25 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

Please log in or register to like posts.
News

મેષ(Aries):

ગણેશજી આજે તમને નવાં કાર્ય કરવાની પ્રેરણા આપે છે. જોકે તમારા વિચારોમાં સ્થિરતાનો અભાવ રહેવાથી કેટલીક બાબતોમાં ગૂંચવણ અનુભવી શકો છો. નોકરી કે વ્યવસાયમાં સ્પર્ધાત્મક વાતાવરણ રહેશે.

વૃષભ(Taurus):

મનની અસ્થિરતા મહત્ત્વપૂર્ણ પ્રસંગોથી તમને વંચિત કરી શકે છે. આજે નવા કાર્યનો આરંભ કરવો યોગ્ય નથી. વાતચીતમાં તમારો જિદ્દી વ્યવહાર તમને પરેશાનીમાં મૂકી શકે છે. આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.

મિથુન(Gemini):

આજનો દિવસ તાજગી અને સ્ફૂર્તિથી પરિપૂર્ણ રહેશે. ઉત્તમ ભોજન સુંદર વસ્ત્રાલંકાર અને મિત્રો સ્વજનો સાથે તમારો દિવસ ખૂબ આનંદમાં વ્યતીત થશે. દામ્પત્ય જીવનમાં સુખસંતોષની ભાવનાનો અનુભવ કરશો.

કર્ક(Cancer):

પરિવારમાં મનમોટાવ થઈ શકે છે, આથી માનસિક બેચેની રહેશે. તમારું મન દ્વિધાનો અનુભવ કરશે, તેથી મહત્ત્વપૂર્ણ નિર્ણય ટાળવો હિતકર છે. કોઈ સાથે ગેરસમજ કે વાદવિવાદ થવાની આશંકા છે.

સિંહ(Leo):

ગણેશજી કહે છે કે, આજનો દિવસ તમારા માટે લાભદાયક છે. અસ્થિર માનસિક સ્થિતિથી પરેશાની થઈ શકે છે. સ્ત્રીમિત્રોથી મુલાકાત અને લાભ થશે. વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો.

કન્યા (Virgo):

ગણેશજીની કૃપાથી નવાં કાર્યોની શરૂઆત કરવા માટે મનમાં બનાયેલી યોજનાઓ સાકાર થશે. પિતા સાથે આત્મીયતા વધશે. તેમનાથી લાભ થશે. વેપારીઓ અને નોકરિયાતોને તેમના ક્ષેત્રમાં આગળ વધવાનો યોગ છે.

 તુલા(Libra):

નવા કાર્યનો આરંભ કરી શકશો. લાંબો પ્રવાસ કે તીર્થસ્થળ પર જવાનું થઈ શકે છે. વિદેશગમનની તક ઊભી થશે તથા વિદેશમાં મિત્રો કે સ્નેહીજનોના સમાચાર મળશે. સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહેશે.

 વૃશ્ચિક(Scorpio):

વાણી અને વ્યવહાર પર આજે સંયમ રાખવો જરૂરી છે. દૈનિક કાર્યો ઉપરાંત નવાં કામ હાથમાં લેવા યોગ્ય નથી. બીમાર પડવાનો યોગ છે. આથી ખાનપાનમાં ધ્યાન રાખવું. અચાનક ધનલાભ થશે.

ધન(Sagittarius):

પાર્ટી પિકનિક પ્રવાસ, સુંદર ભોજન અને વસ્ત્ર પરિધાન આજના દિવસની વિશેષતા રહેશે. મનોરંજનની દુનિયામાં ડૂબેલા રહી શકો છો. વિજાતીય વ્યક્તિઓ સાથે મુલાકાત રોમાંચક રહેશે. દામ્પત્ય જીવનમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે.

 મકર(Capricorn):

વેપાર-ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે આજે અનુકૂળ દિવસ છે. વસૂલાત કે પૈસાની લેવડદેવડ કરવામાં સફળતા મળશે. આયાત-નિકાસના વેપારીઓને લાભ થશે. પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે.

કુંભ(Aquarius):

માનસિક અશાંતિ અને ઉદ્વેગભર્યો દિવસ છે. ઝડપથી બદલાતા વિચારોને કારણે અનિર્ણયની સ્થિતિ રહેશે. નક્કર નિર્ણય નહિ લઈ શકો. સંતાનોના પ્રશ્ન મૂંઝવણમાં મૂકશે. પેટની બીમારીથી પીડિત થવાની સંભાવના છે. કાર્યમાં નિષ્ફળતા હતાશા લાવશે. આકસ્મિક ધનખર્ચ થશે.

મીન(Pisces):

પારિવારિક સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. માતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે. સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે. માનસિક રીતે મૂંઝાયેલા રહેશો. ધન અને માનહાનિની આશંકા છે. નોકરીમાં પરેશાની થઈ શકે છે.

– બેજાન દારૂવાલા

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.