26 જૂન, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

Please log in or register to like posts.
News

મેષ(Aries):

ગણેશજી કહે છે કે આજે તમે સાંસારિક બાબતો બાજુ ૫ર રાખીને આધ્‍યાત્મિકતા તરફ વળશો. ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ તરફ વિશેષ આકર્ષણ રહે. ઉંડુ ચિંતન મનન આપને અલૌકિક અનુભૂતિ કરાવશે. વાણી ૫ર સંયમ રાખવાથી ઘણી ગેરસમજો ટાળી શકશો. ઓચિંતો ધનલાભ થાય. હિતશત્રુઓથી ચેતીને ચાલવું. નવા કાર્યનો પ્રારંભ ન કરવાની તેમ જ સ્‍ત્રીઓ અને પાણીથી સંભાળવાની ગણેશજી સલાહ આપે છે.

વૃષભ(Taurus):

ગણેશજીના આશીર્વાદથી આપ ગૃહસ્‍થજીવન અને દાં૫ત્‍યજીવનમાં સુખશાંતિનો અનુભવ કરશો. ૫રિવારના સભ્યો અને નિકટના દોસ્‍તો સાથે ઉત્તમ ભોજન લેવાનો અવસર મળે. એકાદ નાનકડા પ્રવાસનું આયોજન પણ થવાની શક્યતા છે. તંદુરસ્‍તી સારી રહે. ધનલાભ થાય. દૂર વસતા સ્‍નેહીજનોના સમાચાર આપને ખુશ કરશે. ભાગીદારીમાં લાભ તેમજ જાહેર જીવનમાં આપને માન મોભો મળશે.

મિથુન(Gemini):

ગણેશજીની કૃપાથી આજે આપના અધૂરા કાર્યો પૂરા થશે, તેમજ કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આપના મનને પ્રસન્‍ન રાખશે. તંદુરસ્‍તી જળવાશે. આર્થિક લાભ થાય. નોકરીમાં વધારે રહે .જેના ૫ર લગામ રાખવી જરૂરી છે, નહીં તો મન દુ:ખના પ્રસંગો બનવાની શક્યતા છે.

કર્ક(Cancer):

દિવસનો પ્રારંભ ચિંતા અને ઉદ્વેગ સાથે થશે, સાથે સાથે આરોગ્‍યની ફરિયાદ પણ રહેશે, નવું કાર્ય શરૂ કરવા માટે દિવસ યોગ્‍ય નથી. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્‍ચે વાદવિવાદ થતાં મનદુ:ખ કે અબોલા થાય. વધારે ૫ડતી કામુકતા આપના માનભગનું કારણ ન બને તેનું ધ્‍યાન રાખવું. યાત્રા પ્રવાસમાં મુશ્‍કેલી નડશે એમ ગણેશજી જણાવે છે.

સિંહ(Leo):

નકારાત્‍મક વિચારો હતાશા જન્‍માવશે. શારીરિક, માનસિક રીતે અસ્‍વસ્‍થતા અનુભવાય. ઘરમાં વિસંવાદિતાનું વાતાવરણ રહે. માતા સાથે મતભેદ થાય અથવા તેની તંદુરસ્‍તી બગડે. જમીન, મકાન, વાહન વગેરેના દસ્‍ત્‍ાવેજો કરવામાં સાવધાની રાખવી. જળાશયથી સાચવવુ. લાગણીશીલતાના પ્રવાહમાં તણાઇ ન જવાની ગણેશજી સલાહ આપે છે.

કન્યા (Virgo):

આજે કોઇ૫ણ અવિચારી ૫ગલું ભરવાથી અટકજો. એમ ગણેશજીનું કહેવું છે. જો કે કાર્યમાં સફળતા તો તમને મળશે જ. હરીફોને પણ તમે હંફાવી શકશો. ભાઇભાંડુઓ અને પાડોશીઓ સાથેના સંબંધો ખૂબ સારા રહે. આર્થિક લાભ પણ થશે. પ્રીયતમાનો સહવાસ મળશે. જાહેર માન સન્‍માન મળશે. ચિત્તમાં પ્રસન્‍નતા રહેશે.

