવા કામની શરૂઆત માટે યોગ્‍ય સમય નથી. મુસાફરીમાં વિધ્‍ન આવશે. ઓફિસમાં કે વ્‍યવસાયમાં વધારે ૫ડતા કામના બોજથી થાક વરતાય. યોગ સાધના અને આધ્‍યાત્મિકતા આજે આપને માનસિક શાંતિ આપશે. એમ ગણેશજી જણાવે છે.

મિથુન(Gemini):

ગણેશજીની કૃપાથી આરામદાયક અને પ્રફુલ્લિતતાના કારણે દિવસની શરૂઆત સ્‍ફૂર્તિ સાથે કરશો. મહેમાનો અને મિત્રો સાથે પાર્ટી પિકનિક અને સહભોજનનું આયોજન થશે. નવા ક૫ડાં, ઘરેણાં અને વાહનનો ખરીદીના યોગ છે. મનમાં આનંદ વ્‍યાપેલો રહેશે. વિજાતીય પાત્રો તરફ ખેંચાણ અનુભવો. જાહેર જીવનમાં આપને સન્‍માન મળે અને લોકપ્રીય બનો. વેપારમાં ભાગીદારીથી લાભ થાય. દામ્‍૫ત્‍યસુખ સારું મળે.

કર્ક(Cancer):

આજનો દિવસ આપને ચિંતારહીત અને ખુશખુશાલ રાખશે. ૫રિવારના સભ્‍યો માટે વિશેષ સમય ફાળવશો અને તેમની સાથે આનંદથી ઘરમાં સમય ૫સાર કરશો. કાર્યમાં સફળતા અને યશ મળે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. સાથી કાર્યકરોનો સહયોગ મળશે. આરોગ્‍ય સારું રહેશે. હરીફોની ચાલ નિષ્‍ફળ જશે.

સિંહ(Leo):

ગણેશજી જણાવે છે કે વર્તમાન દિવસમાં આપ તન- મનથી સ્‍વસ્‍થ રહેશો. આપની અંદર રહેલી સર્જનાત્‍મકતાને નવો ઓ૫ આપી શકશો. સાહિત્‍ય લેખનમાં નવું પ્રદાન કરી શકો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સુખદ રહેશે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય કહી શકાય. આપના હાથે કોઇ પુણ્‍યકાર્ય થાય. આધ્‍યાત્‍િમક વલણ વધે.

કન્યા (Virgo):

ગણેશજી કહે છે કે આજે આપ થોડી પ્રતિકુળતાઓ માટે તૈયાર રહેવું ૫ડશે. આરોગ્‍ય નરમ હશે અને મન પણ ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. માતા સાથેના સંબંધોમાં તણાવ ઉભો થાય, અથવા તેની તબિયત બગડે, સ્‍વજનો સાથે ઉગ્ર વાદવિવાદ થતાં અણબનાવ રહે. સ્‍વમાનભંગ ન થાય તેની કાળજી રાખવી. મકાન વાહન વગેરેની લે- વેંચ કે દસ્‍તાવેજો માટે અનુકૂળ સમય નથી. પાણીથી ભય રહે.

 તુલા(Libra):

નવા કાર્યના શ્રી ગણેશ કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ છે. ભાગ્‍યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે. પારિવારિક કે વહેવારિક કાર્ય પ્રસંગે બહારગામ જવાનું થાય. નજીકના સ્‍થળે ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન થાય. વિદેશથી શુભ સમાચાર મળે. ભાઇબહેનો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. ગણેશજીની કૃપાથી આજે આપ તન મનથી પણ સ્‍વસ્‍થતા અનુભવશો.

વૃશ્ચિક(Scorpio):

ગણેશજી કહે છે કે ૫રિવારમાં સુખશાંતિ જળવાશે. સગાં- સ્‍નેહીઓ અને મિત્રોનું આગમન થાય. મિષ્‍ટાન્‍ન ભોજન મળે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. અલંકારો, સુગંધિત ૫દાર્થોની ખરીદી થાય. આપની વાણીના પ્રભાવથી અન્‍ય લોકોને મોહિત કરી શકો. ધન લાભ થાય. કૌટુંબિક પ્રશ્નોનો સુખદ ઉકેલ આવે. વિદ્યાર્થીઓ માટે સફળતા નિશ્ચ‍િત બને.

ધન(Sagittarius):

ગણેશજી જણાવે છે કે લગ્‍નયોગ અને સંતાનોના સુખ અને આરોગ્‍યની વૃદ્ઘિ તેમજ અભ્‍યાસમાં સફળતા માટે શ્રેષ્‍ઠ સમય છે. વિદેશ વેપારથી લાભ થાય. આપના હાથે ધાર્મિક, માંગલિક, કાર્યો થાય. સ્‍નેહીજનો અને મિત્રોનું મિલન આનંદિત કરશે. આર્થિક લાભ થાય. જીવનસાથી તરફથી સુખ અને આનંદ મળે. સમાજમાં મન પ્રતિષ્‍ઠા વધે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. આરોગ્‍ય જળવાય.

મકર(Capricorn):

આરોગ્‍ય સંબંધી ફરિયાદ રહે. મનમાં ઉચાટ અનુભવાય. વ્‍યવસાયમાં સરકારના હસ્‍તક્ષે૫ વધશે. ધાર્મિક, સામાજિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. આધ્‍યાત્મિક અને ધાર્મિક વલણમાં વધારો થાય. શત્રુઓ દ્વારા ૫જવણી થાય. ડાબી આંખમાં તકલીફ અને દેવું થાય. સ્‍ત્રી તેમજ સંતાનોની ચિંતા રહે. અકસ્‍માતથી સંભાળવાની ગણેશજી સલાહ આપે છે.

કુંભ(Aquarius):

માંગલિક કાર્યો અને નવા કાર્યોનું આયોજન કરવા માટે અત્‍યંત શુભ દિવસ છે. અવિવાહિતોના લગ્‍ન ગોઠવાય. ૫ત્‍ની અને સંતાનોના શુભ સમાચાર મળે. ગૃહસ્‍થજીવન અને દાં૫ત્‍યજીવનમાં સુખ સંતોષની લાગણી અનુભવાય. મિત્રવર્તુળ, વડીલવર્ગ તરફથી તેમજ નોકરી ધંધામાં બહુવિધ લાભની પ્રાપ્‍િત થાય. આવકના સાધનોમાં વૃદ્ઘિ ગણેશજીની કૃપાથી થશે.

મીન(Pisces):

ગણેશજીના આશીર્વાદથી આપનું દરેક કાર્ય સરળતાપૂર્વક સફળ થશે. નોકરીમાં અને વ્‍યવસાયમાં બઢતી અને વૃદ્ઘિ થાય. વેપારીઓના અટવાયેલા નાણાં છૂટા થશે. પિતા તેમજ વડીલવર્ગથી લાભ થાય. આર્થિક લાભ અને પરિવારમાં આનંદ છવાય. સરકાર તરફથી લાભ, જાહેર માન સન્‍માનમાં વૃદ્ઘિ અને ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિથી ધન્‍યતા અનુભવશો.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.