in

ગુજરાતમાં એક જ દિવસમાં 2.98 કરોડનું ખાદી નું વેચાણ કરવામાં આવ્યું, 30 ટકા સુધીની ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું

ગાંધી જયંતી પર ગવરમેન્ટ જુદા જુદા કેન્દ્રો પર માત્ર એક જ દિવસમાં રૂ. 2.98 કરોડની ખાદીનો સેલ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધારે 1.50 કરોડની ખાદીનું વેચાણ અમદાવાદમાં થયું છે. ગાંધીજીની 150મી જન્મ જયંતીના ભાગરૂપે લોકો ખાદીની ખરીદી કરે તે માટે ખાસ જાગ્રૂતી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદીમાં ખરીદીમાં 40 ટકાનો વધારો થયો છે.

Advertisements

રાજ્યમાં ખાદીની ખરીદી માટે 1 નવેમ્બર સુધી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ કસ્ટમર ને આપવામાં અપાશે. હાથ વણેલા અને ગૃહ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળે તે માટે ગાંધી જયંતીના દિવસે લોકો ખાદીની ખરીદી કરે તે માટે પ્રેરણા આપવા સુચના આપવામાં આવી હતી. ખાદીના ધંધા સાથે જોડાયેલા કારીગરોના મતે, ખાદીમાં વેરાયટી વધતા લોકો ખાદીની ખરીદી કરી છે. પહેલા ખાદીમાંથી બનતા વસ્ત્રોની ડિઝાઇન બહું સારી હતી.

જેથી લોકોને પોતાને પસંદ હોય તેવા વસ્ત્રો જોવા મળતા નહોતા. પરંતુ હવે ખાદીમાં ફેશનેબલ કપડા પણ મળી રહ્યાં છે. ગયા વર્ષે સમગ્ર રાજ્યમાં ગાંધી જયંતી પર ફક્ત એક જ દિવસમાં 2.10 કરોડ જેટલું ખાદીનું વેચાણ થયું હતું. રાજ્યમાં બારડોલીમાં 10 લાખ, રોજકોટમાં 12 લાખ, પોરબંદરમાં 12 લાખ રૂપિયાની ખાદીનું વેચાણ થયું છે.

Advertisements

નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શિક્ષકો તથા કર્મચારીઓએ 16 લાખની ખાદીની સારી ખરીદી કરી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓના મત પ્રમાણે, ગયા વર્ષે અમારા તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ 24 લાખની ખરીદી કરી હતી. જ્યારે આ વર્ષે અમારા કર્મચારીઓએ 16 લાખની ખરીદી કરી છે.

ટિપ્પણી
Advertisements

paytm ના ફાઉન્ડેરે કહ્યું જે વ્યક્તિ ભારતમાં સફળ થઈ શકે તે ગમે ત્યાં સફળ થઈ શકે

સિંગીગની વિશાળ દુનિયામાં આ નાનકડી છોકરી એ ધૂમ મચાવી, 9 વર્ષની ઉંમરમાં જ મળ્યો 15 લાખનો ચેક