 તુલા(Libra):

ગણેશજી આપને જક્કી વલણ છોડીને સમાધાન ભર્યું વલણ રાખવા સૂચવે છે. આપની અનિયંત્રીત વાણી કોઇને મનદુ:ખ કરાવે તેવી શક્યતા છે. દ્વિધામાં અટવાયેલું મન આ૫ને કોઇ ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવવા દે. અગત્‍યના નિર્ણયો આજે ન લેવાની ગણેશજીની સલાહ છે, આરોગ્‍યની કાળજી લેવી.

વૃશ્ચિક(Scorpio):

તન અને મનથી ખુશ તેમજ પ્રફુલ્લિત રહેશો. કુટુંબીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન, પ્રવાસ કે મિલન- મુલાકાતના પ્રસંગ બને. જીવનસાથી જોડે ગાઢ આત્‍મીયતાનો અનુભવ થાય. આર્થિક લાભ થાય. શુભ પ્રસંગે બહાર જવાનું થાય. આનંદદાયક સમાચાર પ્રાપ્‍ત થાય. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.

ધન(Sagittarius):

ગણેશજીના અભિપ્રાય મુજબ આજનો દિવસ આપના માટે થોડો કષ્‍ટદાયક રહેશે. આરોગ્‍ય બગડશે. કુટુંના સભ્‍યો સાથે રકઝકના કારણે મનદુ:ખ થાય ૫રિણામે માનસિક રીતે પણ આપ અસ્‍વસ્‍થ રહેશો. ક્રોધ ૫ર કાબૂ રાખવો ૫ડશે. અકસ્‍માતથી સંભાળવું. કોર્ટકચેરીના પ્રશ્‍નોમાં સાવધાની રાખવી. વધુ ૫ડતો નાણાં ખર્ચ થતાં હાથ ભીડમાં રહે.

મકર(Capricorn):

સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં અને અન્‍ય ક્ષેત્રોમાં આજનો દિવસ લાભદાયી રહેશે એમ ગણેશજી કહે છે. મિત્રો, સગાં સંબંધીઓ સાથે મળવાનું અને બહાર જવાનું થાય. માંગલિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને. સ્‍ત્રી મિત્રો તથા ૫ત્‍ની અને પુત્રથી લાભ થશે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓના લગ્‍નનો પ્રશ્‍ન નજીવા પ્રયત્‍નોથી ઉકલી જશે. પ્રવાસ ૫ર્યટનનું આયોજન થશે.

કુંભ(Aquarius):

ગણેશજીની કૃપાથી આપના દરેક કાર્યો વિના અવરોધે પાર ૫ડશે, જેથી આપ ખુશ રહેશો. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે ૫રિસ્થિતિ સાનુકૂળ રહેશે અને કાર્યમાં સફળતા મળશે. વડીલો અને ઉ૫રી અધિકારીઓનો કૃપાદૃષ્ટિ રહેવાના કારણે આપ માનસિક રીતે કોઇપણ પ્રકારના બોજથી મુક્ત હશો. ગૃહસ્‍થજીવનમાં આનંદ રહેશે. ધનપ્રાપ્તિ અને બઢતીના યોગ છે.

મીન(Pisces):

નકારાત્‍મક વિચારો મન ૫ર હાવિ ન થઇ જાય તેનો ખ્‍યાલ રાખવાની ગણેશજી ચેતવી આપે છે. માનસિક અસ્‍વસ્‍થતા આપને ૫રેશાન કરશે. આરોગ્‍ય અંગે ફરિયાદ રહે. નોકરીમાં ઉચ્‍ચ અધિકારીઓ સાથે સાચવીને કામ લેવું. સંતાનોના પ્રશ્‍નો આપને ચિંતિત કરશે. પ્રતિસ્‍પર્ધીઓ તેમની ચાલમાં સફળ થશે. મહત્વના નિર્ણય આજે ન લેવાની ગણેશજીની સલાહ છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.